SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ વિશાદ સુવાસ ફર્યા. માર્ગમાં રાત પડી ગઈ એટલે જંગલમાં એક જગ્યાએ પડાવ નાંખે. બધા ઊંઘી ગયા પણ શંખકુમારને ઉંઘ આવતી નથી. મધરાત્રી થતાં કોઈ સ્ત્રી કરૂણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ સંભળાય. રડવાને અવાજ સાંભળતાની સાથે શંખકુમાર હાથમાં તલવાર લઈને ઉઠે. તેણે વિચાર કર્યો કે જે પુરૂષને અવાજ હેત તે વિલંબ કરું તે વધે નહિ પણ આ તે સ્ત્રી છે. અગર કેઈસતી સ્ત્રીને કઈ લંપટ પુરૂષ વનવગડામાં ઉપાડી લાવ્યા હોય ને તેનું ચારિત્ર લૂંટતે હેય તેથી રડતી હોય અગર બીજું કંઈ પણ કારણ હોય, પણ અબળાનું રક્ષણ કરવું તે ક્ષત્રિયને ધર્મ છે. પિતાના પ્રાણના ભેગે પણ ક્ષત્રિયે બીજાનું રક્ષણ કરે છે. રૂદન કરતી અબળાની વહારે શંખકુમાર” -મધરાતે હાથમાં આગ લઈને જે તરફથી અવાજ આવતું હતું તે તરફ કુમાર ગયા. થોડે દૂર ગયા તે એક આધેડ વયની સ્ત્રીને રડતી જોઈ. કુમારે પૂછ્યું. હે માડી ! તમે કેણ છે? દેવી છે, ડાકણ છે કે મનુષ્યાણી છે? અને મધરાત્રે આ જંગલમાં એકલા શા માટે આવ્યા છે ? અને આમ કરૂણ સ્વરે વિલાપ શા માટે કરે છે? હવે આ બાઈ કેણ છે? અહીં કેવી રીતે આવી છે ને શા માટે રડે છે? તે વાત શંખકુમારને તે બાઈ કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ન ચરિત્ર –જિનસેનાની દાસીએ રાજાનું ધન ફેંકી દીધું ને પોતે પોતાની રાણું પાસે ચાલી ગઈ. પ્રધાનજી આ વખતે હાજર હતા. એમનાથી પણ આ સહન ન થયું એટલે રાજાને નમ્રતાથી કહ્યું. સાહેબ ! આ એગ્ય નથી થતું. જિનસેના રાણીને ભલે તમે જંગલમાં મેકલ્યા પણ અંતે રાણી તે આપની જ છે ને ? કદાચ આપને રાણજી પ્રત્યે પ્રેમ ન હોય પણ કુંવર તે આપને જે છે ને ? બંને પુત્રને જન્મ મહોત્સવ આપે સરખી રીતે ઉજવો જોઈએ. દાસી બેને ભેટ પણ સરખી આપવી જોઈએ. આપના જેવા મહારાજા જે આ અન્યાય કરશે, ભેદભાવ રાખશે તે અમારા જેવા શું કરશે ? પ્રધાને રાજાને ખૂબ સમજાવ્યા એટલે રાજાને ગળે વાત ઉતરી કે બરાબર નથી થતું. તેથી બંને રાણીના કુંવરને જન્મ મહોત્સવ ઉજવવાની રાજાએ દાંડી પીટાવી. આથી આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. પ્રજાજનેએ આખું ગામ શણગાર્યું અને ઘરઘરમાં મંગલ ગીતે ગવાવા લાગ્યા. રાજા પ્રધાન વિગેરેને આનંદને પાર નથી. કઈ કેદી કે છેડે રાજા, કઈ છે કે અભયદાન, લાઓં કા વહાં દાન દિયા હૈ, હો રહા હર્ષ મહાન, બંને પુત્રને જન્મ મહત્સવની ખુશાલીમાં રાજસભામાં ગાનતાન થઈ રહ્યા છે. પ્રજાજને રાજાને સારા સારા ભેટણ આપવા આવે છે. તેને રાજા સર્ષ સ્વીકાર કરે છે. રાજાએ કેદખાનામાં પૂરેલા કેદીઓને મુક્ત કર્યા, જેમને ફાંસીની શિક્ષા આપવાની હતી તેમને અભયદાન આપીને છૂટા કર્યા. લાખે ગરીબેને દાન આપ્યા. રહેવા ઘર ન હતું તેને ઘર આપ્યું. ખાવા ભજન અને પહેરવા વસ્ત્ર ન હતાં તેમને તે આપીને સંતુષ્ટ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy