SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ક શારદા સુવાસ હતું કે આજે મેં મારા ભગવાનને માર્ગનું અનુસરણ ન કર્યું હતું તે મને આજે ભગવાનને મુખ બતાવતા પણ સંકોચ થાત. હું આજે દર્શન કરવા આવી છું તે આવી શકત નહિ, પણ મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે તેથી મને કેઈ જાતને ભય કે સંકેચ થતું નથી પણ ભગવાનને જોઇને હૈયામાં આનંદની ઊર્મિઓ ઉછળે છે. આવા હર્ષથી પ્રસન્ન બનેલી રામતીને ઘણા સમયથી ભગવાનના દર્શનની ઝંખના હતી તે પૂર્ણ થતાં અપૂર્વ આનંદ થયો. તેના સાડા ત્રણ કોડ મરાય વિકસિત થયા. તેમણે પિતાની શિષ્યાઓની સાથે ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને પછી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજેમતને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું હતું, તેથી તે જાણતા હતા કે મારે ભગવાનની સાથે આઠ આઠ ભવથી સબંધ છે. આઠ આઠ ભવની અમારી પુરાણ પ્રીત છે, તેથી પ્રાર્થના કરતા કહે છે પ્રભુ! પૂર્વના આઠ ભવમાં મારા ઉપર આપની જે કૃપા રહી છે તેનાથી વિશેષ કૃપા આપે આ નવમા ભાવમાં કરી છે. આઠ ભવેના પ્રેમમાં તે વિયેગાદિના અનેક કષ્ટ સહન કરવા પડયા છે. એવા પ્રેમમાં રહેવાથી તે જન્મ મરણના દુઃખો ભેગવવા પડે છે, માટે આપણું પૂર્વ પ્રેમને સુદઢ અને શાશ્વત બનાવવા આપે તેરણદ્વારે આવીને મને જાગૃત કરી છે. પ્રભુ ! મને સંયમના પથે વાળવા માટે જ આપ મથુરામાં પધાર્યા હતા પણ જ્યાં સુધી આપનું આ કાર્ય મારી સમજણમાં હેતું આવ્યું ત્યાં સુધી મેં ખૂબ ઝુરાપ કર્યો. આપને ખૂબ એલંભા દીધા કે જેમકુમાર ! તમને પશુની દયા આવી ને મારી દયા ન આવી? તમે મને એક વાર મળવા પણ ન આવ્યા? હું તમને દીક્ષા લેવામાં આડી ન આવત. જ્યારે મને આપના કાર્યનું મહત્વ સમજાયું ત્યારે મને ખૂબ આનંદ થયે, અને મેં આપની સાથેના મારા પ્રેમને અવિચળ બનાવવા માટે આપે જે માર્ગ અપનાવ્યું અને તેરણદ્વાર સુધી પધારીને જે માર્ગ અપનાવવાની સૂચના આપી હતી તે જ માર્ગ મેં અપનાવ્યો છે, તે હે દીનદયાળુ ! કરૂણસિંધુ ભગવાન ! હવે કૃપા કરીને મને આપ એ ઉપદેશ આપે અને એવા આશીર્વાદ આપે કે મારે સંયમમાર્ગ સુગમ બને અને હું મેક્ષગતિને શીધ્ર પ્રાપ્ત કરી શકું કે જ્યાં પહોંચવાથી મારે પ્રેમ હંમેશ માટે સ્થાયી બની જાય. રાજેમતીની ભાવભરી પ્રાર્થના સાંભળીને તેમનાથ ભગવાને મધુર શબ્દથી કહ્યું છે સતી રામતી ! તમે જે સંયમ માર્ગ અપનાવ્યા છે તે માર્ગ પર દઢ રહેવું. તેમાં પ્રમાદ ન કર. એ જ જલદી મેક્ષ પ્રાપ્ત કરવાને ઉપાય છે. હું જાણું છું કે તમે સંયમની આરાધના રૂડી રીતે કરી રહ્યા છે ને આગળ પણ કરશે તે પણ હું જાણું છું, છતાં પણ તમારે પૂછવાથી મેં તમને સંયમ માર્ગ પર દૃઢ રહેવાની જે સાવધાની આપી છે તે આપના પરિવાર તેમજ બીજા છ માટે હિતકર થશે એ દષ્ટિથી આપી છે. ભગવાનની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy