SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વળગે છે? કે આમ ગમે તેમ મારી સામે બોલી રહી છે? રાણી કહે છે હે રાજન ! મને કંઈ વળગાડ નથી વળ. તમને મેહને વળગાડ વળગ્ય છે? રાજા કહે છે તમારી વાત ઠીક છે પણ વિચાર કર. જે સંપત્તિથી ભંડાર ન છલકાવું તે તમને આવા સુંદર રાજભવનમાં મહાલવા કયાંથી મળશે? રાજાના શબ્દો સાંભળીને રાણી બેલી. રત્નજડિત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણ સાંભળ હે રાજાબ્રાહ્મણની ઠંડી ઋદ્ધિમત આદરે. હે રાજન ! આ તમારા રાજભવન મને બંધનરૂપ લાગે છે. પિોપટને કઈ રત્નજડિત સેનાના પિંજરામાં રાખે ને દાડમની કળીઓ ખવડાવે તે પણ તેને મન એ બંધન લાગે છે તેમ મને પણ આ રાજમહેલ સોનાના પિંજર જેવા લાગે છે. માટે આ સનેહ રૂપી તાંતણુને છેદીને, આરંભ પરિગ્રહથી મુક્ત બનીને હું સંયમ માર્ગે પ્રયાણ કરીશ. કમલાવતી રાણીના વૈરાગ્ય ભરેલા અસરકારક વચને સાંભળીને ઈષકાર રાજાની મેહ રૂપ નિદ્રા ઉડી ગઈ. રાજા વૈરાગ્ય પામી ગયા. એટલે મેટું રાજ્ય અને આકર્ષક કામને છેડીને બંનેએ દીક્ષા લીધી. આ રીતે એકેકના નિમિત્તથી વૈરાગ્ય પામીને છ એ છે એ દીક્ષા લઈને કલ્યાણ કર્યું. આ રીતે ચોદમાં અધ્યયનના ભાવ છે. પંદરમા અધ્યયનનું નામ “સ ભિકબૂમાં છે. તેમાં સાધુએ પિતાના ચારિત્રમાં કેવી રીતે સાવધાન રહેવું જોઈએ તે વાતને ભગવાને ઉલ્લેખ કર્યો છે. આ સંસારમાં જીવને પતનના નિમિત્તો ઘણાં છે. તેમાં સાધકે કેવી રીતે સાવધાન રહેવું જોઈએ, સાધક જીવનમાં ઉપયોગી આહાર-વસ્ત્રાદિમાં પણ સંયમ રાખવે, સાધુએ સત્કાર, સન્માન, પ્રતિષ્ઠામાં આસક્ત ન બનવું, તેની લાલસા રોકવી, મંત્ર જંત્ર વિદ્યા ન શીખવી-ઈત્યાદિ વાતને ઉલ્લેખ કર્યો છે. તપશ્ચર્યા અને સહિષતા એ બે આત્મવિકાસના ગગનમાં ઉડવાની પાંખે છે. તે પાંખને ખૂબ સંભાળીને સાથે લઈને ભિક્ષુ ઉંચે ચડે. આ બધી સાધક જીવનમાં ઉપયોગી વાતોનું કથન કર્યું છે. સોળમા અધ્યયનમાં બ્રહ્મચર્ય સમાધિના રથનું ભગવાને વર્ણન કર્યું છે. નવાવાડ વિશદ્ધ બ્રહ્મચર્ય પાળવાને ભગવાને ઉપદેશ આપે છે. સંપૂર્ણપણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જીવનમાં બ્રહ્મચર્યની ખૂબ આવશ્યકતા છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય મટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ સાધકનું બ્રહ્મચર્ય કેવું હોવું જોઈએ તે વાત કહેલી છે. સત્તરમા અધ્યયનમાં પાપશ્રવણને અધિકાર કહ્યો છે. તેમાં જે કંઈ સાધુ સંયમ લીધા પછી માલ મલીદા ખાઈને ઘણીવાર સુધી સૂઈ રહે, જે આચાર્યો વિનય માર્ગ શીખવાડે, જ્ઞાન ભણવે તેમની નિંદા કરે, પિતાને બેસવાના પાટ, પાટલા, શૈયા વિગેરેનું પડિલેહણ ન કરે, ગુરૂ અને વડીલોને વિનય ન કરે વિગેરે કુલક્ષણે જેનામાં હોય તેને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy