________________
શારદા સુવાસ
આ તે મેં સ્કૂલ આગની વાત કરી, પણ સૂમ આગની વાત તમે જાણે છે ? સૂક્ષમ આગ એટલે અંતરમાં જલી રહેલી ભીષણ આગ. એવી આગની એક જ ચિનગારી પેદા થતાં ન કલ્પી શકાય તેવા ભયંકર વિનાશનું તાંડવ ખેલાય છે ત્યારે આપણે સમજી ન શકીએ એ રીતે એમાં આત્માના ગુણરૂપી સર્વસ્વ સંપત્તિ તેમાં ભસ્મીભૂત થઈ જાય છે. એ સૂમ આગને જોઈ શકાતી નથી. તેને તે માત્ર સમજી શકાય છે, અને બહુ બહુ તે તેણે આચરેલા વિનાશને માત્ર સ્પશી શકાય છે. એ વિકરાળ આગને જ્ઞાની પુરૂષો અંતરની આગ કહે છે. આ ઈષ્યની આગ મુખ્યત્વે મનુષ્યના અંતરમાં જલતી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનમાં ભગવાને દ્રવ્ય અગ્નિને મહાભયંકર શસ્ત્ર કહ્યું છે.
विसप्पे सव्वओ धारे, बहु पाणि विणासणे ।
नत्थि जोइ समे सत्थे, तम्हा जोइ न दीवए ॥ १२ ॥ સર્વ દિશાઓમાં શસ્ત્રની ધારાની જેમ ફેલાયેલું ઘણું જીવને વિનાશ કરનાર તિ (અગ્નિ) સમાન એક પણ શસ્ત્ર નથી. માટે સાધુએ અગ્નિ પ્રગટાવવી નહિ. બીજું શસ્ત્ર તે જેના ઉપર ફેંકે તેને જ વિનાશ કરે છે. પણ અગ્નિ તે દશે દિશાઓમાં વ્યાપી જાય છે, તેવી રીતે આ ઈર્ષોની સૂમિ આગ પિતાને જલાવે છે ને બીજાને પણ પરેશાન કરે છે. ઈષ્ય રૂપી એ આગની ચિનગારી રાય કે રંકના હૃદયમાં પ્રગટે છે ત્યારે એ આગની જ્વાળાઓ એટલી જોરદાર બને છે કે તેમાં બધા ગુણે બળીને ખાખ થઈ જાય છે. એ આગને ઝપાટો એ ભયંકર હોય છે કે તેમાં ઝડપાઈ ગયા પછી માનવીની બુદ્ધિ અને બળ બુઠ્ઠા બની જાય છે, અને એ ઈર્ષાની આગના ઝેરી ધુમાડાને અનુભવ થતાં વિનાશના મુખમાં હેમાવું પડે છે. એવી જોરદાર ઈષ્યની આગ હોય છે.
ઈર્ષ્યાથી સર્જાયેલા વિનાશે :-આ ઈર્ષ્યાની આગે સજેલા વિનાશના કેટલાય દાખલાઓ ઇતિહાસના પાને નેંધાયેલા છે. તે તમે જાણે છે ને? જુઓ, દશરથ રાજાની રાણી કૈકેયી મંથરા દાસીની ચઢવણીથી ઈર્ષાની આગમાં ઝડપાઈ ગઈ હતી. દાસી મંથરાએ પ્રગટાવેલી આગની ચિનગારીએ અને રાણું કેકેયીએ ગાવેલી આગની જવાળાએએ રામચંદ્રજીને રાજ્યાભિષેકને બદલે વનવાસ અપાવ્યું હતું, અને સીતા તથા લક્ષમણું વનવાસને સાથી બનીને સાથે ગયા. એટલું જ નહિ પણ આખી અયોધ્યામાં વિષાદનું વાતાવરણ સર્જાવી દીધું હતું. આ વાત કેણ નથી જાણતું ? તમે સૌ જાણે છે. બેલે, આ ઈષ્યને કરૂણ અંજામ છે ને !
ઈર્ષ્યાથી હજામે વાપરેલી ચતુરાઈ -આપણે અકબર બાદશાહની વાત ચાલતી હતી. પેલા હજામને બીરબલ ઉપર ઈર્ષ્યા થઈ એટલે તેણે બીરબલને નીચે પાડવા માટે એક કીમી ર. સવારે બાદશાહને હજામત કરવા આવે ત્યારે કહે છે સાહેબ ! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું છે. બાદશાહ કહે-શું સ્વપ્ન આવ્યું તે
શા સુ. ૫