SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શારદા સુવાસ આધ્યા. સૌ આનંદપૂર્વક સુખમાં દિવસે વીતાવવા લાગ્યા. સમય જતાં પ્રીતિમતી પટ્ટરાણીએ એક પુત્રને જન્મ આપે. તેનું નામ પદ્મકુમાર રાખ્યું. રાજાએ તેને જન્મ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. અપરાજિત રાજા ખૂબ સારી રીતે રાજ્ય ચલાવતા તેથી પ્રજાને તેમના તરફથી ખૂબ સાતેષ હતે. રાજયમાં ચોરી, લૂંટફાટને ભય ન હતું, કે કઈ બહેન, દીકરી મધરાત્રે એકલી નીકળે તો પણ તેની સામે કેઈ આંખ ઊંચી કરી શકતું ન હતું. આવા ન્યાયી અને પ્રતાપી રાજાને ત્યાં પુત્રને જન્મ થવાથી સારી નગરીમાં આનંદ છવાઈ ગયે. આ રીતે રાજા અને પ્રજા આનંદથી રહે છે. . એક દિવસ અપરાજિત રાજા અને વિમલ મંત્રી બંને ઘેડા ઉપર બેસીને ફરવા માટે નીકળ્યા. પિતાના નગરની બહાર ઉદ્યાનમાં એક સુંદર તંબુ તાણે છે. તેમાં સિંહાસન ઉપર એક ખૂબ સૌંદર્યવાન પુરૂષ બેઠે હતું. તેણે ઘણું દિવ્ય વચ્ચે અને આભૂષણે પહેરેલાં હતા. એની આસપાસ ઈન્દ્રની અપ્સરા જેવી પત્નીએ અને એના મિત્રો વીંટળાયેલાં હતાં. સેવકે તેને પંખે વીંઝતા હતા. તેના માણસે રાજા-મહારાજાની જેમ તેની બિરદાવલી બેલાવતા હતાં. આ બધાની વચ્ચે તે દેવ-દેવીઓ વડે ઘેરાયેલા ઈન્દ્રની જેમ શેતે હતે. તેની પાસેથી જે કઈ ગરીબ યાચકે પસાર થતાં હતાં તેમને છૂટે હાથે દાન આપતો હતે. આ બધો ઠાઠમાંડ જોઈને અપરાજિતરાજાએ વિમલમંત્રીને પૂછ્યું કે આ દિવ્ય ત્રાદ્ધિવાળે પુરૂષ કેણ છે? વિમલબોધ મંત્રીએ કહ્યું કે આ તે આપણું નગરમાં વસતા સમુદ્રપાળ નામના ધનાઢય સાથે વાહને પુત્ર અનંગદેવ છે. તે એના પરિવાર સહિત આજે અહીં આનંદ કરવા માટે આવ્યું છે. આ સાંભળીને અપરાજિત રાજાને ખૂબ હર્ષ થયો ને બે લી ઉઠયા કે અહે ! મારી નગરીમાં આવા ધનાઢય અને દાતાર પ્રજાજને વસે છે, તેનું મને ગૌરવ છે. હું મારી જાતને ધન્ય માનું છું. આગળના રાજાએ પ્રજાજનને સુખી જોઈને આનંદ પામતા હતા ને આજે તે તમારી શી દશા છે? છતાં છોડવાનું મન થાય છે ? રાજા અને મંત્રી બંને ફરીને પિતાના મહેલમાં આવ્યા. . આ તરફ અનંગદેવ પણ આનંદ કિલેલથી દિવસ પસાર કરીને સાંજે પિતાને ઘેર આવ્યું. બીજે દિવસે સવારના પ્રહરમાં એક માણસનું શબ લઈને ઘણાં માણસો કાળે કલ્પાંત કરતાં રાજમહેલ આગળથી પસાર થતા હતા. સ્મશાનયાત્રામાં ઘણું માણસો હતાં. નાનાથી મોટા દરેક માણસની આંખમાં આંસુ હતા. કંઈક જોરજોરથી કરૂણ સ્વરે રૂદન કરતા બોલતા હતાં કે અમારે ગરીબને બેલી, અનાથને નાથ, નિરાધારને આધારસ્થંભ પડી ગયે. હવે અમે કોના આશ્રયે જઈશું? હે કૃર વિધાતા, તે આ શું કર્યું? હજારોના પાળનારને તે ઉપાડી લીધે ! તેના કરતાં અમને ઉપાડી લીધા હતા તે સારું હતું. આમ કરણ વિલાપ કરતા કરતા જતા હતા. આ રૂદન સાંભળીને રાજાએ સેવકોને પૂછયું કે આપણું નગરીમાં આજે કેણુ મરણ પામ્યું છે કે આટલો બધે હાહાકાર મચી ગયો છે? હવે કેણ મરી ગયું છે તે વાત સેવકે રાજાને કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy