________________
શારદા સુવાસ
૩૩૭ છે? જે બધે પાપ, પાપ ને પાપ માનીએ તે ભૂખ્યા મરીએ. આવું ધર્મીષ્ઠ જીવ ન બેલે. આવા મનુષ્ય સંસારમાં રહેવાથી સંસારી ક્રિયામાં પાપ કર્યું હોય પણ તેને વીંછીના ડંખ જેવું છે. આ આત્મા સંસારમાં ઉંચામાં ઉંચા સુખે ભગવતે હોય છતાં તે મનથી અલિપ્ત રહે છે.
પુણ શ્રાવક ગરીબમાં ગરીબ હતો અને શ્રેણક રાજા મહર્ધિક હતા. આ બને જિન ધર્મના આરાધક હતા. એ બંને સંતેષી હતા. ગરીબ પુણીયા શ્રાવકને વધુ મેળવવાની ઈચ્છા ન હતી અને શ્રેણુક રાજાને ઘણું મળ્યું હતું છતાં ભેગવવાની ઈચ્છા ન હતી. આ બંને વ્યક્તિઓ જમવા બેસે ત્યારે પહેલાં પૂછતાં કે આપણે ત્યાં સંત પધાર્યા હતા? આવ્યા હોય તે આનંદ અનુભવે અને ન આવ્યા હોય તે ભાવના ભાવીને જમતા. ગુરૂ ન મળે તે સ્વધર્મ બંધને જમાડ્યા વિના જમતા નહિ, અને કદાચ જે સ્વધર્મી બંધુની સેવાનો લાભ ન મળે તે દીનદુઃખીને જમાડીને જમતા. સંસારમાં બેઠા હોવા છતાં સંસારસુખને રાગ ન હતે. સંસારમાં રહ્યા હતા છતાં તેમની વિચારધારા કેટલી સુંદર હતી ! તેઓ સમજતા હતા કે હું સંસારમાં અથવા ઘરવાસમાં રહ્યો છું તે મારે નિર્દોષ સ્થાવરકાય ને સંહાર કરે પડે છે ને ! પાણી, અગ્નિ, વનસ્પતિકાય વિગેરેના અસંખ્ય જીવને સંહાર કરવો પડે છે તથા પાપસ્થાનકનું સેવન કરવું પડે છે. સમજુ અને ધમીઠ આત્માને તે આ બધું વિટંબણુ લાગે છે, તેથી એ આત્મા એમાંથી વહેલામાં વહેલી તકે છૂટવા ઇચ્છે છે. પુણી શ્રાવક મહાસંતેષી અને રેજ સામાયિક તથા જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરનારે હતે છતાં આ સંસારમાં સ્થાવરકાય અને સંહાર કરે પડે તે તેને વિટંબણ માનતે હતે, તેથી જે એ અલ્પ આરંભ પરિગ્રહ રાખી સંસારત્યાગની ઝંખના સદા સેવતા હતા, આથી જ એમની સામાયિક મહામૂલ્યવાન હતી. આ તે મેં સંસારીની વાત કરી, પણ જે સાધુ બન્યા પછી પણ અંતરમાં સંસાર સુખની ઈચ્છા થાય તે તે સાધુ નહિ. જે માણસ ઊંચે ચઢીને પછી પડે તેને વધુ વાગે છે તેમ સાધુ બનીને જે સંસારસુખની ઈચ્છા કરે તે એને વધુ પાપકર્મ બંધાય ને જીવ દુર્ગતિમાં જાય, માટે સંસારસુખમાં આસકત બનીને પાપકર્મ બાંધશે નહિ. અનાસક્ત ભાવથી સંસાર સુખમાં આસકત બનીને પાપ કર્મ બાંધશો નહિ. અનાસકત ભાવથી સંસારમાં રહીને અને તેટલી ધર્મારાધના કરે. સંસારના સુખ પામવા માટે ધર્મ નથી કરવાને એ વાત બહુ થોડા જાણે છે કે જે જાણે છે તે સાચા મુમુક્ષુ છે.
આપણે સંસાર સુખના કેવી અને મોક્ષસુખના રાગી જવાની વાત અત્યારે ચાલી રહી છે. ભાવીમાં બનનાર નેમનાથ અને રાજેમતીને જીવ જયાં જયાં જન્મે ત્યાં ભલે તેઓ પડેલા વિલાસી હતા પણ જ્યારે સાચી વાત સમજાઈ ત્યારે એક ક્ષણમાં સંસારના બંધને તેડી સાધુ બની ગયા. સાતમા ભવમાં નેમનાથ પ્રભુને જીવ શંખકુમાર બજે
શા. સુ. ૨૨