________________
૪૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા રહ્યા છે અને તેમને બધે ઠેકાણે ઢગ જ જણાય છે. પણ આજે પણ કેટલીક એવી વાત જેવામાં આવે છે કે જે આસ્તિકતાના પ્રબલ પ્રમાણરૂપે છે. પ્રાર્થનામાં કેવી શક્તિ રહેલી છે એ તે આજે પણ જોવામાં આવે છે. મને પિતાને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવ છે. જે તમે પણ સાચા હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરે તે તમને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવ થયા વગર રહેશે નહિ. અનાથી મુનિને અધિકાર–૪૬
અનાથી મુનિ આ જ વાત રાજા શ્રેણિકને સમજાવી રહ્યા છે. તેઓ કેવળ રાજાને જ આ વાત કહી રહ્યા નથી પણ બધાને આ વાત કહી રહ્યા છે. જે તેઓ કેવળ રાજાને જ વાત કહે અને બીજાને ન કહે છે તે તેઓ તુચ્છ થઈ જાય. શાસ્ત્રમાં સાધુઓ માટે કહ્યું છે કે –
जहा पुन्नस्स कत्थई तहा तुच्छस्स कत्थई, કar સુદણ તારથg તદ્દા પુર રસ્થ –શ્રી આચારાંગ સૂત્ર
અર્થાત–સાધુઓ બધાને સમાન રૂપે ધર્મ સંભળાવે. જે પ્રમાણે કે એક મહાન ને ધર્મ સંભળાવે તે જ પ્રમાણે એક તુચ્છને પણ ધર્મ સંભળાવે; અને આ જ પ્રમાણે એક તુચ્છને જે ધર્મ સંભળાવે તે જ ધર્મ એક મહાન ને પણ સંભળાવે.
આ કથનાનુસાર અનાથી મુનિ આગળ તે રાજા શ્રેણિક અને એક દરિદ્રી બધાં સમાન જ હતાં છતાં તેમણે રાજા શ્રેણિકને સંબોધન કરી આ બધી વાત કહી છે તેનું કારણ એ છે કે, પાત્ર વિના વસ્તુ ઝીલી શકાતી નથી. જે લેકે વીર છે તેઓ જ આ ઉપદેશને ઝીલી શકે છે. ઢીલી છેતીને વાણીયા આ ઉપદેશને ઝીલી ન શકે. ઢીલી છેતીના વિાણીયાઓને તે સામાન્ય વાતને છોડવામાં પણ મુશ્કેલી જણાય છે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને સાધુઓની વાત સમજાવતાં કહે છે કે –
“હે ! રાજન ! સાધુપણું લઈને પણ જે વણિક-વૃત્તિને ત્યાગ કરતા નથી તે અનાથ જ છે. અમે આ પ્રમાણે કરીશું તે લેકે અમને માનશે. આ પ્રમાણે વિચાર કરી બાહ્ય સાધુક્રિયા કરવી એ વણિકવૃત્તિ છે. આ પ્રકારની વણિકવૃત્તિ કરનાર સાધુ થઈને પણ અનાથ જ છે, સનાથ નથી.” - “હે ! રાજન ! જે કર્મબંધનમાં પડે છે તે અનાથ છે અને જે કર્મબંધનને તેડે છે તે સનાથ છે. દ્રવ્ય સાધુ કર્મબંધનને તેડી શકતા નથી એટલા માટે તે અનાથ છે. તે મહાવતેને સ્વીકાર તે કરે છે પણ પ્રમાદના ઉદયથી પ્રમાદને વશ થઈ મહાવતેને જીવનસ્પશી બનાવતો નથી. એટલા માટે તે અનાથ છે.”
મહાવ્રત અણુવ્રતની અપેક્ષાઓ છે એટલા માટે મહાવ્રતને વિષે જે કાંઈ કહેવામાં આવે છે તેની સાથે અણુવ્રતની પણ શિક્ષા આપવામાં આવે છે. તમે સાધુ અને તેમનાં મહાવ્રત વિષે વિચાર કરે તે પહેલાં તમારાં અણુવ્રતને વિચાર કરી જુઓ.
. અણુવ્રત અને મહાવ્રતમાં શું અંતર છે એ વાત થોડામાં કહું છું. જે વ્રતમાં કોઈ પ્રકારની છૂટ છે તે અણુવ્રત છે, અને જે વ્રતોમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી તે મહાવ્રત