SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧મ શારહા સુવાસ સંસાર અસાર છે. અનંત દુઃખમય છે, મેક્ષ અનંત સુખમય છે. તેનું કારણ સાધુપણું છે, અને તે આ મનુષ્ય જન્મમાં પામી શકાય તેમ છે. ઋષભદેવ ભગવાનને અમૂલ્ય ઉપદેશ સાંભળીને અઠ્ઠાણુ ભાઈઓ વૈરાગ્ય પામી ગયા, અને સંયમ લઈને સુંદર આરાધના કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી આત્માના સુખરૂપ સાચી શાંતિના ભોક્તા બન્યા. અઠ્ઠાણુ ભાઈઓએ દીક્ષા લીધી. હવે બાકી રહ્યા બાહુબલી બાહુબલીને આત્મ રણકાર” – ભલે, એ ચક્રવતિ ન હતા પણ બળવાન ઘણુ હતા. તેમણે ભારત સામે યુદ્ધ કર્યું. ઘણી જાતના યુદ્ધ કર્યા પણ બેમાંથી કેઈ હાર્યા નહિ ને કોઈ જીત્યા નહિ. ભરતે બાહુબલિ ઉપર ચક છેડયું એટલે ભરતને મારવા બાહુબલિએ મુઠ્ઠી ઉગામી પણ અંતરાત્મા જાગી ઉઠયે. અને વિચાર કર્યો. અહે! આ મુઠ્ઠી કોને મારવા માટે ? આ યુદ્ધ કેના કુળમાં આ મુઠ્ઠીથી મોટાભાઈને મારું તે ઈતિહાસમાં શું લખાશે? રાજ્યના ટુકડા માટે નાનાભાઈએ મોટાભાઈને માર્યો. એવું કાળા અક્ષરે લખશે. અષભદેવ પ્રભુના બે દીકરા લડયા. અરે, મોટાભાઈ પિતાતુલ્ય ગણાય ને! તેમને પૂજવાને બદલે હું તેમને મારવા જાઉં ? બંધુઓ ! સાંભળજે એ જ ભરત અને એ જ બાહુબલિજી છે પણ દષ્ટિ પટાતા કે ફરક પડી ગયે! હવે મટાભાઈને મારવા નથી ને રાજ્ય જોઈતું નથી પણ મુઠ્ઠી ઉગામી છે તેનું શું થાય? હવે તે ઉગામેલી મુઠ્ઠી મારા મસ્તકે લગાડી લેચ કરીને ચારિત્ર લેવું તે જ મારા માટે શ્રેયકર છે. કેવું નિર્મળ આત્મદર્શન! કેવું સાત્વિક દર્શન! એ ઉગામેલી મુઠીથી લેચ કરીને ત્યાંને ત્યાં જ સાધુ બની ગયા. “ પશ્ચાતાપથી આંસુ સારતા ભરત” :- ત્યારે ભરતજી પણ પશ્ચાતાપ કરે છે કે હે ! આ રાજલક્ષમી એ તે ભવ વૃક્ષનું બીજ છે. એવું જે સમજતા નથી. એ તે અધમ છે, અને સમજવા છતાં પણ એને વળગી રહેનારે હું તે અધમાધમ છું કે મારા પિતાજી અને મારા નવાણુ ભાઈ એ જે રાજ્યસુખને લાત મારીને ચાલી નીકળ્યા ને હું પડે રહ્યો! મારા નાના ભાઈએ મારાથી મહાન બની ગયા ને હું રહી ગયે. એ ભરતજીને ખૂબ પશ્ચાતાપ થય ને આંખમાં આંસુ આવી ગયા. બધા ભાઇઓ રાજ્યસુખને ત્યાગ કરીને સંયમના માર્ગે ગયા ત્યારથી ભરતજી છ ખંડનું રાજ્ય ચલાવવા છતાં તેમાં અનાસક્ત ભાવે રહેતા હતા. તેથી જ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ને? પછી તે તેમણે પણ દીક્ષા લીધી ને મેક્ષમાં ગયા. અષભદેવ ભગવાનને પરિવાર કેટલે ઉજળો હતે. પોતે દીક્ષા લીધી અને સે પુત્રએ પણ દીક્ષા લઈને સાચું સુખ અને શાંતિનું સામ્રાજ્ય મોક્ષ મેળવ્યું. બંધુઓ ! આ ઉપરથી તમને સમજાય છે ને કે વિષયેના ભાગમાં અશાંતિની આગ ભડકે એળે છે તે ત્યાગજો સારી તિઃ દર્શન થાય છે લા અંશે વિશે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy