SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શારદા સુવાસ આપણે તેમ-રાજુલને પૂર્વભવની વાત ચાલે છે. ધનકુમાર અને ધનવંતી બને જણાએ મુનિચંદ્ર મુનિની સેવા કરી અને તેમને માર્ગ બતાવ્યું, ત્યારે મુનિએ તેમને મેક્ષને માર્ગ શ્રાવક ધર્મ સમજાવ્યો એટલે તેમણે બંનેએ મુનિ પાસે બાર વ્રત અંગીકાર કર્યા. ભગવાને સાધુ અને શ્રાવક એ બે પ્રકારે ધર્મ બતાવ્યું છે. તમે જે સાધુ ન બની શકે તે શ્રાવકના બાર વ્રત તે અંગીકાર કરે. બાર વ્રત અંગીકાર કરવામાં કંઈ બધે ત્યાગ કરવાનું નથી. તમારે તમારા જીવનની જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં જેટલી ચીજો વાપરે છે તેમની મર્યાદા કરવાની છે, અને જેને કદી વાપરતા જ નથી તેના પચ્ચખાણ કરવાના છે. જેથી પાપની ક્રિયા આવતી બંધ થાય. આ દેહને સાર શું છે? તે જાણે છે ? તે સારો વ્રત પાળે ના બત નિયમ ધારણ કરવા તે દેહનો સાર છે. હેડીને જે શઢ ન હોય તે ગમે તે દિશામાં ચાલી જાય છે પણ જે શઢ હોય તે જે દિશામાં લઈ જવી હેય તે દિશામાં લઈ જવાય છે. તે રીતે આ દેહ રૂપી નૌકાને સામે કિનારે લઈ જવા માટે વ્રત-નિયમ રૂપી શઢની જરૂર છે. ગત વિનાનું જીવન શઢ વિનાની નૌકા જેવું, અંકુશ વિનાના હાથી જેવું અને બ્રેક વિનાની ગાડી જેવું છે. ગત વિના જીવન રૂપી નૌકા કઈ દિશામાં ચાલી જશે તેની ખબર નહિ પડે. માટે બને તેટલા બત-નિયમમાં આવે. ધનકુમાર અને ધનવંતીએ પિતાના જીવનમાં વ્રતરૂપી બ્રેક લગાવી દીધી. બંને જણા સુંદર રીતે શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યા. હવે ધનકુમારના પિતા વિક્રમધન રાજા કહે-બેટા ! આ જિંદગીને હવે ભરેસે નથી. માટે તું રાજ્ય સંભાળ તે હું મારા આત્મશ્રેય માટે નિવૃત્તિમય જીવન ગાળું અને બને તેટલે આશ્રવ છોડી સંવર કરું. કારણ કે હવે હું ચારિત્ર અંગીકાર કરી શકે તેવી મારી શક્તિ નથી. તેથી શુભ દિવસે ધનકુમારને રાજતિલક કરી પોતે ધર્મમય જીવન ગાળવા લાગ્યા. થોડા સમય બાદ રાજા-રાણું સ્વર્ગવાસ પામ્યા. આ તરફ ધનકુમાર પોતાની માફક અચલપુરના રાજ્યનું ન્યાય નીતિપૂર્વક પાલન કરવા લાગ્યા. તેથી પ્રજાને પ્રેમ ખૂબ સંપાદન કર્યો. સમય જતાં ધનવંતીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જયંત પાડવામાં આવ્યું. ધનકુમાર રાજાને ત્યાં કેઈ સુખની ઉણપ ન હતી. તેઓ બંને સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા. કેવળ ભગવાનના આગમનથી ધનકુમારને જાગેલે વૈરાગ્ય" - એક વખત ધનકુમાર રાજા અને ધનવંતી રાણું ધર્મચર્ચા કરી રહ્યા છે. તે વખતે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે હે મહારાજા ! શ્રી વસુંધર કેવળી ભગવાન બહારના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાંભળીને ધનરાજા અને ધનવંતી રાણીના આનંદનો પાર ન રહ્યો. બંને જણ કેવળી ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા. બંને ધર્મ પ્રત્યે લાગણીવાળા તે હતા. તેમાં કેવળી ભગવાનની વૈરાગ્યભરી દેશના સાંભળીને બંને આત્માએ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમને સંસાર અસાર લાગે. એ આત્માઓ કેવા પવિત્ર હશે! એક જ વાર દેશના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy