________________
શરદા સુવાસ મળેલ આહારપાણી હું ગ્રહણ નહિ કરું. આ પ્રકારને અભિગ્રહ ધારણ કરી હમેશાં ભિક્ષાચર્યા માટે જતા પરંતુ લાભાંતરાય કર્મના ઉદયથી તેમને થડે પણ આહારને લાભ મળતે નહિ, છતાં મુખ ઉપર જરા પણ છે કે ગ્લાનિ દેખાતી નહિ, તેમજ કેદની નિંદા પણ કરતા નહિ.
કૃષ્ણવાસુદેવે એક દિવસ તેમનાથ ભગવાનને પૂછ્યું–હે મારા તારણહાર પ્રભુ! આપના અઢાર હજાર મુનિઓમાં અત્યારે દુષ્કર સ્થિતિ કેણુ ભગવે છે? પ્રભુ બેલ્યા–હે કૃષ્ણજી ! મારા બધા શ્રમણે દુષ્કર કષ્ટ ભોગવે છે પણ ઢઢણમુનિ આ બધાથી વધુ દુષ્કર રિથતિ ભેગવે છે. કૃષ્ણજીએ પૂછયું-ભગવાન ! આપ એમ કેવી રીતે કહે છે? ભગવાને કહ્યું-અલાભ પરિષદને સમભાવથી સહન કરવાથી. આ સાંભળતા કૃષ્ણજીને ખૂબ આનંદ થયે ને પૂછયું-ભગવાન! આ ઢંઢણમુનિ અત્યારે કયાં બિરાજે છે? ભગવાને કહ્યું – તે દ્વારકા નગરીમાં ગૌચરી માટે ગયા છે. તમને અહીંથી જતાં જ ભેટો થઈ જશે. ભગવાન પાસેથી આ વાત સાંભળી કૃષ્ણજી નેમનાથ ભગવાનને વંદન કરી ત્યાંથી રવાના થયા.
દ્વારકામાં પ્રવેશ કરતાં જ કૃષ્ણજીએ ખૂબ કૃશ શરીરવાળા ઢંઢણમુનિને જોયા, જતાંની સાથે પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી મુનિ પાસે જઈ વંદન નમસ્કાર કર્યા. કૃષ્ણવાસુદેવને વંદન કરતા કોઈ શેઠે જોયા ને મનમાં વિચાર કર્યો કે જે મુનિને કૃણવાસુદેવ વંદન કરી રહ્યા છે તે કઈ સાધારણ સંત નથી પણ મહાન મુનિ લાગે છે. શેઠ આવે વિચાર કરે છે ત્યાં ઢંઢણમુનિ એ જ શેઠને ઘેર ગૌચરી માટે ગયા. શેઠે ખૂબ ભક્તિભાવપૂર્વક મુનિને લાડવા વહેરાવ્યા. ગૌચરી લઈ ભગવાન પાસે આવી મુનિએ આહાર બતાવ્ય ને ભગવાનને પૂછયું- હે ભગવાન! હવે મારું લાભાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું-“ના” હજુ થડે સમય બાકી છે. ગૌચરીમાં તમને જે લાડવા મળ્યા છે તે તમારી લબ્ધિના નથી પણ કૃષ્ણવાસુદેવની લબ્ધિના છે કારણ કે કૃષ્ણ તમને વંદન કર્યા. આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે. ભગવાનના વચન સાંભળી ઢઢણમુનિએ વિચાર કર્યો કે બીજાની લબ્ધિને આહાર મને કલ્પત નથી. એમ વિચારી પ્રાણુક ભૂમિમાં લાડવાને યત્નપૂર્વક પરઠવવા ગયા. લાડવા ચળતાં કર્મોને ચાળી મુનિએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અલાભ પરિષહને સમભાવે સહન કરવાથી મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ રીતે બાવીસે પરિવહનું વર્ણન બીજા અધ્યયનમાં ખૂબ વિસ્તારપૂર્વક કર્યું છે. - ત્રીજા અધ્યયનમાં મનુષ્યભવ, સૂત્રનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમમાં બલવીર્યનું ફેરવવું–આ ચાર અંગ જીવને મળવા મહાન દુર્લભ છે. તમને ચારે ય અંગની પ્રાપ્તિ થઈ છે. આ અવસર મહાન પુણ્યદયે મળે છે. ફરી ફરીને મળવું મુશ્કેલ છે. માટે સાધના કરીને તેને સફળ બનાવે. (આ ચાર બાલનું વર્ણન પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર રીતે કર્યું હતું.) સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.