SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા સુવાસ એના ઉપર ઇર્ષ્યા કરી છતાં સજ્જને સજ્જનતા ન છેાડી. કહેવાય છે ને કે ચંદનને ઘસે તા પણ સુગંધ આપે ને ખાળે તે પણ સુગંધ આપે તેમ આવા પવિત્ર મહુસેને કોઇ ગમે તેટલુ કષ્ટ આપે છતાં તે પોતાની સજ્જનતા છેાડતા નથી. એમનું પુણ્ય ચઢીયાતું હાવાથી પાડેશી જેમ જેમ ઇર્ષ્યા કરતા ગયા તેમ તેમ એ સુખી ખનતા ગયા. ઘણી વખત તેઓ મેતીને યાદ કરીને રડતા. એક વખત દેવ મેાતીના અસલ રૂપમાં એના માલિક પાસે આવ્યા. એટલે મને જણાએ એને માથમાં લઇ લીધા, અરે....મોતી ! તું અમને મૂકીને કયાં ચાણ્યા ગયા ? અમને તા તારા વિના ક્ષણવાર ગમતું નથી, ત્યારે માતીએ કહ્યુ મા બાપુજી! હું તે તમારા પ્રતાપે આઠમા દેવલાકમાં દેવ થયા છું. એમ કહીને પેાતાનુ દિવ્ય દેવનું રૂપ પ્રગટ કર્યું. આ જોઈ અને માણસા ખુશ થયા ને દેવ પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. બંને માણસા વિચાર કરવા લાગ્યા કે એક તિર્યંચ પ્રાણી પણ નવકારમંત્ર સાંભળીને શીખી ગયા અને મરતી વખતે શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક સ્મરણુ કયુ" તે આઠમા દેવલાકમાં આવા મહર્ધિક દેવ બન્યા. તે જે મનુષ્ય સમજણપૂર્વક હૃદયના ભાવથી ધર્મોરાધના કરે એને તા કેવા મહાન લાભ થાય ! એના બેડા પાર થઇ જાય છે અને જે ખીજાનું સુખ જોઈને ઈર્ષ્યા કરે છે તે આ ભવમાં ને પરભવમાં દુઃખી થાય છે. માટે ફાઇના દુઃખમાં સહાયક બની શકાય તેા મનજો પણ કેાઈના સુખ જોઈને તેને તેડી પાડવાના કામ ન કરશે. અન‘ગકુમારની મનશાયાત્રા જોતાં અપરાજિત રાજાને આવેલા વૈરાગ્ય : આપણે તેમનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે. અનંગકુમારની શ્મશાનયાત્રા જતાં જોઈને અપરાજિત રાજાએ પોતાના સેવકાને પૂછ્યું. કે આ કાણુ મરી ગયુ` છે કે લાકો એની પાછળ આટલા બધા રડે છે ? ત્યારે સેવકાએ કહ્યું-મહારાજા ! ગઈ કાલે આપે બગીચામાં ઇન્દ્ર જેવા સૌંદવાન અનગકુમારને ક્રીડા કરતા જોયા હતા તે એકાએક મરણ પામ્યા છે. રાજાએ પૂછ્યું કાલે તા કલૈયાકુંવર જેવા આનંદ ઉલ્લાલ કરતા હતા ને આજે એને શુ થઈ ગયું ? ત્યારે કોઈ એ કહ્યું કે ગઈ કાલે બગીચામાં આખા દિવસ આનંદ કરીને સાંજે ઘેર આવ્યા ત્યાં જમતાં કંઈક ખાવામાં આવી ગયુ. ને જમતાં જ એને ઉલ્ટી ઉપર ઉલ્ટીઓ થવા લાગી. છેવટે લેહીની ઉલ્ટીઓ થઇને આખું શરીર લીલુ` કાચ જેવું થઈ ગયુ. એને માટે મેટા ડોકટરો અને વૈદ્યને ખેલાવ્યા પણ કોઈ ઈલાજ કામ આબ્યા નહિ અને છેવટે અનંગદેવે પ્રાણ છેાયા. તેના શને લઈને આ લેાકા શ્મશાને જઈ રહ્યા છે. એ ગરીમાના બેલી હતા. એણે દાન પુણ્ય જોયુ નથી. એના જવાથી હજારો ગરીબોના આશ્રય તૂટી ગયા તેથી કરતાં પાછું વાળીને આ લોકો રડે છે. આ સાંભળીને અપરાજિત રાજાના મનમાં થયું કે અહો ! ગઈ કાલે તે મેં એને ઇન્દ્રની માફક ક્રીડા કરતા જોયા છે. કાલે એ ધરતી ધ્રુજાવતા હતા ને આજે આમ ચાલ્યા ગયા!
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy