________________
-
-
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મુનિ કહે છે કે, “હે ! રાજન ! કામધેનુ, નંદનવન વૈતરણી નદી કે કૂટશામલી વૃક્ષ વગેરે બીજું કોઈ નથી, આ મારે આત્મા જ છે. સ્વર્ગ કે મેક્ષની ઈચ્છાને પૂરી કરનાર 'મારે આત્મા જ છે. આ જ પ્રમાણે પ્રસન્નતા આપનાર નંદનવન પણ મારે આત્મા જ છે.” - ' જે તમને એમ કહેવામાં આવે કે, તમે જે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ તથા ગામ-નગર વગેરેને જોઈ રહ્યા છે તે બીજું કાંઈ નથી, એ તે તમારો આત્મા જ છે; તે તમે એમ કહેશો કે અમારે આત્મા એ છે એ કેવી રીતે બની શકે? પણ શું તમે એ જાણતા નથી કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ, ગામ નગર વગેરે કાંઈ આત્મા માટે રહેતું નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાંસુધી જ તે બધું છે. એટલા માટે એમ કહેવામાં આવે છે, આત્મા જ ગામ-નગર, ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ વગેરે છે તે એમાં શું બેટું છે? ' આ સિવાય, પાડોશીની સંપદા ઉપર તમે અધિકાર જમાવી શકતા નથી. જે પોતાની પેદા કરેલી સંપત્તિ હોય છે તેને જ પિતાની સંપત્તિ માને છે. જ્યારે પોતાની પેદા કરેલી સંપત્તિને જ પિતાની માને છે તે પછી પેદા કરનાર કેણુ રહ્યો ? આત્મા જ રહ્યો ને ? સારી કે ખરાબ દરેક પ્રકારની ચીજોને આત્માએ જ પેદા કરેલ છે. એટલા માટે આ બધી સંપદા આત્માથી જ છે એમ થયું ને? કારણ કે જે આત્મા ન હોત તે આ સંપદા ન હોત !
* જે આત્મા આવે છે તે ચાલ્યા ગયા બાદ શું રેવાથી પાછો લાવી શકાય છે. જે રાધા-કૂટવાથી તે આંત્મા પાછા લાવી શકાતું નથી તે પછી રેવા-ફૂટવાની પ્રથાને શા માટે મહત્ત્વ આપવામાં આવે છે? આ ખેતી પ્રથા બંધ થઈ ન શકે? જો આ પ્રથા બંધ થઈ શકે એમ છેતે પછી એને બંધ કરવાના વિચારમાં ક્યાં સુધી વિલંબ થયા કરશે જ્યારે તમે જાણો છો કે, આત્મા અમર છે તે પછી એ આત્મા માટે રોવું-ફૂટવું એ શું ઉચિત છે અને રેવા-ફૂટવાથી ધર્મને નીચો પાડે શું ઠીક છે! જે હૃદયથી રોવું આવતું હોય તે એ રુદનને રોકી શકાતું નથી પણ કેવળ પ્રથારૂપે રોવું-કૂટવું કે છાજીયાં લેવાં એ તે બિલકુલ ત્યાય જ છે. અને એ ત્યાજ્ય વસ્તુ હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર-૪૧ . સત્ય ધર્મકા મર્મ જાન કે, રહ્યા મૌન કે ધાર;
હાર ખાય જન મનેરમા કે, કહા સભી નિરધાર. . ધન ૯૧ પ્રજાના પ્રતિનિધિઓ કહેવા લાગ્યા કે, “આપ બોલતા કેમ નથી ! આપના મૌનસેવનથી ધર્મ ઉપર નિંદા થશે ?” શેઠને સમજાવનારા તે આમ કહે છે પણ શેઠ એમ વિચારે છે કે, આ લેકે તે બહાર જ જુએ છે પણ અત્યારે મારું કર્તવ્ય શું છે એ વાત તે મારે મારા આત્માને જ પૂછવી જોઈએ. આત્માના અવાજને દબાવી રાખવો ન જોઈએ.”
શેઠનું આ કાર્ય અલૌકિક અને માનવીશક્તિથી પરનું છે. વ્રતની જે મર્યાદા રાખવામાં આવી છે તે માનવી શક્તિને દૃષ્ટિમાં રાખીને જ કરવામાં આવી છે; પણ શેઠ માનવી શક્તિથી પરનું કાર્ય કરી રહ્યા છે. શેઠ ધર્મનો મર્મ જાણે છે. સત્યધર્મને મર્મ શું છે તે બાબર જાણે છે. એટલા માટે તે સત્ય વ્રત લેવાનો ઉદ્દેશ શું છે તે વિષે વિચાર કરે છે. “આ લેકે તે સત્યવ્રતના ઉદ્દેશને જાણતા નથી પણ હું તે જાણું છું ને ? એટલા માટે