SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સાહા સુવાસ અવાજ:- ભલે લાંબે ને કાંટાળે માર્ગ હોય પણ અમે તે સલામતીવાળે માર્ગ પસંદ કરીએ.) આ વાત બરાબર છે ને ? તેમ ત્યાગને માર્ગ કાંટાળે છે પણ સલામતીવાળો છે અને સંસારને માર્ગ ભયથી ભરેલું છે. તમે જે સલામતીવાળે માર્ગ પસંદ કર્યો છે તે અમારા માર્ગે આવી જાઓ, તૈયાર છે ને લાઠીયા? (હસાહસ) આ માર્ગે આવવાની વાત તે બાજુમાં રહી પણ હું કહું કે આ ચાતુર્માસના દિવસેમાં ચૌવિહારની પ્રતિજ્ઞા છે. તેમાં છૂટ ન રાખતા. સમજે, ગુલાબનું ફૂલ કાંટામાં વસે છે પણ તેનામાં સુગંધ ઘણું છે. તમને એ ફૂલ બહુ ગમે છે. હવે એ ફૂલ લેવા જતાં કાંટા વાગે, કષ્ટ પડે છતાં ગમે છે તેથી લેવા જવાના ને? હવે બોલે, મુક્તિનું ગુલાબ લેવું હોય તે આ માર્ગમાં કાંટા રૂપી ઉપસર્ગ અને પરિષહ નડે તે તે ગભરાય નહિ ને? એનું મન ડગમગ થાય ખરું? (વાબ:- ના, સાહેબ, ના.) આ તે શૂરવીર અને ધીરના કામ છે. અહીં કાયર કે ડરપકનું કામ નથી. વીતરાગ પ્રભુના સંતે શૂરવીર ને ધીર બનીને નિર્મળ ચારિત્રનું પાલન કરે છે. સાધુનું ચારિત્ર જેટલું વધુ નિર્મળ હોય તેટલી અસર વધુ પડે છે. નિર્મળ ચારિત્રવાન સાધુ પાસે જઈને તમે બેસે, એ તમને ઉપદેશ આપે કે ન આપે પણ તેની અસર તમારા જીવનમાં થવા માંડશે. જેમ પાણીમાં ફટકડી નાંખવામાં આવે તે મેલ ને પાણી જુદા પડીને પાણી નિર્મળ બની જાય છે તેમ પવિત્ર સંતના સમાગમથી પાપીમાં પાપી જીવ પણ પવિત્ર બની જાય છે. શ્રેણીક મહારાજાના મિથ્યાવરૂપી મેલ જે દૂર કરનાર હેય તે ચારિત્રવાન સંતને પ્રભાવ છે. બંધુઓ! સમ્યકત્વની લહેજત કઈ અલૌકિક છે. શ્રેણક રાજા સમ્યકત્વ પામ્યા પહેલા તેમના આયુષ્યને બંધ પડી ગયે હતું. તેથી તેમને પહેલી નરકે જવું પડયું. તમને થશે કે બંધ એટલે શું? અહીંયા બીજા કોઈ બંધની વાત નથી પણ કર્મબંધની વાત છે. ભગવાને શાસ્ત્રમાં કર્મબંધના ચાર પ્રકાર બતાવ્યા છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશબંધ. જે કર્મને સ્વભાવ તેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. સાકર જેમ પિત્તને હરે છે, સૂઠ વાયુને હરે છે તેમ કઈ કર્મજ્ઞાનને આવરે છે, તે કઈ કર્મ દર્શનને આવરે છે, આ રીતે દરેક કર્મના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. કર્મોની જે કાળમર્યાદા તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. જેમ આઠ કર્મોમાં મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડાકોડી સાગરોપમની છે. જ્ઞાનાવરણીય કર્મની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. આત્માના અધ્યવસાયથી રસ બંધ પડે છે તેને અનુભાગ બંધ કહેવાય છે, અને આત્માના પ્રદેશમાં કર્મવર્ગણાના પુદ્ગલેને સંચય થાય તેને પ્રદેશબંધ કહેવાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ મુખ્યતયા ગબળથી થાય છે. અનુભાગબંધ અને સ્થિતિબંધ કષાયના પરિણામથી થાય છે. તીવ્ર કષાયના પરિણામથી તીવ્ર રસબંધ પડી જાય છે. બંધના ચાર પ્રકારમાં અનુભાગબંધ તીવ્ર ન પડી જાય તે માટે જીવે ખૂબ સજાગ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy