SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ કે સુખે મૃગજળ જેવા છે. જે ચીજોમાં તે સુખના સ્વપ્ના સેવ્યા છે એમાં સ્વયં સુખ સ્વાદ ચખાડવાનું સામર્થ્ય નથી. એવા સુખની પાછળ દેડવાથી શું લાભ છે? કહ્યું છે કે सुखं हि दुखान्यनुभूय शोभते, घनान्धकारे श्चिव दीपदर्शनम् । सुखात्तु यो याति नरो दरिद्रतां धृतः शरीरेण मृतः स जीवति ।। ઘેર અંધકારમાં ઘણીવાર આથડ્યા પછી દીપકનું દર્શન થાય છે ત્યારે કેટલો આનંદ થાય છે. અંધકારનું દુખ વેઠવા પછી પ્રકાશનું સુખ આનંદકારી લાગે છે ને ! એવી જ રીતે દરેક પદાર્થોમાં દુઃખને અનુભવ કર્યા પછીનું સુખ વધુ સુંદર ને સ્વાદિષ્ટ લાગે છે. જે માણસ જંગલમાં રખડતે ફરતે હોય તેને રહેવા ઝુંપડી મળે તો કેટલો આનંદ થાય? ઘર વિના જંગલમાં રખડનાર જે સુખ ભાંગીતૂટી ઝૂંપડીમાં રહીને અનુભવશે એ સુખ સાત માળની મહેલાતેમાં હાલનાર નહિ અનુભવી શકે. ભૂખના દુઃખ વેઠનાર લૂખાસૂકા રોટલામાં જે સ્વાદ મેળવશે એ સ્વાદ બત્રીસ પ્રકારના પકવાન અને તેત્રીસ પ્રકારના ફરસાણ, શાક, અથાણું, પાપડ ને ચટણી ખાનારો નહિ માણી શકે. જંગલમાં ઉનાળાની ગરમીથી આકુળ વ્યાકુળ બનેલે, તરસથી તરફડતે માનવી નવશેકા પાણીમાં જે શીતળતા અનુભવશે તેવી શીતળતા તરસ વિના કીજમાં ઠંડા પાણી પીનારો કે કટના રસ પીનારે નહિ અનુભવી શકે, કારણ કે દુઃખની માત્રા પ્રમાણે ભૌતિક સુખની યાત્રા આગળ વધે છે. દેવાનુપ્રિયે! તમે જે સુખને માટે રાત દિવસ મહેનત કરીને મરી રહ્યા છે તે તમારું સંસારનું સુખ કહે છે. હે માનવ ! તમારે મારા સ્વાદની મઝા વધુ માણવી હોય તે તમે દુઃખ વધારે વેઠે. દા. ત., ઉનાળાના સખત તડકામાં ચાલીને આવે ને ખૂબ તરસ્યા થાવ ત્યારે નવશેકું પાણી પીએ તે પણ ઠડુ હિમ જેવું લાગે છે કે નહિ ? ખરેખર ભૂખના દુઃખ વેઠયા બાદ સૂકા રોટલાની પણ મીઠાશ વિશેષ માણી શકાય છે. નિરાધાર બનીને જંગલમાં રખડયા બાદ મકાનની મનહરતા વિશેષ અનુભવી શકાય છે. જેમ દુઃખ વધારે ભેગવશે તેમ સુખને સ્વાદ વધારે માણી શકશે. આપણે ઉપર જે લેક કહ્યો તેમાં “દુકાન” બહુવચન છે. “સુ” એકવચન છે. એ પણ આપણને એક મહત્ત્વની વાત સમજાવે છે કે અગણિત દુઃખ સહન કર્યા પછી એક સુખને સ્વાદ માણી શકાય છે. દુખે ધણુ અને તેને સહન કરવાને કાળ ઘણે, જ્યારે સુખ તે માત્ર એક જ અને એને સ્વાદ માણવાને સમય બહુ અલ્પ. આ બંનેને સરવાળો કરશે તે તમને સમજાશે કે જેટલું દુઃખ સહન કર્યું તેનું પૂરું વળતર પણ ભૌતિક સુખ આપી શકતું નથી. કેવી રીતે? સાંભળો. એક કલાક સુધી તરસનું દુઃખ સહન કર્યું પણ બે ગ્લાસ પાણી પીતાંની સાથે તૃપ્તિનું સુખ પૂર્ણ થઈ ગયું. બે ગ્લાસ પાણી પીતાં કેટલે સમય લાગે ? ધીમે ધીમે પીએ તે પણ વધુમાં વધુ બે મિનિટ થાય. હવે તમે જ વિચાર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy