SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ તેમ નથી. બ્રહ્મદત્તે ભોગાસક્તિ ન છેડી તે મરીને નરકમાં ગયાં ને ચિત્તમુનિ મેક્ષમાં ગયા. જે તમારે કલ્યાણ કરવું હોય તે પુણ્યોદયે મળેલી સામગ્રીમાં લીન ન બનશે, અનાસક્ત ભાવથી રહેજે. તમે સંસાર છોડી સાધુ ન બની શકતા હે તે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરજે. એમાં ધન કે શક્તિની જરૂર નથી, મનને દઢ બનાવવાનું છે, બ્રહ્મચર્ય પાલન કરનારને પણ મહાન લાભ થાય છે. આજે સમય ઘણો થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૯. અષાઢ વદ ૫ ને સોમવાર તા. ૨૪-૭-૭૮ નિર્વાણ પંથના નેતા, રાગ-દ્વેષના વિજેતા, અને વિશ્વમાં વિખ્યાતા એવા સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામીએ તેમના જ્ઞાનમાં જોયું કે આ જગતના તમામ પ્રાણીઓ દુઃખ દૂર કરવાને અને સુખ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે જીવેએ સુખની ખેજમાં અનંતકાળ પસાર કર્યો પણ હજુ સુખની પ્રાપ્તિ થઈ નથી. કારણ કે સુખ કયાં છે તે સમજ્યા નથી. આ સુખ પાછળ વર્ષો ખરચું, તે એ સુખી ના થાઉં, એ જ લગન જે પ્રભુની રાખું, શાશ્વત સુખમાં જાઉં, પણ બરબાદી પ્યારી ગણું છું, ઉપાધિ લઈને ફરું છું. આવા ભૌતિક સુખની પાછળ આખી જિંદગી ચાલી જશે તે પણ સાચું સુખ મળવાનું નથી. એક વખત જે ચેતન આત્માની પિછાણ થઈ જાય તે સાચું સુખ મળે અને દુઃખ ટળે. બાકી આ સંસારની ખોટી ઉપાધિઓ કર્મને બેજે વધારી રહી છે. મહાપુરૂષે માનવજીવન પ્રાપ્ત કરી કર્મને બેજે હળવે કરવા, આત્માની આઝાદી મેળવવામાં પ્રયત્નશીલ બન્યા તે સાચું સુખ અને આત્મિક આઝાદી મેળવી. ગઈ કાલે ૧૩ માં અધ્યયનની વાત કરી હતી કે બ્રહ્મદને પૂર્વભવમાં નિયાણું કર્યું હતું તેથી ચિત્ત મુનિએ તેને ગમે તેટલે ઉપદેશ આપ્યા છતાં તે ભેગાસક્તિ છેડીને આત્મિક સુખ મેળવી શકે નહિ. નિયાણું આત્માનું કેટલું ભયંકર નુકશાન કરે છે તે તેમને સમજાણું ને? હવે ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર આવે છે. એ છ આત્માઓ પૂર્વભવના ત્રાણાનુબંધ સંબંધના કારણે દેવકમાંથી ચવીને ઈષકાર નગરમાં ઉત્પન્ન થાય છે. એ છએ જ દેવલેકમાં એક જ વિમાનમાં સાથે હતા. તેમાંના બે જીવે ક્ષત્રિયકુળમાં જન્મ્યા અને ચાર જીવે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. જે ક્ષત્રિય કુળમાં જન્મ્યા તે ઈષકાર રાજા અને કમલાવંતી રાણી બન્યા. બ્રાહ્મણકુળમાં ચાર જ આવ્યા તેમાં જે બે જીવે આવ્યા તે ભૃગુપુરોહિત અને તેમની યશા નામની પત્ની બન્યા. તેમને બે પુત્રે જેડલે જન્મ્યા તે દેવભદ્ર અને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy