SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાસ ન મળી ત્યારે કેવળી ભગવાન પધાર્યા છે તેમને પ્રશ્ન પૂછ્યું કે રાણી કયાં ગઈ હશે! ત્યારે ભગવાને કહ્યું હે રાજન ભદ્રારાણીને સુમિત્રકુમારને ઝેર આપ્યા પછી એ વિચાર આવ્યું કે હવે હું અહીં રહીશ તે પકડાઈ જઈશ, અને રાજા મને મારી નાંખશે, એટલે તરત ત્યાંથી ભાગીને જંગલમાં ગઈ. ત્યાં તેને ચોર મળે ને તેના દાગીના વિગેરે લૂંટી લીધા. ચોરેએ વિચાર કર્યો કે આ સ્ત્રી રૂપાળી છે એટલે એને વેચી દઈએ તે સારા પૈસા મળશે. એમ સમજીને ભીલના સરદાર પાસે લઈ ગયા. ભલેના સરદારે એને ડે સમય પિતાને ત્યાં રાખીને એક વાણિયાને ત્યાં વેચી. વાણિયાને ત્યાં શાંતિ ન વળી એટલે એક દિવસ લાગ જોઈને નાસી છૂટી. ચાલતી ચાલતી તે જંગલમાં ગઈ તે તેના દુર્ભાગ્યે ત્યાં ભયંકર દાવાનળ લાગે. એટલે એ દાવાનળમાં ભડથાની જેમ બળીને ખાખ થઈ ગઈને ત્યાંથી મરીને પહેલી નરકમાં ગઈ છે. તે નરકના દુખે ભેળવીને એક ચંડાળની બીજી પત્ની થશે. જ્યારે તે ગર્ભવંતી થશે ત્યારે તેની શકય ઈષ્યના કારણે તેને છરી વડે મારી નાંખશે, અને તે મરીને ત્રીજી નરકે જશે, ત્યથી મરીને તિયચ થશે. આવી રીતે તે ભભવ અથડાશે. આ પ્રમાણે કેવળી ભગવતે કહ્યું. રાજા સુનકે જન્મ મરણુકી, હૃદય બહુત કપાયા, કહે સુમિત્ર કષ્ટ મુઝ કારણ, માતાને યહ પાયા ભદ્વારાણીની વાત સાંભળીને રાજાનું હૃદય કંપી ઉઠયું. અહે! રાણીની આ દશા થઈ દુખેથી ભરેલા સંસાર ઉપરથી રાજાનું મન ઉઠી ગયું અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સુગ્રીવ રાજાએ સુયશ કેવલી ભગવંતની સમક્ષ પુત્રને કહ્યું, બેટા! આ બધી વાતે સાંભળીને હવે મારું મન સંસાર ઉપરથી ઊઠી ગયું છે. મને સંસાર ભડભડત દાવાનળ લાગે છે. માટે તું રાજ્ય સંભાળજે. હું તે આ ભગવાન પાસે દીક્ષા લઈશ, ત્યારે સુમિત્રે કહ્યું, પિતાજી! મારી માતાના ભવભ્રમણનું કારણ તે હું જ બન્યું ને! મને ઝેર આપ્યું તે એને નરકે જવું પડયું ને? માટે મને દીક્ષા લેવા દે, ત્યારે રાજાએ કહ્યું, બેટા ! તું તે હજુ નાનું છે. મારે દીક્ષા લેવાને સમય આવી ગયો છે. રાજાને સંસારની અસારતા સમજાણી છે તેથી તે દીક્ષા લેવા તૈયાર થયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૦ શ્રાવણ સુદ ૨ ને શનીવાર તા. ૫-૮-૭૮ અનંત ઉપકારી, શાસનનાયક, ચરમ તીર્થકર ભગવાને ફરમાન કર્યું કે જીવાત્માને આ સંસારમાં રખડાવનાર અને મેક્ષમાં જતા રૂકાવટ કરનાર કઈ હોય તે તે મોહનીય ફર્મ છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ રાજા છે ને બાકીના સાત કર્યો પ્રજા છે, તે સાત
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy