________________
શારદા સુવાસ
વ્યાખ્યાન નં ૧૯ . શ્રાવણ સુદ ૧ ને શુક્રવાર
- તા. ૪-૮-૭૮ અનંતજ્ઞાની, ત્રિકાળદશી, ઉપકારી ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય છે! માયા અને મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનાર બંધને છે. એ બંધનોને તેડવાની જયાં સુધી જીવમાં ભાવના જાગતી નથી ત્યાં સુધી પરવશપણે તે મોહની ગુલામી ક્ય કરે છે. જેના પ્રત્યે જીવ માયા અને મમતા કરે છે તે બધું ક્ષણભંગુર છે. છતાં માનવી તેમાં અમૂલ્ય જીવનને વેડફયા કરે છે. તે પણ તેને દિલમાં અફસેસ હોતે નથી, કારણ કે તેને આત્માની પિછાણુ થઈ નથી.
જે માનવીના હૃદયમાં ભૌતિક સંપત્તિ, સત્તા અને સંસાર પ્રત્યેને રાગ છે ત્યાં સુધી તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે. તે ભૌતિક પદાર્થો મેળવવામાં અને તેને ભોગવવામાં પિતાના જીવનને કૃતકૃત્ય માને છે, પણ એ નથી જાણ છે કે આ બધું નાશવંત અને અસ્થાયી છે. તેને મેહ અંતે વિષાદ કરાવશે. ઝાકળના બિંદુઓ પાણીદાર મતીની જેમ ભલે ચમકતા હોય પણ તેને પરોવીને ગળામાં માળા પહેરી શકાતી નથી. ગમે તેટલા ઝાકળના બિંદુઓ એકઠા કરવામાં આવે પણ તેનાથી તૃષા છીપાવી શકતી નથી, તેવી રીતે સંસારિક પદાર્થોથી મળતા સુખે ગમે તેટલા લેભાવનારા હેય પણ તેનાથી કરી શાશ્વત સુખ કે આનંદ મળતા નથી. અશાશ્વત ચીજના ઉપગથી મળતું સુખ અલ્પજીવી હોય છે. તેથી જ્ઞાની કહે છે તેવા સુખનું એક જ બિંદુ દુઃખના સિધુને મૂકી જાય છે.
સર્વ સંસારિક ચીજો અનિત્ય છે. તે વહેલી કે મેડી એક દિવસ છોડવાની છે. એવી ચીજના વિગ વખતે વિષાદ અનુભવ તે પાગલતાનું લક્ષણ છે. સંયોગ અને વિયોગ સમયે સમાનભાવ રાખે એ સાચા અવનવીરને મહામૂલે આદર્શ છે. અશાશ્વત ચીજને મેહ એ માનવીની મોટામાં મોટી અજ્ઞાનતા છે. અપ્રાપ્યને પ્રાપ્ત કરવાની ઝંખનામાં જીવનને વ્યર્થ ગુમાવી દેવું તે જીવનું ગાંડપણ જ છે ને ? એક દિવસ તે આ બંધું ત્યાગવાનું છે. એવી દઢ શ્રદ્ધા જેના મનમાં હોય છે તેને પાછળથી દુઃખ અનુભવવું પડતું નથી. આવી અવસ્થા તે જીવનની ધન્ય અવસ્થા છે. એક કવિએ પણ કહ્યું છે કે- “મોહ માયાને કરનારા....જરા જેને વિચારી તારી કાયા...”
આ પદ ખૂબ વિચારવા જેવું છે. આપણને જેના ઉપર અત્યંત રાગ છે એ કાયાને પણ એક દિવસ છોડવાની છે. શ્રીમંત હોય, ગરીબ હોય કે મોટા ચમરબંધી હોય પણ. આયુષ્ય પૂર્ણ થતાં એક દિસવ સૌ કોઈને જવું પડે છે. આ ઘડિયાળ પણ કટકટ કરીને આપણને સમજાવે છે કે હે માનવ! તારા જીવનની દોરી પણ ક્ષણે ક્ષણે કટકટ કરતી.