SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરશે. એમ થઈ ન શકે કે, અઢીદ્વીપમાં તે બીજાં વ્રત છે અને અઢીદીપની બહાર બીજા વ્રત છે. આ પ્રમાણે દેશ કે જાતિની મર્યાદા મહાવતેમાં હેતી નથી. આ તે દેશ અને જાતિની વાત થઈહવે કાળની વાત લઈએ. કાળને માટે એવી છૂટ રાખવામાં આવે કે, “સુકાળ હોય છે તે હું અહિંસા વ્રતનું પાલન કરીશ પણ દુષ્કાળ કે, આપત્તિકાળ હોય ત્યારે અમારે “આપદ્દધર્મ” જુદે છે.” જેમકે સ્ત્રી કે પુત્રને કઈ સતાવતું હેય ત્યારે અહિંસાનું પાલન થઈ શકે નહિ, ત્યારે તે આતતાયીને–પીડા આપનારને દંડ આપવામાં આવે. આ પ્રમાણે અહિંસા વ્રતમાં છૂટ રાખવી એ મહાવ્રત નથી. શાસ્ત્ર આ પ્રકારનું વ્રત લેવા માટે અટકાવતું નથી પણ એ પ્રકારનું વ્રત અણુવ્રત છે. મહાવત તે તે છે કે, ભલે ગમે તેવો અપરાધી હોય પણ તેને દંડ આપવામાં ન આવે–તેની હિંસા કરવામાં ન આવે. જે મહાવ્રતને સ્વીકાર તે કરે છે પણ અહિંસાનું આ પ્રમાણે પૂર્ણ રીતે પાલન કરતું નથી તે અનાથ જ છે, સનાથ નથી. કાલની બાદ સમયને અપવાદ બતાવવામાં આવ્યો છે. મહાવ્રતમાં સમયને પણ અપવાદ રાખવામાં આવતું નથી. સમયને અર્થ અવસર છે. જેમકે જાણી જોઈને તે કોઈને માટે નહિ પણ એવી છૂટ રાખવામાં આવે છે, જે મને કોઈ ભયંકર રોગ થાય તે રોગને મટાડવા માટે હિંસાને આશ્રય લેવો પડે કે મને કોઈ જીવ જેવામાં ન આવે પણ રેગનિવારણ માટે તેની હિંસા થઈ જાય તે છૂટ છે. મહાવ્રતમાં આ પ્રકારની છૂટ રાખી શકાય નહિ. અણુવ્રતમાં આ પ્રકારની છૂટ જાણી જોઈને રાખી શકાય છે. અણુવ્રતમાં (આકુટી બુદ્ધિએ) જાણી જોઈને અને અનાકુટી બુદ્ધિએ હિંસાની છૂટ બતાવવામાં આવેલ છે, પણ મહાવ્રતમાં એવી કઈ પ્રકારની છૂટ આપવામાં આવેલ નથી. સાધુએ આવી છૂટ રાખી પણ શકે નહિ. તેઓ તે રાતના સમયે જે ચાલવું પડે છે તે જીવ હોય કે ન હોય પણ ઓઘાદ્વારા જગ્યા પુંજીને જ ચાલી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જો સાધુની પાસેથી એ પાંચ હાથ દૂર રહે છે તેમને માસિક દંડ આવે છે. મતલબ કે, જે વ્રતમાં દેશ, કાલ, સમય અને જાતિ વગેરે કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી તે મહાવ્રત છે. મહાવત સાર્વભૌમ છે, એટલા માટે મહાવતેમાં કઈ પ્રકારની છૂટ હોઈ શકે નહિ. સુદર્શન ચરિત્ર–૪૬ આ સંસાર વિચિત્ર છે. એટલા માટે કે તે સુદર્શનની પ્રશંસા કરતા હતા તે કઈ નિંદા. કેઈ તો કહેતા હતા કે, આ તે ધર્મને ઢોંગ કરતા હતા, તો કોઈ એમ કહેતા હતા કે, ‘આપણે હૃદયની વાત સમજી શકતા નથી તે શા માટે તેની નકામી નિંદા કરી પાપ બાંધવું ? એ પિતાના મઢે બે ચાર શબ્દો બેલે તે તેની શૂળીએ ચડાવવાની શિક્ષા માફ થઈ શકે એમ છે, અને બધાએ તેને બેલવાને આગ્રહ પણ કર્યો, છતાં તે બોલતા નથી, તે મૌન રહેવામાં કઈ સદાશય રહ્યો હશે એમ આપણે સમજવું જોઈએ. | શેઠ તે બધાની પ્રશંસાત્મક કે નિંદાત્મક વાતે શાન્ત ભાવે સાંભળે જતા હતા. ', ભલે બધા દેવે એક થઈ જાય પણ સત્ય તત્ત્વને માનનારા પિતાના સત્યધર્મથી ચલિત થતું નથી. જો કે બધા દેવે એક બાજુ થઈ જાય એ અસંભવ છે, અને કદાચિત
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy