SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જુઓ આ માતાપિતાની સેવા કરનારે શ્રવણ આવ્યો. એની માતા પૈસા માટે તલસી રહી હતી, અને માટે વલખા મારી રહી હતી અને આ બાદશાહ શહેરમાં એની મલ્લિકા અને શાહજાદા સાથે અમનચમન ઉડાવી રહ્યો હતો. હવે માતા પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવવા આવ્યું છે. લેકેના શબ્દો છાતીમાં તીરની જેમ ભેંકાઈ જવા લાગ્યા. હવે એને એની ભૂલનું ભાન થયું કે મેં મારા મા-બાપની જીવતા ખબર ન લીધી, ત્યારે બધા મને કહે છે ને ! ધિક્કાર છે મને! આના કરતાં હું પથ્થર પાયે હેત તે સારું થાત. એમણે મારે માટે કેટલું દુઃખ સહન કર્યું ને મેં એમને માટે શું કર્યું? આ રીતે પિતાને ભૂતકાળ નજર સમક્ષ ખડો થઈ ગયે. એને પિતાની ભૂલને ભારે પશ્ચાતાપ થયે. તે બેભાન થઈને ભોંય પડયે પણ કેઈ એની સામું જોતું નથી. માતાનો અંતિમ સંદેશે- છેવટે ભાન આવતાં એની માતાની ઝુંપડીની બાજુમાં રહેલા એક વૃદ્ધ ડોશીમાની પાસે જઈને પૂછ્યું, હે માજી! મારી માતાએ મને કહેવા માટે કંઈ અંતિમ સંદેશ આપે છે? ત્યારે કહે છે હા.....એણે મરતાં મરતાં કહ્યું છે કે મારે દીકરે મારા મરણ પહેલાં ન આવી શકે તે તમે મારા વ્હાલસોયા દીકરાને કહેજે કે તારી માતાએ તને, તારી વહુને અને પૌત્રોને એવા અંતરના આશીર્વાદ આપ્યા છે કે “તારા માતાપિતા જેવી વસમી વૃદ્ધાવસ્થા તને ન સાંપડશે, પણ જિંદગીના અંત સુધી તને તારા સંતાનનું સુખ સાંપડજે.” માતાને આ અંતિમ સંદેશે સાંભળીને પુત્રનું હદય ઘવાઈ ગયું. અહ! તે માતાની ખબર ન લીધી પણ એણે મને કેવા આશીર્વાદ આપ્યા છે! ધિક્કાર છે આ પાપી પુત્રને! કે પિતાજી મારે ઘેર આવ્યા, રડયા, ગુય છતાં તેમને દાદ ન દીધી. એ આઘાતમાં એમણે પ્રાણ ગુમાવ્યા ને મા પણ મને મળવાની ઝંખના કરતી ચાલી ગઈ. હવે દીકરે મહિનાઓ સુધી પશ્ચાતાપની પાવક જવાળામાં સળગતે જ રહ્યો, અને એને સત્યનું દર્શન થતાં ભાન થયું કે જે સંતને પિતાના માતા-પિતાની સેવા નથી કરતા એમને પ્રાયશ્ચિતમાં પિતાના સંતાનની સેવા સ્વીકારવાનો પણ કાંઈ અધિકાર નથી. આ સત્યને સાક્ષાત્કાર થતાં એણે પ્રતિજ્ઞા કરી કે મારું સર્વસ્વ સમપ દઈને પણ હું મારા સંતાનોને ઉચ્ચતમ શિક્ષણ અપાવીશ. પણ હું મારા એક પણ સંતાનની સેવાને સ્વીકાર કદી નહિ કરું. આપણે ચિત્રગતિ અને રનવતીની વાત ચાલે છે. એમને સબંધ કેવી રીતે બંધાશે. તેના અનુસંધાનમાં વચમાં શું ઘટના બને છે તે સાંભળો. તે સમયમાં ભરતક્ષેત્રમાં ચકપુર નગરમાં સુગ્રીવ નામના રાજા હતા. તેમને બે રાણી હતી. એકનું નામ યશવંતી અને બીજીનું નામ ભદ્રા હતું. યશવંતીને સુમિત્ર નામે પુત્ર હતું ને પ્રિયદર્શના નામે પુત્રી હતી, અને ભદ્રાને પદ્મ નામે એક પુત્ર હતું. સુમિત્ર અને પદમ એક જ પિતાના સંતાને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy