________________
શારદા સુવાસ
શબ્દનો અર્થ અનેક છે અને શબ્દના ભાવ અગમ્ય, અકથ્ય અને અવર્ણનીય છે. શબ્દ દ્વારા આપણે આપણું ભાવ અન્યને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને સમજી શકીએ છીએ. સાત નમાં પણ શબ્દ નયનું એક સ્થાન અલગ છે. વ્યાકરણ શાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. પુદ્ગલની આઠ મહાવર્ગણાઓમાં એક સૂમવર્ગણા ભાષાવર્ગણ છે. શબ્દની શક્તિ અદ્દભુત છેમાત્ર એક જ શબ્દ સુખ અને દુઃખની પરંપરા ઉભી કરે છે. એક શબ્દથી શાંત મનુષ્ય ધી બની જાય છે ને કોધી મનુષ્ય શાંત બને છે. શબ્દની અસર અણુબંબન ધડાકા કરતાં પણ વધુ ભયંકર થઈ શકે છે, અને અમૃતના સ્વાદ કરતાં પણ અધિક સુખ, શાંતિ અને આનંદ પણ ઉપજાવી શકે છે. એક શબ્દ ખૂનખાર જંગ ખેલાવે ને લેહીની નદીઓ વહાવે, મહાભારત લખાણું હોય છે કે પ્રભાવ છે? શબ્દને ને ?
પાંડેની કરામતમાં દુર્યોધનની મૂંઝવણ પાંડેએ દેવવિમાન જે સુંદર મહેલ બાંધ્યું. તે જોવા માટે દુર્યોધનને આમંત્રણ આપેલ તેથી તે જોવા આવ્યું. એ મહેલમાં ખૂબ સુંદર રચના કરી હતી. તેમાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે જ્યાં દરવાજો ન હોય ત્યાં દરવાજો દેખાય. પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન મહેલમાં આવ્યો એટલે જ્યાં દરવાજે ન હતું ત્યાં દરવાજે માનીને દાખલ થવા ગયે તે માથું અથડાયું.
એક વચને મહાભારત ઉભું કર્યું” આથી દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યા કે “આંધળાના આંધળા જ હેય." આટલા શબ્દોથી દુર્મતિ એવા દુર્યોધનના હદયમાં ઝેરના બીજ વવાઈ ગયા. ત્યારથી એણે ગાંઠ વાળી કે ગમે તેમ કરીને મારે આ વૈરને બદલે લે છે. પરિણામે ભયંકર યુદ્ધ ખેલાયા. આ મહાભારતની વાત થઈ. રામાયણને પણ આ જ પ્રસંગ છે. એ તમે જાણે છે ને? જ્યારે અયોધ્યામાં શમના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી. શરણાઈના સૂર સારી અધ્યામાં ગુંજી રહ્યા હતા. દશરથ રાજા અને પ્રજાના અંતરમાં આનંદ સમાતો ન હતો. એ સમયે કૈકેયીએ વચનનું લેણું હતું તે વચન દશરથ રાજા પાસે માગ્યું, કે “રામને વનવાસ અને ભરતને ગાદી.” કૈકેયીરાણીના આટલા જ શબ્દ સારી અધ્યા નગરી શોકસાગરમાં ડૂબી ગઈ. આ પણ વચનના કારણે જ ને? આટલા માટે કહ્યું છે સજજન અને દુર્જનના વચનમાં અંતર છે. સજજન પુરૂષનું વચન દુઃખ રૂપી અગ્નિથી જલતા હૃદયને ઠારે છે ને દુર્જનનું એક વચન શાંતિના સદનમાં મહાલતા જીવેના સંસારમાં દાવાનળ લગાડી દે છે.
આ જ એક પ્રસંગ મહાવીર પ્રભુના જીવનને છે. ચંડકૌશિક દષ્ટિવિષ સ હતે. જેની સામે દૃષ્ટિ કરે તેને ઝેર ચઢે ને તરત તરફડીને મરી જાય એવું કાતિલ વિષ તેનામાં