SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ચીજને સદુપયેગ કરીએ તે આપણે જીવનના નાણાંને વેડફી નાખ્યા કહેવાય. આ માનવ દેહને સદુપયોગ સંસાર સાગરને તરવાની મહેનત કરવા સિવાય બીજું કઈ નથી. કારણ કે સંસાર સાગરને તરવાની તાકાત તે ફક્ત માનવ દેહથી મેળવી શકાય. એટલા માટે માનવદેહને નાવ સાથે સરખાવ્યું છે. ( સંસાર રૂપી સાગરમાં રાખે કુશળ નૌકા - આ સંસાર રૂપી સાગરમાં કાળના વાદળા ભયંકર ગડગડાટ કરી રહ્યા છે. પ્રલયકાળને પવનથી સાગર ખળભળી ઉઠે છે. તેથી આ કાયા રૂપી નૌકાના સાઢ અને સૂકાન એક દિવસ તૂટી જવાના છે. એના પાટીયાના ભૂ ઉડી જશે. એવું સમજીને આ કાયા રૂપી નૌકા તૂટી જાય તે પહેલાં જ આપણે સંસાર સાગરને તરી જઈએ તે પુણ્યરૂપી પૈસાથી ખરીદેલી કાયારૂપી નૌકાને સદુપયોગ કર્યો ગણાય. આટલા માટે ભગવાને આપણને પ્રમાદને ત્યાગ કરવા વારંવાર ટકોર કરી છે. આ માનવજીવન પાછળ કાળરૂપ મહેન્મત હાથી દેડી રહ્યો છે. મૃત્યુરૂપી અજગર મુખ ફાડીને કેળી કરવાની રાહ જોઈ રહ્યો છે. દિવસ અને રાત રૂપી ઉંદરો આયુષ્યના મૂળીયાને પ્રતિદિન કાપી રહ્યા છે. છતાં પણ અજ્ઞાન માનવ જંગલરૂપ સંસારના મેહમાં પડી મધ રૂ૫ ઈદ્રિને રસ લૂંટવામાં મૃત્યુને વિચાર પણ કરી શકો નથી અને કરવા પણ માંગતે નથી. ઘણું આ સંસારમાંથી વિદાય થયા. તેમને તમે મૂકી આવ્યા છતાં પણ હજુ જ્ઞાન થતું નથી. બંધુઓ ! જેમને તમે તમારા વડીલ માનીને માથું નમાવતા હતા, જેમની પાસે બેસીને પ્રેમથી અંતરની વાત કરતા હતા એવા તમારા વજને પણ એક દિવસ ભસ્મીભૂત બની રાખની ઢગલી થઈને ઉડી ગયા. એ નજરે જોયા છતાં જીવનને વિચાર આવે છે ખરો? જે દેડ પિષવા આખી જિંદગી વીતાવી, જેને ખૂબ પંપાળે, આભૂષણથી શણગાર્યો, જેને દર્પણમાં દેખી દેખીને ખૂબ મલકાયે, એ દેહમાંથી ચેતન રૂપી હંસલે ઉડી જતાં તેને પળવારમાં બાળી મૂકવામાં આવશે. એ વાત તે તમે બરાબર જાણે છે ને? તેનાથી અજાણ નથી ને ? (શ્રેતામાંથી અવાજ:- અમે બધું જાણીએ છીએ.) જે બધું જાણે છે તે પછી શા માટે ચેતતા નથી ? શા માટે બેસી રહ્યા છે? જ્ઞાની પુરૂષ કહે છે તમે એકાંતમાં બેસીને જરા વિચાર કરે કે “મેં હૈં કૌન, કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ?” હું કેણ છું ? ક્યાંથી આવ્યો ? ને મારે કયાં જવાનું છે? મને ઉત્તમ માનવજીવન મળ્યું છે તેને ધ્યેય શું છે? તમે આ વિચાર કરે છે ખરા? જે કદી આ વિચાર આવતે હેય તે હું માનું છું કે તમારું ચૈતન્ય ધબકે છે. જે જવાનો વિચાર ન આવતું હોય તો સમજી લેજો કે જીવતાં છતાં મરેલા જેવું જીવન જીવી રહ્યા છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy