SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ર , શારદા સુવા, દેવાનુપ્રિયે! જે આત્મા સંસારમાં માલિક બનીને વસે છે તે ક્ષણે ક્ષણે કર્મબંધન કરે છે. જ્યારે એ બાંધેવા કર્મો ઉદયમાં આવે છે ને દુઃખ ભોગવવા પડે છે ત્યારે હાય ય કરે છે. કર્મ ભેગવતી વખતે ગમે તેટલા ઉંચા નીચા ભાવ પણ એથી કંઈ કર્મો તમને છોડશે નહિ. કદાચ કઈ કેર્ટમાં કેસ થશે તે વકીલના ખિસ્સા ભરવા પડશે ને કેસ તમારી ફેવરમાં આવી જશે. તમારી જીત થશે તે તમે વકીલને ખુશ કરશો અને એને શાબાશી આપીને એને ઉપકાર માનશો કે તમારા પ્રતાપે હું જીતી ગયે. પૈસા આપીને ઉપરથી એને ઉપકાર માનશે, પણ સમજી લેજે કે આ જીત તમને પાપના. પિંજરમાં પૂરાવનારી છે, પણ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ સ્વામીએ તે આપણા માટે એવી સુંદર વકીલાત કરી છે કે એમના કાયદાનું પાલન કરીએ તે કર્મરાજાની કોર્ટમાં આપણે જીતી જઈએ, પણ એમાં દષ્ટિ કરવાને તમને ટાઈમ જ કયાં છે? તમારે એટલે પણ નિયમ છે કે એવા મહાપુરૂષેનું મારે ઉઠીને તરત સ્મરણ કરવું ? બંધુઓ ! આ અમૂલ્ય અવસર પામીને તમે પ્રમાદ ન કરે પણ વીતરાગ વાણી સાંભળીને જીવનમાં ઉતારે. જ્ઞાની પુરુષે કહે છે કે “ સંસાર સામે કોઈ રોગ નથી, જિનશાસન સમાન કેઈ ઔષધિ નથી અને વત પચ્ચખાણ સમાન કેઈ પરેજી નથી." આ સંસાર તમને રેગ સમાન લાગે છે? ગરૂપ લાગે તે નાબૂદ કરવાનું મન થાય ને? મહાન પુણ્યને ઉદય છે કે સંસાર રેગ નાબૂદ કરવા માટે જિનશાસનની ઔષધિ મળી છે. જિનશાસનમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરવા જિન વચનમાં દૂધ અને સાકરની જેમ એકમેક બની જાઓ. દૂધમાં સાકર ભળે તે મીઠાશ આવે પણ મીઠું ભળે તે દૂધ ફાટી જાય તેમ તમે પણ સાકર જેવા બનજે પણ મીઠા જેવા ન બનશે. જિનશાસન એ ભવરોગ નાબૂદ કરવા માટેની અકસીર ઔષધિ છે. તમને અને અમને બધાને ઔષધિ તે મળી ગઈ છે પણ સાથે પરેજી તે પાળવી પડશે ને ? ડાયાબીટીસને રેગ થાય એટલે ડેકટર ડી.બી.આઈ રેસ્ટેનેન વિગેરે જે ગોળી કહે તે ખાવી પડે અને ડોકટર કહે તે રીતે પરેજી પણ પાળવી પડે ને? ડાયાબીટીસના દર્દીને ખાંડ ન ખવાય, એ ડોકટરના કહ્યા પ્રમાણે દવા નિયમિત લે પણ દિવસ ઉગે ને બરફી, પેંડા ખાવા માંડે તે ડાયાબીટીસ મટે ખરે? ના. સંગ્રહણીને દર્દી દૂધ પીવે તે એને રોગ મટે? ના. જેના શરીરમાં કેલેલ (ચરબી) વધતી હોય તેને ઘી, દૂધ કે તળેલી વસ્તુઓ ખવાય? એ ખાય તે રોગ વધતે જ જાય ને? પછી બિચારી દવા શું કરે? (હસાહસ) દઈને જે દૂર કરવું હોય તે દવા નિયમિત લેવી પડશે ને પરેજી પણ કડક પાળવી પડશે, તે નિરોગી બની શકાશે તેમ સંસાર રોગ નાબૂદ કરવા માટે જિનશાસનરૂપ ઔષધિ મળી છે તે તપ-ત્યાગ આદિ વ્રત નિયમરૂપ પરેજી પાળવી પડશે. તે જ ભવોગ નાબુદ થશે. જિનશાસન પામીને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy