________________
શારદા સુવાસ
મંત્રના જાપ કરે. ધર્મ પર શ્રદ્ધા રાખે. સૌ સારા વાના થશે. ઘણાં લેકએ અમને ઘણા ધાળા દેરા તથા ન કરી શકાય તેવું કરવાનું કહ્યું પણ પૂ. મહાસતીજીના વચન પર અમારી દઢ શ્રદ્ધા તેથી બીજું કંઈ ન કરતા જાપ કરવા લાગ્યા, બે ત્રણ દિવસ થયા પણ બાએ ન આવ્યો એટલે બધા મૂંઝાયા કે હવે શું કરવું? પરંતુ પૂ. મહાસતીજીના વચન ધર્મ પર શ્રદ્ધા રાખે. આ દિવસે તમારે બાબો જરૂર આવી જશે, અને બરાબર મહાસતીજીના કહેવા પ્રમાણે તે દિવસે બાબ મળી ગયે ને શેકમય વાતાવરણ આનંદમય બની ગયું. અમારા પર તે આ જે ઉપકાર કર્યો છે તે હું તે જીવનમાં ક્યારે પણ ભૂલી શકું તેમ નથી. પૂ. મહાસતીજી હવે આપણા ક્ષેત્રમાંથી વિદાય લેશે. વિદાય હંમેશા વસમી લાગે છે. મને વિશેષ બેલતા આવડતું નથી. આપ ફરીને મુંબઈના ક્ષેત્રમાં વહેલા પધારી અમારા શ્રીસંઘને લાભ આપજે તેવી આશા રાખું છું. ચાતુર્માસમાં આપણાથી કઈ પણ મહાસતીજીની જાણતા કે અજાણતા અવિનય અશાતના થઈ હોય તે ક્ષમા માંગીને વિરમું છું. (આટલું બોલતાં ઉમરશીભાઈનું હૈયું ભરાઈ ગયું હતું ને બધાંની આંખે અશ્રુભીની થઈ હતી.)
મૂળચંદભાઈ સંઘવી : પરમ પૂજ્ય, વંદનીય, શાસનપ્રભાવક, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીઓના ચરણકમલમાં હું વંદન કરું છું. રવિવારના દિવસે પૂ. મહાસતીજીને વિદાય સમારંભ યે હતો. તે દિવસે શ્રીસંઘે ૫. મહાસતીજી પાસે ક્ષમા માંગી હશે, પૂ. મહાસતીજીએ પણ પાખીના દિવસે ક્ષમાપના કરી હશે. આ રીતે શ્રી સંઘ અને મહાસતીજીએ પરસ્પર ક્ષમાનું આદાન પ્રદાન કરેલ હશે પણ હું મારા સંસારિક વ્યવહારના કારણે તે પ્રસંગે ઉપસ્થિત થઈ શક્યું ન હતું માટે સૌથી પ્રથમ પૂ. મહાસતીજી મલાડ ચાતુર્માસ પધાર્યા ત્યારથી આજ સુધી મારાથી કઈ પણ રીતે અવિનય, અશાતના અભક્તિ થઈ હોય તે પૂ. મહાસતીજી પાસે ક્ષમાયાચના કરું છું.
હું જોઉં છું કે પૂ. મહાસતીજી મલાડ પધાર્યા ત્યારથી આપણા શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ ને આનંદ વ્યાપી ગયો છે. આખું ચાતુર્માસ અનેકવિધ ધર્મક્રિયાઓથી ઉપાશ્રય ગાજતે ને ગૂંજતે રહ્યો છે. આ ચાતુર્માસમાં આપણે ત્યાં ૩૦૦ તપશ્ચર્યાઓ થઈ છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ પણ ખૂબ થઈ છે. દાન–શીયળ–તપ અને ભાવ એ ચારે બોલની ખૂબ મોટા પ્રમાણમાં આરાધના થઈ છે. મહાન સદ્ભાગ્ય હોય ત્યારે આવા પ્રભાવશાળી મહાસતીજીના ચાતુર્માસને લાભ મળે છે. આ ચાતુર્માસ મલાડ સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. પૂ. મહાસતીજી આપણુ મલાડ સંઘને બૃહદ મુંબઈમાં મેખરે લાવ્યા છે. આવા ગુણીયેલ મહાસતીજીને વિદાય આપતા આપણું દિલમાં દુઃખ થાય તે સ્વાભાવિક છે પણ ભગવાનને કાયદે છે એટલે એમને વિહાર કરવો જ પડે. સંતે આપણા રોક્યા રિફાય નહિ. ભલે, મહાસતીજી આપણી પાસેથી પ્રત્યક્ષ રીતે વિહાર કરે છે પણ પરોક્ષ