________________
લાખો લડાવ્યા લાડ અમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કેડ પૂરવા ભૂલશે નહિ,
પૂજ્ય પિતાશ્રી સ્વ. તલકચંદ સાકળચંદ જન્મ : રાજચરાડી (ઝાલાવાડ)
સ્વર્ગવાસ : મલાડ મુંબઈ
સંવત ૨૦૬ ૫ માગશર વદ ૧૧ પૂજ્ય પિતાશ્રી,
આપશ્રીના પવિત્ર જીવનમાંથી અમે એ સદાચાર અને સદ્વ્યવહારના ગુણો મેળવીને જીવનમાં સમતા, સમભાવ અને સર્વે પરિસ્થિતિમાં મનને સમાન અવસ્થામાં રાખવાનું શીખ્યા છીએ. આપશ્રી સર્વ પ્રત્યે અમીદ્રષ્ટિ રાખતા હતા. છેલ્લા ચાલીશ વર્ષથી સાધુ જેવું જીવન ગાળતા હતા. તે સંસકારોએ આજે અમારા કુટુંબમાં સારી સુવાસ ફેલાવી છે. આપની પ્રેરણાથી અમે સંપત્તિનો સદ્વ્યય કરી રહ્યા છીએ. પરોપકાર માટે આ પણ તન, મન, ધન ખર્ચ. એ સૂત્ર અને આપના તરફથી વારસામાં મળેલ છે અને તેને અમે જરૂર અમલ કરીએ છીએ, અને આગળ પણ કરતા રહેશું. જગતના કોઈ પણ ક્ષેત્રે અમારી પ્રગતિ થઈ હોય તો તે આપના સિંચેલ સુસંસ્કારનું જ ફળ છે. અહો પુજ્ય પિતાશ્રી ! અમે આપનું ઋણ કદીયે અદા કરી શકીશું નહિ,
લી. આપને પુત્ર પરિવાર, પૌત્રો તથા સમસ્ત પરિવાર
દ, નટવરલાલ તલકચંદ શાહું