________________
શ્રી પ્રીતમલાલ મોહનલાલ દફતરી
કમે શુરા અને ધર્મે શુરા એ મુજબ કર્મની જેમજ આપે ધર્મને પણ જીવનમાં સેવ્યાં. આજીવન “ બ્રહ્મચર્ય' ''નુ વ્રત અંગીકાર કરી આપે અમને ધર્મ અને સંયમના રાહ બતાવ્યા. સાધુ સાધ્વીજીએ પ્રત્યેની આપની અપાર લાગણી તથા સામાજિક અને માનવતાના ક્ષેત્રે આપતું પ્રદાન અમને અમારા જેવાં અનેકને પ્રેરણાં રૂપ છે. પ્રમાણિકત્તા, તપ, દાન, કરકસર, સંયમ અને સચ્ચાઈના આ ઉચ્ચ સસ્કાર અમારામાં રેડયાં તેના માટે અમે આપનું ઋણ કદી નહી ચુકવી શકીએ. આ ગુણાનું જતન અને જીવનભર કરી આપવાનું ઋણ યત િચત પણ અદા કરવાની ક્રોશિષ કરીશું.
આપના દાખવેલ રાહુ ઉપરથી અમે કદિ ચલિત ન થઈએ એવી વીર પ્રભુને પ્રાર્થના.
. સૌ. કુસુમઐન પ્રીતમલાલ તરી
દેશ પણ જે માતૃવાત્સહ્યને ઝ ંખતા હોય છે એવી માના ગુણગાન ગાવા એટલે તરણાવી સમુદ્ર તરવા. ખરેખર, મા અમારા ઉપરના તમારા અગણિત ઉપકારનુ ઋણ અમે કંઇ રીતે અા કરીશુ ?
તમારા ગુણા જેવા કે કરકસર, સંયમ, સહનશીલતા વી. અમારામાં ઊંડી છાપ પડી છે. વળી સેાનામાં સુગંધ જેવું બ્રહ્મચર્ય વ્રત, જેના ખી તમે અમારામાં વાગ્યા છે. તે જરૂર વૃક્ષ થઈ પેાગરશે.
ફૂલોની પથારીમાં ઉછરેલા તમે કાંટા ઉપર પણ હસતાં હસતાં ચાલી આજે અમારા માટે ફૂલેાજ પાથર્યા છે.
મા તમારી મીડી છાયામાં અમે સૌ સંપથી આનંદથી જીવીએ અને કાયમ તમારી ખૂબ સેવા કરીએ તેવા આશીવાદ વીર પ્રભુ પાસે માગીએ છીએ.
લી.
આપને આજ્ઞા કત પરિવાર નિર્મલ - જયેશ, સૌરભ – સાનલ અંજના – ચેતના, સિદ્યાર્થી ત્થા આદિત્ય