SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શારદા સુવાસ હાર જીતથી જુગારની રમતને રંગ બરાબર જામે. બધા ખાવાપીવાનું ભૂલી ગયા. હવે બરાબર દાવ હાથમાં આવ્યું છે એમ સમજીને શકુનિએ દુર્યોધનને પાસા મંતરીને આપ્યા. એટલે તેની કદી હાર થાય જ નહિ. સરળ સ્વભાવી યુધિષ્ઠિરને આ લોકોની કપટબાજીની ખબર નથી. એને રસ લાગે એટલે રમે જ જાય છે. યુધિષ્ઠિર તે રમવામાં એવા મસ્ત બની ગયા કે હવે એ ઉઠવાની વાત કરતા જ નથી. એમણે જુગારમાં સોનું મૂક્યું તે હારી ગયા પછી હીરા-માણેક વિગેરે ઝવેરાત મૂક્યું તે પણ હારી ગયા પછી નાના ગામ મૂક્યા તે પણ હારી ગયા, છતાં યુધિષ્ઠિરને એપ નથી થતું કે હું ઉપરાઉપરી હારું છું તે હવે રમવાનું છોડી દઉં. એ તે એવા મસ્ત બની ગયા છે કે એમને ખાવાપીવાનુ કંઈ જ યાદ આવતું નથી. દેવાનુપ્રિયે ! આપણી ગુજરાતી કહેવત છે ને કે “હાર્યો જુગારી બમણું રમે તે અનુસાર વધુ ને વધુ રમવા જાય છે, પછી જુગારીને ભાન નથી રહેતું કે હું રંગમાં આવીને બધું મૂકું છું ને હારી જાઉં છું. તે પછી મારું શું થશે ? તે રીતે ધર્મરાજાએ હારવા છતાં જાર રમવાનું ચાલુ રાખ્યું. યુધિષ્ઠિર પાસે હીરા, માણેક, મેત, સેનાના જેટલા આભૂષણે હતા તે બધા તેમજ મુગટ, બાજુબંધ, સાત સેરા, નવસેરા હાર, કંદેરા બધું મહીને રમ્યા. તે બધું હારી ગયા. પછી આખે ભંડાર મૂકી દીધે તે પણ હાર્યા. પછી હાથી-ઘડા-ઉંટ-રથ વિગેરે પશુવન મૂકીને રમ્યા તે પશુ હાર્યા. રાજમહેલ પણ હારી ગયા. યુધિષ્ઠિરની હાર ઉપર હાર થવા લાગી. જાગારમાં ભાન ભૂલેલા યુધિષ્ઠિર સામે અર્જુન અને ભીમે કરેલો પાકાર :- આ જોઈને ભીમ અને અર્જુન સમસમી ઉઠયા. અરેરે...મોટાભાઈ! તમે આ શું કર્યું? અમે તે તમને જુગાર રમવા બેસતાં પહેલા જ ક્યા હતા, પણ તમે માન્યા નહિ. હવે તે ઉઠો ! ખૂબ કહ્યું તે પણ ધર્મરાજા રમવાનું છોડતા નથી ત્યારે ખદ ભીષ્મપિતા, વિદુરજી વિગેરે વડીલે યુધિષ્ઠિરને સમજાવવા આવ્યા. ભીષ્મપિતાએ છે યુધિષ્ઠિર ! આ રમત તે માત્ર મનરંજન માટે છે. તેમાં વળી હાર-જીત આ બધું શું ? તમારા જેવા સદ્ગુણી અને સત્યવાદી પુરૂષને જુગાર રમવું બિલકુલ શોભતું નથી. હવે રમવાનું બંધ કરે, તે પણ યુધિષ્ઠિર માન્યા નહિ ત્યારે કહે છે કે હે યુધિષ્ઠિર ! જે તમારા જેવા બુદ્ધિમાન પુરૂષે જુગાર રમશે તે પછી અમારે બીજાને જુગાર રમતાં અટકાવવા કેવી રીતે ? જે સૂર્ય પતે અંધકાર કરી દેશે તે પછી જગતને પ્રકાશ કોણ આપશે ? ચંદ્રમાંથી અંગારા ઝરશે તે જગતના જીને શીતળતા કોણ આપશે ? તેમ તમારા જેવા પવિત્ર પુરૂષ જે જુગાર રમશે તે અમારે સજજન કેને કહેવા ? તમારા જેવા સજજન પુરૂષ જુગાર રમે તે બિલકુલ વ્યાજબી નથી. આ કુવ્યસનને રંગ તમને કયાંથી લાવે ? એક જ પાત્રમાં વિષ અને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy