SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શારદા સુવાસ ઘણાં ભાઈબહેને તપશ્ચર્યા ચાલે છે. તેમના તપમાં અનુમેહના કરી સૌ તપ-સાધનામાં જોડાશે. આવતી કાલે સુજાતાબાઈના તપની અનુમોદનામાં સજોડે ત્રણ ભાઈ-બહેને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૭ ને શુક્રવાર તા. ૨૫-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આપણું એ પરમ સૌભાગ્ય છે કે સર્વ અને સર્વદશના મુખમાંથી ઝરેલી વાણી સાંભળવાનો અવસર પ્રાપ્ત થયું છે. દીર્ઘ તપશ્ચર્યા અને કઠીન સાધનાના ફળ સ્વરૂપ એ મહાન આત્માઓએ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો, અને તે આપની સામે મૂક્યું. આ શાસ્ત્રો આપણને ચેતવણું આપે છે કે હે જી ! જાગે. આ જ્ઞાનીઓની ચેતવણું સાંભળીને જાગૃત બનવાની જરૂર છે. અનાદિકાળથી જીવે પર દ્રવ્યનો પરિચય કર્યો છે પણ સ્વને કર્યો નથી. જે જીવ સાચું સમજે તે પરદ્રવ્યમાં સુખ નથી. ૫રમાં રમણતા કરવાથી સુખ મળતું નથી. સુખ એ આત્માનો ગુણ છે. માટે સ્વમાં સુખ છે અને પરમાં તમે સુખની કલ્પના કરે છે, તે સુખ કલ્પિત છે આત્માના ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ છે. તેમાં રમણતા કરવાથી જીવ સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે. આત્માના સાચા સુખની પીછાણ કરાવતા મહાન મંગલકારી પર્યુષણ પર્વના પવિત્ર દિવસે રૂમઝુમ કરતા નજીક આવી રહ્યા છે. તમારે ઘેર દેશના મોટા નેતા પધારવાના હોય ત્યારે તેમના સ્વાગત માટે કેટલા દિવસ અગાઉથી તૈયારી કરે છે? ઘર વાળીઝૂડીને સાફ કરે છે, આંગણામાં રંગોળી પૂરે છે અને સગાસ્નેહીઓને પણ આમંત્રણ આપે છે ને કે મારે ઘેર દેશના નેતા પધારવાના છે તે તેમના સ્વાગતમાં મારે ઘેર આવજે. બધાને સ્વાગતમાં બોલાવીને ચા-પાણી, નાસ્તા કરાવે છે ને આનંદ ઉત્સાહ મનાવે છે. આ નેતા તે દેશના છે. તે તમારા ઉપર ખુશ રહે ત્યાં સુધી સારું અને નાખુશ થાય ત્યારે તમને જેલમાં પણ બેસાડી દે, છતાં તેના સ્વાગત માટે કેટલી તૈયારીઓ કરે છે? જ્યારે પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ પર્વો તે તમારા હૃદયના આંગણે પધારવાના છે. એ મોટા નેતાના પણ નેતા છે. એના સ્વાગત માટે તમે શું કરશે? પર્વાધિરાજ પધારે છે ને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો મંગલ સંદેશ લાવે છે. ચાર સંદેશામાંથી તમે યે સંદેશે હૃદયમાં અપનાવશે? પર્વાધિરાજના સ્વાગત માટે આપણે અંતરમાંથી કોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ વિગેરે કચરાને વાળીઝૂડીને સાફ કરવાના છે, અને દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, દયારૂપી સજજનોને પર્વાધિરાજના સ્વાગત માટે આપણે તેડાવવાના છે, અને સનેહની સરવાણીથી, અંતરના ઉમળકાથી તેમનું સ્વાગત કરવાનું છે અને મોક્ષમાર્ગના ચાર ભવ્ય દરવાજામાંથી કઈને કઈ એક દરવાજામાં પ્રવેશ કરવાને છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy