________________
જીદ ૧૦ ]
રાજકેટ–ચાતુર્માસ
[ ૪૨૯
વાત કરી રહ્યો છું. દ્રવ્ય ઊંધ ઉડાડવી તેા સરલ છે પણ ભાવ નિદ્રા ઉડાડવી તે બહુ જ મુશ્કેલ છે. એટલા માટે ભાવ નિદ્રા ઉડાડી પરમાત્માની પ્રાર્થના કરેા. કહ્યું છે કેઃ— 'देवो भुत्वा देवं यजेत् '
અનેક તત્ત્વવેત્તાઓ કહે છે કે, ઈશ્વર થઈ તે ઈશ્વરને ભજો. તમે કહેશેા કે, જો અમે પોતે જ પરમાત્મા બની જઈએ તો પછી પરમાત્માની પ્રાર્થના કરવાની અમને શી જરૂર ? પણ આ કથનના એવા અ` છે કે, પ્રભુમય થઈને પ્રભુને ભજો. વિકાર ન રાખેા. જે ક્રોધી હોય છે તે ક્રોધને જાગ્રત કરવા માટે ક્રોધીને ભજે છે. કામી પુરુષ કામવાસનાને જાગ્રત કરવા માટે કામદેવને ભજે છે. પણ જે કામક્રોધને નાશ કરવા ચાહે છે તે તે કામક્રોધના વિજેતા દેવને જ ભજશે. લેાભી માણસ લાભી દેવની જ પ્રાર્થના કરશે પણ જે લાભને નાશ કરવા ચાહે છે તે તા લેાભરહિત દેવને જ ભજશે. એટલા માટે તમે જો કામ, ક્રોધ, લાભ વગેરેથી મુક્ત થવા ચાહે છે તે તમે કામ, ક્રોધ, લાભ, મેહ વગેરેથી વિમુક્ત થએલા વીતરાગ પરમાત્માની પ્રાર્થના કરી. અને તેમની પ્રાર્થના પણ પાતાના અઢાર પ્રકારના દાષાને દૂર કરવા માટે જ કરો. પરમાત્માનો પ્રાના દોષમુક્ત થવાની ભાવનાએ કરશે. તે પ્રાર્થના–પ્રમેાધથી તમારા આત્મામાં અપૂર્વ પ્રકાશ આવશે.
તમે કહેશે। કે પ્રભુમય કેવી રીતે બનવું ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જ્યારે આત્મા ભાવનિક્ષેપ ઉપર જાય છે અને શબ્દાદિ ત્રણ નયથી પરમાત્માની પ્રાર્થના કરે છે, ત્યારે આત્માની સ્થિતિ વિષે શાસ્ત્ર કહે છે કે, તે વખતે આત્મા જેને ઉપયોગ કરે છે, આત્મા તે જ કહેવાય છે. અર્થાત્ પરમાત્મામાં ઉપયાગ રાખી આત્મા પરમાત્માની પ્રાના કરે તે આત્મા આ ભવમાં નહિ તેા ખીજા ભવમાં પરમાત્મામય બની જાય.
તુજ દર્શન મુજ વાલ હેા લાલ, દન શુદ્ધ પવિત્ર હૈ। વાલેસર, દર્શન શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવ ભૂત ૨ વાલેસર.
આ કડીમાં કહ્યું છે કે, હે ! પ્રભા ! તારુ' દર્શન મને પ્રિય છે. કેવળ આંખથી જોવું એ જ દન નથી પરંતુ હૃદયને એકાગ્ર કરી વિવેકપૂર્વક તારામાં ઉપયેાગ લગાવવા એ જ તારુ' દર્શન છે. આ પ્રમાણે તારું દર્શન કરવાથી તું મને બહુ પ્રિય લાગે છે.
મેં અન્ય દેવાને પણ જોયા છે તેમનું દર્શન મને પ્રિય લાગતું નથી. કારણ કે, તે દેવા બધા દર્શીકોને દર્શક જ રાખે છે. તે પોતે તેા ઈશ્વર રહે છે અને જે તેમનું દન કરે છે, તેમને તા દર્શક જ રાખે છે. દકને પેાતાના જેવા બનાવી દેવા એ ગુણુ તે તારામાં જ છે, પણ તારું દર્શન શબ્દનયથી કરવું જોઈએ. જે શબ્દનયથી તારું દર્શન કરે છે તેના સંગ્રહનય એવંભૂતમાં પહેાંચી જાય છે.
સંગ્રહ નયમાં જે વસ્તુ હાય છે તે જ વસ્તુ પૂર્ણ થઈ એવ’ભૂતમાં જાય છે. જે વસ્તુ સંગ્રહ નયમાં નથી તે એવભૂતમાં પણ જતી નથી. જેમકે સંગ્રહનયની ષ્ટિએ માટીમાં ઘડા છે, પણ જો સંગ્રહનયની ષ્ટિએ માટીમાં ઘડા ન હેાય તેા લાખા ઉપાય કરવા છતાં પણ માટીમાંથી ઘડા બની શકતા નથી. સંગ્રહનયથી માટીમાં ઘડા છે ત્યારે જ કર્તા અને નિમિત્તના સહકારથી ઘડા અને છે. આ ઉદાહરણ પ્રમાણે બધાના આત્મા સમાન છે. સંગ્રહનયની દૃષ્ટિએ મારા આત્મા પણ હે! પ્રભુ ! તારા જ સમાન છે. પણ જે પ્રમાણે જ્યાંસુધી
<<