SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જિનસેનાએ રસ્તવતીને આપેલે જવાબ” -જેની હાડહાડમાં ધર્મને રંગ હોય, જિનેશ્વર પ્રભુના વચનમાં જેને અનન્ય શ્રદ્ધા હોય તેને આવા શબ્દો કેવા લાગે? એને રત્નાવતીના શબ્દો ઝાળ જેવા લાગ્યા. એ જિનસેના પિતાનું કેઈ અપમાન કરે તે સહન કરી લે પણ પિતાના દેવ-ગુરૂ અને ધર્મનું કઈ અપમાન કરે તે સહન કરવા તૈયાર ન હતી. દિલમાં દુઃખ થયું પણ એણે વિચાર કર્યો કે આ નવતીમાં ધર્મના બિલકુલ સંસકાર નથી. અજ્ઞાન છે તેથી આવા શબ્દો બોલે છે, પણ હું તેને શાંતિથી સમજાવું. જે એ સમજશે ને મારી જેમ ધર્મના માર્ગે વળી જશે તે મને પણ મહાન લાભ થશે. એમ વિચાર કરીને જિનસેના પ્રેમથી રત્નાવતીને કહે છે, બહેન ! એવું તું શા માટે બેલે છે? ધર્મ જેવી અમૂલ્ય વસ્તુ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આપણને મળે છે. ધર્મથી મનુષ્ય ભવસાગર તરી જાય છે. ધર્મ દ્વારા મનુષ્ય ઈચ્છિત સુખને પ્રાપ્ત કરી શકે છે અને ધર્મ દ્વારા જીવ કર્મોના બંધન કાપીને મેક્ષના મહાન સુખ પ્રાપ્ત કરી શકે છે. માટે બહેન ! તું આવા પવિત્ર ધર્મની નિંદા ન કરીશ ધર્મના નિંદા કરવાથી મહામહનીય કર્મ બંધાય છે, અને તું કહે છે ને કે તમે ભેગ ભેળવીને માનવજન્મને સફળ બનાવે, પણ સાંભળ, જોગ એ રેગનું ઘર છે, અને આવા ભંગ તે મારા અને તારા જીવે ભભવમાં અનંતી વખત ભગવ્યા છે. પશુઓ પણ ભંગ તે ભગવે છે. એમાં માનવજીવનની વિશેષતા શું? ભેગમાંથી ત્યાગ તરફ જવું તે માનવભવની વિશેષતા છે. વિષય ભેગમાં અત્યંત આસકત બનનાર જ ગાઢ કર્મોને બંધ બાંધે છે, અને નરક તિર્યંચ જેવી અશુભ ગતિઓમાં એના કર્મો ભેગવવા ભટકવું પડે છે. મારા ગુરૂઓ ભલે મેલાઘેલા કપડા પહેરતા હોય, ઉપરથી સ્નાન ન કરતા હોય પણ એમનો આત્મા તે પવિત્ર હોય છે. એમને સંસારના કેઈ બંધન હોતા નથી. જ્યારે અન્ય ધર્મમાં જેશે તે તેમના ધર્મગુરૂઓ સરાગી હોય છે. તેઓ પાસે પૈસા આદિ પરિગ્રહ રાખે છે. સ્ત્રીને સંગ કરે છે. આવા ધર્મગુરૂઓ પિતે તરી શક્તા નથી. તેમને શરણે જનારને પણ તારી શક્તા નથી; પણ મારા ધર્મગુરૂ તે નિગ્રંથ છે. તેઓ પિતે તરે છે ને તેમના શરણે જનારને પણ મોક્ષને માર્ગ બતાવે છે. માટે તું પહેલાં ધર્મનું જાણપણું કરે તે તેને સત્ય વાત સમજાય. સાંભળ બહેન ! મારા તારણહાર ગુરૂની મારી પાસે નિંદા કરીશ નહીં. મારાથી આ સહન થતું નથી. છે કાસળ કાઢવાનો રસ્તો શોધતી રત્નાવતી:- દેવાનુપ્રિય! પવિત્ર આત્માએ બિીજાને સમજાવવા કેટલું સહન કરે છે ! જિનસેનાએ રત્નાવતીને ધર્મ સમજાવવા માટે આ બધું કહ્યું પણ ભારે કમી જીવને આ બધું કયાંથી રૂ? જેને સન્નિપાતને રેગ થયેલ હોય તેને દૂધમાં પતાસું કે સાકર નાંખીને આપે તે એને સન્નિપાત વધી જાય ને?
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy