SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ તેમ આ મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે. તે કયારે ખરી પડશે તેની ખબર નથી. વૃક્ષ ઉપર રહેલા પીળા પાંદડા જેવું મનુષ્યનું જીવન છે. એમ સમજીને સમર્થ ચમ માં પનાર હે ગૌતમ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કર જોઈએ. આવી રીતે એક બે વખત નહિ પણ ભગવાને ત્રીશ છત્રીશ વખત ગૌતમસ્વામીને ટકેર કરી છે, ગૌતમ સ્વામી જેવા જ્ઞાની મહાન પુરૂષને ભગવાને એક સમયને પણ પ્રમાદ કરવાની ના પાડી છે ત્યારે વિચાર કરો કે આપણે કેટલે પ્રમાદ કરીએ છીએ ! સમયને બદલે કેટલા સંવત્સર (વર્ષ) પ્રમાદમાં ચાલ્યા ગયા ? ને હજુ ક્યાં સુધી પ્રમાદની પથારીમાં પડી રહેવું છે? પ્રમાદ આત્માનું અહિત કરનાર છે. પ્રમાદ અને આળસ એ જીવતા માણસને મરેલા તુલ્ય બનાવી દે છે. માટે જાગૃત બને “જાગૃતિ એટલું જીવન, પ્રમાદ તેટલું પતન અને સાવધાની એટલી સલામતી છે. એ માટે પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બને. હવે મહાન મંગલકારી પર્યુષણ પર્વના દિવસે આવશે. તે દિવસમાં મારે શું કરવું છે તેને નિર્ણય કરજે. મલાડ સંઘ ભાગ્યવાન છે કે જેના આંગણે તપશ્ચર્યા શરૂ થઈ છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮ અષાઢ વદ ૪ને રવિવાર તા. ૨૩-૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતારી અને સત્યના પૂજારી એવા શાસનપતિ ભગવાને જગતના છ ઉપર પરમ અનુકંપા કરીને સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર લીધે છે. તેમ આપણે દશમાં અધ્યયનની વાત ચાલે છે. ભગવાને કહ્યું છે કે હે જીવાત્મા! તને બધું મળશે પણ માનવભવ વારંવાર નહિ મળે. જેથી ગાથામાં કહ્યું છે કે दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणा, समयं गोयम मा पमायए ॥ ખરેખર! બધા જીવેને ઘણા લાંબા કાળે પણ દુખે કરીને પ્રાપ્ત થાય એ આ મનુષ્યભવ છે. કારણ કે કર્મના વિપાકો ગાઢ એટલે ભગવ્યા વિના ન છૂટે તેવા છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. કારણ કે પ્રમાદ એ આત્માને દુશ્મન છે. પ્રમાદ એટલે શું ? એ જાણે છે? પ્રમાદ એટલે આત્મખલના, (આત્માની ભૂલ) અને આત્મખલન એ જ પતન. દરેક માનવીની ઈચ્છા વિકાસના માર્ગે જવાની હોય છે. આત્મવિકાસ માટે આપણે માનવ દેહ મેળવીને ગૌરવ લઈ રહ્યા છીએ અને આપણુ દરેક પ્રયત્ન વિકાસ માટેના છે. આત્મવિકાસ કરવા સાવધાન રહેવું, જાગૃત બનવું એ આપણે ધ્યેય હવે જોઈએ. એનું નામ અપ્રમત્ત દશા છે. - બંધુઓ! માનવદેહ એ સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન છે. આ નૌક પs કંઈ મફત નથી. તેને માટે નીતિકારે કહે છે કે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy