SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ! શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૮ ને ગુરૂવાર તા. ૨૭-૭-૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, ગેલેકય પ્રકાશક ભગવંતે પરમ પુરૂષાર્થ કરી, આત્મા ઉપરથી કર્મોને કચરાને સાફ કરીને કેવળજ્ઞાનની જોત પ્રગટાવીને જગતના જીને કહ્યું કે હે આત્માઓ! આ માનવજીવનની એંધી ઘડીએ ચાલી જાય છે માટે જીવનની ઘડીને ઓળખો. જીવનની ઘડીને ઓળખી કયારે કહેવાય? જીવ પગલાનંદી મટીને આત્માનંદી બને ત્યારે. તમે સવારથી ઊઠીને કેની સેવા કરે છે? આત્માની કે પુદ્ગલની ? બેલે, તમે બધા મન બેઠા છે એટલે નક્કી થાય છે કે તમે પુદ્ગલના પૂજારી છે. પુદ્ગલને પૂજારી સવારથી ઉઠીને સાંજ સુધી પુદ્ગલની પૂજા કરે છે. સવારે ઉઠીને દાતણ કરવું, સ્નાન કરવું, ચા-પાણી કરવા-આ બધી પુગલની પૂજા છે ને? આજે મોટા ભાગના મનુષ્ય આ રીતે પુગલની પૂજા કર્યા કરે છે. તેમાં જીવનના કિંમતી સમયને વેડફી નાંખે છે. ભક્ત ભગવાનને પિકાર કરીને કહે છે – આ દેહની પૂજામાં, દિનરાત વીતાવું છું, કિંમતી સમય જીવનને રાખમાં મીલાવું છું, અચાનક દેહ મરવાનો, ફરી આત્મા રઝળવાને, પછી મુજને ઉગરવાનો, નથી સંવેગ મળવાને; અધૂરા રહે અભરખા, એવા કદમ ઉઠાવું છું....આ દેહની પૂજામાં... - હે ભગવાન! મારું શું થશે? હું તે આ સંસારમાં એ ગૂંચવાઈ ગયે છું કે મને તારી ભકિન કરવાને સમય જ મળતું નથી. મનની મનમાં રહી જશે ને અચાનક બીસ્ત્રા ઉઠાવવાનો સમય આવી જશે જ્ઞાની કહે છે કે એ વખત આવ્યા પહેલાં ચેતી જજો. જેટલી પુદ્ગલની ચિંતા છે તેટલી આત્માની નથી. તમારે બહારગામ જવાનું હેય ત્યારે અગાઉથી તમારા શ્રીમતીજીને કહી રાખે છે કે મારા માટે બેગ, બી અને માતાને ડબ્બો તૈયાર કરજે. અરે દંતમંજન, હજામત કરવાને સામાન બધું બેગમાં મૂકી દેજે. ભૂલતા નથી (હસાહસ) પણ કઈ એમ કહે છે કે પથરણું, ગુચ્છ ને મુહપત્તિ બેગમાં મૂકજો. કોઈ હળુકર્મી જીવ એમ કહેતે હશે. બાકી તે પથરણા ને ગુચ્છા કયાંય રખડતા હેય. બંધુઓ ! તમે વધુ કંઈને કરી શકો તે ખેર, પણ જૈનકુળમાં જન્મેલા ભાગ્યવાનને દરરોજ એક સામાયિક કરવી એ નિયમ હવે જોઈએ. સામાયિકના સ્વરૂપને જે તમે સમજ્યા હશે તો તમને એમ થશે કે શું એક સામાયિકમાં આટલે બધે લાભ છે? ભગવતીસૂત્રમાં ભગવાને સામાયિકના અર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “બાપા ને સામાઘઆમા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે ને આત્મા એ જ ચારિત્ર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy