________________
ચાર્થી સાસ.
ઘેાર પીડા ઉપજાવે તેવી મને આંખમાં વેદના થતી હતી. મારી વેદના જોઇને મારા માતા પિતા બધા ત્રાસી ગયા. એમણે મારા રોગ મટાડવા માટે મેાટા મોટા વૈદ્યો, હકીમેા, મંત્રવિદ્યામાં પારંગત આચાયાને લાવીને મારા રોગની ચિકિત્સા કરાવી પણ કઇ રોગ મટાડી શક્યાઃ નહિ, ત્યારે મારા માતાપિતાએ એવી જાહેરાત કરાવી કે જે મારા પુત્રને રોગ મટાડશે તેને અમારી સ` સ`પત્તિ આપી દઇશું. છતાં કોઇ રોગ મટાડી શકયું નહિ, મારી માતા મારી વૈદ્યનાથી શેાકાતુર ખની જતી. મારા નાના માતા ભાઇ-બહેના ખડે પગે મારી સેવા કરતા હતા છતાં કાઈ મને રાગથી મુક્ત કરી શક્યું નહિ. હું રાજન્ ! એ જ મારી અનાથતા છે.
હે રાજન્ ! મારી પત્નીની તે શું વાત કરવી ? એણે મારી પાછળ ભેખ લીધા હતા. ખાવું, પીવુ, સ્નાન-શણગાર વિગેરેના ત્યાગ કરીને મારી પાસે જ બેસી રહેતી હતી. મારી પાસેથી ક્ષણ વાર દૂર જતી ન હતી. તેની આંખમાંથી આંસુ કદી સુકાયા જ નથી. એ સદા મારા રોગ દૂર કરવા માટે પ્રભુને પ્રાથના કરતી હતી. છતાં તે મને રેગથી મુક્ત કરાવી શકી નહિં. આ જ મારી અનાથતા હતી. આ રેગથી કંટાળીને એક દિવસ રાત્રે સૂતા સૂતા મને વિચાર થયા કે મારા માટે આટલુ' આટલું કરવા છતાં મારા રોગ મટાડવા કોઈ સમર્થ નથી. અરે રે....જીવને આવી ઘેર વેદનાએ ભાગવવી પડે છે તે બહુ અસહ્ય છે. જો આ વિપુલ વેદનાથી હું એક વાર મુક્ત થાઉં તેા ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી મનીને શુદ્ધ સંયમ અંગીકાર કરીશ. હે રાજન ! આવા સંકલ્પ કરીને હું સૂઈ ગયા. જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઈ તેમ તેમ મારી વિપુલ વેદના પણુ ક્ષીણ થતી ગઈ.
અતુલ વેદના હેાવાના કારણે હું ઘણા દિવસથી ઊધ્યેય ન હતા તે મને ઉંઘ આવી, સવાર પડી પણ હું જાગ્યેા નહિ ત્યારે મારા માતા-પિતા વિગેરેના મનમાં થયું કે આજે વેદના શાંત થઈ લાગે છે. હું જાગ્યે એટલે ખધા મને વીટળાઈ વળ્યા ને મારી ખખર પૂછવા લાગ્યા. મેં કહ્યું કે મેં એક ખાધા રાખી છે તે ફળી છે, ત્યારે માતા-પિતાભાઈ-બહેન-પત્ની, સ્વજના બધા ખૂખ ઇંતેજારીથી પૂછવા લાગ્યા કે તારી કઈ ખાધા છે? મે' કહ્યું કે આજે રાત્રે મેં' નિશ્ચય કર્યું કે આ વેદનાથી મુક્ત થાઉં તે મારે સયમ લેવા અને મારી વેદના શાંત થઈ, માટે મને સંયમ લેવાની આજ્ઞા આપેા.
મેં જ્યાં દીક્ષાની વાત કરી ત્યાં માતા-પિતા બધા ધ્રુસ્કે રડવા લાગ્યા ને કહેવા લાગ્યા કે બેટા ! માંડ સાજો થયા અને હવે અમને રડતા મૂકીને કયાં ચાલ્યા ? પત્ની તે મારા પગમાં પડીને કહેવા લાગી, નાથ ! મારા સામુ' તા જુએ, પણ હું મારા નિયમમાં દૃઢ રહ્યો ને બધાને સમજાવી ચારિત્ર ગ્રહણ કર્યુ. હવે અનાથમાંથી સનાથ બની ગયા. અનેક પ્રકારથી મુનિએ શ્રેણીક રાજાને સમજાવ્યુ કે અનાથ કાણુ અને સનાથ કાણુ ?
શા. સુ. છ