SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જવાહિર પ્રવચન શ્રમણ-સંસ્કૃતિઃ અહિંસા અને અનેકાન્તવાદ == = = = શ્રમણ-સંસ્કૃતિના નાયક ભગવાન મહાવીરે “વિશ્વ શાન્તિ માટે અહિંસાઅને “વિશ્વાત્મય માટે અનેકાન્તવાદ” આ બે અહિંસક સાધન જગતને સોંપી માનવસમાજને સાચા કલ્યાણ-માર્ગે જવાનું નવું દિશાસૂચન આપ્યું હતું. અહિંસા અને અનેકાંતવાદ–આ બંને સિદ્ધાતો જૈનદર્શનનાં મૌલિક સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તો કેવળ તર્કપ્રસૂત નથી તેમ પોકળ નથી. પરંતુ આ સિદ્ધાન્ત પાછળ તે ભગવાન મહાવીરનો સાડાબાર વર્ષ સુધીનો નક્કર આત્માનુભવ રહેલું છે. આજે જગતમાં જે શાન્તિ શેડી ઘણી અનુભવાય છે તેનું ઘણુંખરૂં શ્રેય, અહિંસા અને અનેકાન્તવાદપ્રધાન શ્રમણસંસ્કૃતિને જાય છે. શ્રમણ-સંસ્કૃતિ જગતનું કલ્યાણ કરનારી સાચી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના શરણે જ્યારે જગત આળોટતું આવશે ત્યારે જ જગત શાન્તિને શ્વાસ લઈ શકશે. જ્યાં સુધી જગત હિંસાનું તાંડવનૃત્ય નાચે છે ત્યાં સુધી જગતને અહિંસાની મહાશક્તિનું ભાન થઈ શકશે નહિ. અહિંસાશક્તિ દ્વારા જ જગત નિર્ભય બની શકશે. અત્યારે હિસાવૃત્તિને વશ થઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી નાખવા પ્રયત્ન કરે છે, એક જાતિ બીજી જાતિને નષ્ટ ભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે અને એક મનુષ્ય બીજા મનુષ્યનું રક્ત ચૂસવા તૈયાર થયો છે. આ અત્યાચાર અનાચારને દૂર કરવાનું એકજ સાધન છે અને તે અહિંસાનું અમોઘ સાધન. જ્યાં સુધી અહિંસાના અમોઘ સાધનદ્વારા વિશ્વશાન્તિ તથા અનેકાન્તવાદ દ્વારા વિશ્વાત્મકયના સફળ પ્રયોગ તરફ જગત પાછું નહિ વળે ત્યાં સુધી જગતમાં શાન્તિ તથા ઐક્ય સ્થાપિત કરવાં લગભગ અશક્ય છે. જ. વ્યા. પુ. ૩. પૃ૪ ૧૪૬. =
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy