SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચા દબાતી નહિ. (હસાહસ) આપણે પહેલેથી દબાયેલા રહીએ તે બધા દબાવી દે. તે કઈ કંઈ કહે તે અમે બેઠા છીએ. આ દીકરીના માતા-પિતા કડપતિ હતા ને સાથે ધમષ્ઠ પણ હતાં. એટલે એવા સંસ્કાર નહેતા આપ્યા પણ એવા સંસ્કાર આપ્યા હતાં કે તારા સાસરે તું પ્રેમથી રહેજે. સાસુ, સસરાને વિનય કરજે. કદાચ તને કંઈ કહે તે સહન કરજે પણ સામું ન બેલતી. સાસુ, સસરા અને પતિના સુખમાં જેમ સહભાગી બને તેમ તેમના દુઃખમાં પણ તું સહભાગી બનજે. પુત્રવધુના જવાબથી પ્રધાનને થયેલી શાંતિ- પ્રધાને કહ્યું બેટા! તમે કેવી રીતે પ્રશ્નના જવાબ આપશે. પહેલા આપણા ઘરમાં જ અમને બધાને પ્રેક્ટીકલ કરીને બતાવે, તે મને શાંતિ થાય. વહુએ કહ્યું-પિતાજી! તમે બેફિકર રહે. તમે રાજાને કહી છે કે પ્રેકટીકલથી તમારા પ્રશ્નોના જવાબ આપીશ, પછી હું બધું સંભાળી લઈશ. પ્રધાને કહ્યું પણ તમે કરીને ન બતાવે ત્યાં સુધી મને શ્રદ્ધા કયાંથી રહે? તમે એક પ્રશ્નને જવાબ તે આપ. વહુ ખૂબ હોંશિયાર હતી એટલે મનમાં વિચાર કર્યો કે જે હું આ લેઓને અહીં બતાવી દઈશ તે એનું કંઈ મહત્વ નહિ રહે. એની શ્રદ્ધા નહિ વધે. જેમ વણિકના દીકરાને નવકારમંત્ર આપે તે કાંઈ કિંમત નહિ પણ ઈતર કેમના માણસને નંધકારમંત્ર એ મહાનમંત્ર લાગે છે. એના ઉપર એને અથાગ શ્રદ્ધા હોય છે, ત્યારે વાણીયાના દીકરાના મનમાં તે એમ થાય કે આ નવકારમંત્રમાં શું છે? આ તે મારા નાના નાના છોકરાને પણ આવડે છે. પોતાને તે શ્રદ્ધા હોય નહિ ને બીજાની શ્રદ્ધા પણ તેડી નાખે, “પિયર જઈને કરેલી તૈયારી-પ્રધાનની પુત્રવધૂએ કહ્યું-બાપુજી! તમે ચિંતા ન કરશે. હું રાજસભામાં તમને બતાવીશ. અહીં નહિ બતાવું પણ હવે મને થડા દિવસ મારા પિયર જવાની આજ્ઞા આપે. હું આઠ દિવસમાં પાછી આવી જઈશ. સાસુ-સસરાએ વહુને જવાની રજા આપી. આ પુત્રવધૂના પિતાજી એટલા બધા સુખી અને સજજન હતા કે એમની આખા નગરમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. સામાજિક ક્ષેત્રમાં એ આગેવાન હતા. ને ધાર્મિક ક્ષેત્રમાં પણ આગેવાન હતા. એમની વાત ખુદ નગરના મહારાજા પણ માન્ય કરતા. એવા એ પવિત્ર અને સજજન પુરૂષ હતા. દીકરી અચાનક આવી તેથી માતાપિતાએ પૂછયું–બેટા ! તું એકાએક કેમ આવી? દીકરીએ માતા પિતાને બધી વાત કરી કે મારા સસરાજીને રાજાએ ચાર પ્રશ્નો પૂછડ્યા છે. તેને જવાબ પ્રેકટીકલ કરીને આપવાનું છે. જવાબ નહિ આપે તે મારા સસરાને ભયંકર શિક્ષા થશે ને આખા કુટુંબને જેલમાં જવું પડશે, તે પિતાજી! પ્રશ્નને જવાબ તે આપની કૃપાથી હું સારી રીતે આપી શકીશ પણ એ માટે મારે આપના સહકારની જરૂર પડશે. પિતાએ ને પુત્રીએ શું કરવું તે અંદરખાને નકકી કરી લીધું.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy