SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શારદા સુવાસ કેટલા કષ્ટ વેઠ્યા, પાણી વિના તલવૂલક થઈ જવા છતાં માલીક બંધને બાંધી રાખે તે બિચારે કયાંથી પાણી પી શકે? અને ભૂખ લાગવા છતાં ખાવાનું ન આપે તે ક્યાંથી ખાઈ શકે? આ તે નરક અને તિર્યંચગતિની વાત થઈ મનુષ્યભવમાં પણ કંઈક છે ભયંકર દુઃખો ભેગવે છે. અજ્ઞાની છવ કર્મ બાંધતી વખતે વિચાર નથી કરતે પણ ભેગાવવાના આવે છે ત્યારે કેટલી હાયય કરે છે અને જ્ઞાની પુરૂષે ઉદયમાં આવેલા કર્મોને સમતાથી સહન કરે છે. બાકી કર્મરાજા તે એની હકૂમત પૂરેપૂરી ચલાવે છે. કમને શરમ નથી. કર્મરાજા આજના રાજાને કાલે રંક બનાવી દે છે. બાપ દીકરા વચ્ચે દુશમનાવટ કરાવે છે, ભાઈ ભાઈ વચ્ચે વૈરની આગ જલાવે છે, માતા અને પુત્રી વચ્ચે રહેલા વાત્સલ્યના વહેણ સૂકાવી નાખે છે. કર્મરાજાની સત્તા કેવી છે તે સૂચવતું એક દષ્ટાંત યાદ આવે છે. એક શહેરમાં પતિ-પત્ની આનંદથી રહેતા હતાં. સમય જતાં પત્નીએ એક રૂપરૂપના અંબાર સમી પુત્રીને જન્મ આપે. દીકરી માતાપિતાને ખૂબ વડાલી છે. માતાના અંતરમાંથી પુત્રી પ્રત્યે સનેહની સરવાણી વહે છે, અને પ્રેમના ફુવારા ઉડે છે. દીકરીને ખૂબ લાડકેડથી ઉછેરે છે. તેનું નામ અરૂણ રાખ્યું. બે વર્ષ પછી માતાએ બીજી દીકરીને જન્મ આપે. એ પણ ખૂબ રૂપાળી હતી. બંને દીકરીઓ માતાપિતાને ખૂબ વહાલી છે પણ કર્મરાજા ક્યાં કઈને સુખી રાખે છે! કાએ કરેલી લીલા': અરૂણાના કર્મને ઉદય થયે. એના આખા શરીરે ચાંદા પડી ગયા ને તેમાંથી રસી ઝરવા લાગી ને દુર્ગધ આવવા લાગી. એટલે એની માતાએ એક નાનકડી ઓરડીમાં તૂટેલી ખાટલી મૂકી, ફાટલી તૂટલી ગોદડી પાથરીને તેમાં સૂવાડી દીધી. એક નેકરડી રાખીને છોકરીનું બધું કામ તેની પાસે કરાવે છે, પણ જનેતા એના સામું જોતી નથી. ઓરમાન માતા હતા તે એમ થાત કે ઓરમાન મા છે એટલે છોકરીને ખૂણામાં નાંખી મૂકી છે પણ આ તે સગી માતા છે. કર્મરાજાએ માતૃહૃદયમાંથી નેહની સરવાણું સૂકવી દીધી ને પ્રેમના ફુવારા બંધ કર્યા. માતા જેવી માતા દીકરીના સામું જોતી નથી ને ઉપર જતાં એને પડછાયે ન પડે, એને ચેપી રેગ અમને ન લાગે માટે ઓરડી બંધ કરી દેવા લાગી. માતાએ દીકરી પ્રત્યે વર્તાવેલે જુલભ" - અરૂણ અંદર ગભરાઈ જાય ને બૂમ પાડે કે બા ! મને બહુ ગરમી લાગે છે. બારણું તે ખેલ પણ માતાને દયા ન આવે. નોકરડીને છોકરીની ખૂબ દયા આવતી. તે મનમાં વિચાર કરતી કે અહો ! જનેતા માતા છે છતાં એને દયા નથી આવતી ! કે કર્મરાજાને ખેલ છે ! એની માતા આધીપાછી જાય ત્યારે નેકરડી ડી વાર બારણું ખોલી નાંખતી. છોકરીને ખવડાવા પીવડાવવાનું, એના કપડા જોવાનું બધું જ કામ કરડીને સેંપી દીધું હતું. બાપને અરૂણની ખૂબ દયા આવતી. તે એની પત્નીને કહેતે તું આટલી બધી નિષ્ફર કેમ બની ગઈ છું? ગમે તેમ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy