SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨પ એને એટલી ખબર છે કે જીવને સુખ-દુઃખ આપનાર પિતાનાં કર્મો છે. આ સ્વાર્થમય સંસારમાં કોણ કેવું છે? કેણ માતા ! ને કેણ પિતા! ને કેણ પુત્ર ! સૌ સ્વાર્થને સગા છે. આવી વિચારણા કરીને પરમાનંદ પેટીમાં સૂતો (૨) નવકાર મંત્ર ગણે છે. પેટી જોતાં રાજાને થયેલ હર્ષ: બંધુઓ ! જેનું પુણ્ય પ્રબળ છે એને વગડામાં પણ રક્ષણાતા મળી રહે છે. ડીવારમાં બાજુના ગામના રાજા જંગલમાં ફરવા માટે આવ્યા તે ત્યાં થઈને જતા હતા. ત્યાં અચાનક રાજાની નજર પેલી પેટી ઉપર પડી. રાજાના મનમાં થયું કે અહો ! આ ઘર વગડામાં આવી સુંદર રંગેલી પેટી કેણું મૂકી ગયું હશે? અંદર કાંઈ માલમત્તા તો નહિ હોય ને? લાવને જરા જેવું તે ખરે. આમ વિચાર કરીને રાજા પેટી પાસે આવ્યા તે પેટીમાં નમે અરિહંતાણં નમે સિદ્ધાણું કેઈ બેલી રહ્યું છે. તે સાંભળીને રાજા જરા પાછા પડ્યા. મનમાં થયું કે અંદર ભૂત તે નહિ હોય ને ! બીજી ક્ષણે મન મક્કમ કરીને પેટી ખોલી, તે અંદર રૂપરૂપના અવતાર સમો એક તેજસ્વી બાળક નવકારમંત્ર ગણતા હતે. છોકરાને જોઈને રાજાને અત્યંત આનંદ થયે, કારણ કે રાજાને કંઈ સંતાન ન હતું. એ પુત્ર માટે તલસતા હતા. અપુત્રીવાને પુત્ર મળે તે આનંદ થાય ને ? તેમ આ રાજાને પુત્ર મળતાં આનંદ થયે, અને શુકના તારાની માફક આ ચમકી રહેલા બાળકને લઈને રાજા ચાલતા થયા. મનમાં એટલે હર્ષ હતું કે તેની કોઈ સીમા નહિ. અહે....મારે કરે ન હતું એટલે કુદરતે મને દીકરે આપે. મારે માટે આજને દિવસ સફળ બન્યું. રાજા પુત્રને લઈને રાણી પાસે આવીને કહે છે હે રાણી ! તારા માટે હું પુત્ર લાવ્યું. રાણીને પણ ખૂબ આનંદ થયે. હેકરાના હાથ પગ બરાબર વળતા ન હતા, બાકી એનું રૂપ તે અલૌકિક હતું. ગુણ પણ ઘણાં હતાં અને તેનું પુણ્ય પણ ખૂબ હતું. પરમાનંદ સાજો થતાં રાજાને થયેલો હર્ષ : રાજા રાણીને બાળક ખૂબ ગમી ગયે. રાજાએ તેના દર્દીને દૂર કરવા માટે યોગ્ય ઉપચારે કરાવ્યા ને કુમારને બધે રેગ ચાલ્યા ગયે એટલે પરમાનંદ સાજા બાળકની જેમ દેડવા લાગ્યો. એના પિતાએ ઘણાં ઉપચારે કરાવ્યા હતા પણ એના પાપકર્મને ઉદય હતું એટલે રેગ મટે નહિ અને અહીં સામાન્ય ઉપચારે થતાં એને બધે રોગ મટી ગયા. રાજા-રાણું એને ખૂબ લાડકેડથી ઉછેરે છે. એના પિતા કરતાં પણ સવાયા લાડ લડાવે છે. પરમાનંદના દિલમાં પેલા લેકને ભાવાર્થ રમી રહ્યો છે કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. સુખદુઃખ આપનારા પિતાના કર્મો છે. રાજાએ પિતાના નગરમાં જાહેરાત કરાવી કે મારા મને ભાગ્યદયે એક પુત્ર મળે છે તેને હું દત્તક તરીકે સ્વીકારું છું. પ્રજામાં પણ આનંદ છવાઈ ગયે કે આપણું રાજાને પુત્ર ન હતું તે પુત્ર મળે. ભવિષ્યમાં આપણુ રાજા બનશે. પરમાનંદનું પુણ્ય ઘણું છે એટલે રાજાએ એને દત્તક લીધે ને જાહેરાત કરી તેથી જેમ રાજયમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy