SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૧૧” મળતું નથી. કેટલે ત્રાસ વધી રહ્યો છે! અસલના રાજાઓના રાજ્યમાં પ્રજાજનોને કેટલું સુખ, શાંતિ અને નિર્ભયતા હતી. તેને બદલે આજે તે જ્યાં જુઓ ત્યાં ભય, દુઃખ અને અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. પ્રતાપી જયમંગલ રાજાની છત્રછાયામાં પ્રજા શાંતિથી વસતી હતી. ટૂંકમાં પ્રજાને કોઈ જાતને ભય, ત્રાસ કે દુખ ન હતું. આ રાજાને જિનસેના નામની ઈન્દ્રાણી જેવી સૌદર્યવતી, સદગુણી, સુશીવ અને પતિવ્રતા મહારાણી હતી. જૈન ધર્મ પર શ્રદ્ધા રખત, કરતી નિત્ય સમાઈ, દાન પુણ્ય પૌષધ ભી કરતી, કરતી પુણ્ય કમાઈ હે-શ્રોતા. જિનસેના રાણી પણ જે ધર્મની અનુરાગી હતી. એની રગેરગમાં જિનેશ્વર પ્રભુના વચનોની શ્રદ્ધા હતી. એટલે તે દરરોજ સવાર સાંજ સામાયિક પ્રતિકમણ કરતી. આઠમરાખી પૌષધ કરતી. સૂત્રનું વાંચન કરતી, સંતમુનિરાજ પધારે તે તેમના દર્શન કરવા, વ્યાખ્યાન-વાણી સાંભળવા જતી, સુપાત્રે દાન દેતી. આમ તે રાજા ધમીંઠ જ હતા પણ ૨ % કરતાં રાણીની શ્રદ્ધા વિશેષ હતી. પુણ્યને ઉદય હોય તે આવી ધમષ્ઠ પત્નીને ગ મળે છે. બંને પાત્રો સરખા હેય તે જીવન જીવવાને આનંદ માણી શકાય છે. ઘર શોભાવનારી કે ખરેખર, પતિ ગમે તે સારો હોય પણ ઘરને શોભાવતારી ગૃહીણી જે સારી ન હોય તે જીસવાની મઝા મારી જાય છે. આદર્શ ગૃહિણી તે એના પતિને કહી દે કે નાથ ! તમે એ કમાશે તે ઓછામાં હું ઘર નભાવીશ પણ પાપ વધે તેવા ધંધા કરશે નહિ, અને જેટલું કમાઈએ છીએ તેમાંથી સે રૂપિયે એક રૂપિએ તે દાનમાં વાપરો. અત્યારે સુખી છીએ તે પૂર્વે કરેલા દાનધર્મનું ફળ છે. આત્મા માટે ધર્મ તે અવશ્ય કરવું જોઈએ. એમ સમજાવીને ધર્મના માર્ગે વાળે પણ જે મેહના કાદવમાં પતિને ખેંચાવી દે તે ઘર શોભાવતી નથી. દાન દેવાની જાગેલી ભાવના જિનાલેના રાણી મંગલ રાજાને કહે છે નાથ ! આપણા મહાન પુણ્યનો ઉદય છે એટલે આપ પ્રજા પાસેથી કઈ જાતને ટેકસ પણ લેતા નથી, છતાં ભંડાર લમીથી છલકાયેલાં જ રહે છે. તે જે આપની આજ્ઞા હોય તે મારી ઈચ્છા એવી છે કે રેજ સવારના પ્રહરમાં બે ઘડી ગરીબોને દાન દઉં. રાજાએ કહ્યું : મહારાણી ! તમારી જેમ ઈચ્છા હોય તેમ કરે. ધર્મના કાર્યમાં મારી કઈ રૂકાવટ નથી. કારણ કે જે પોતે ધમી હોય તે ધર્મના કાર્યમાં રૂકાવટ કરે નહિ, રાણીના સહવાસથી તે રાજાને જૈન ધર્મ પ્રત્યે અત્યંત શ્રદ્ધા વધી હતી. તેથી મહારાજાની જેટલી હદમાં અણુ વર્તાતી હતી ત્યાં દરેક જગ્યાએ હિંસા કરવાની મનાઈ હતી. જે જીવોની હિંસા કરે તેને આકરે દંડ કરતા હતા. મહારાજાની આજ્ઞા થવાથી જિનસેના રાણી રોજ ઉગતા પ્રભાતમાં બે ઘડી સુધી દાન દેતી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy