________________
સુદ ૧] રાજકેટ-ચાતુર્માસ
[૩૭૧ કરવા માટે નહિ. પિતાને દાની તરીકે ઓળખાવવા માટે તથા બીજાની આબરૂના કાંકરાં કરવા માટે દેવામાં આવતું દાન, તે દાન જ નથી; એ તે પિતાનું નામ કમાવવાને એક કીમી છે; પણ આજકાલના લેકે પિતાને દાનવીર કહેવડાવવા માટે બીજાની આબરૂની રક્ષા થાય છે કે નહિ તેને વિચાર સરખો પણ કરતા નથી. તેઓ તે પિતાને દાનવીર કહેવડાવવામાં જ મશગૂલ રહે છે. સાધારણ રીતે દાનનાં સગુણ, રજોગુણ અને તમે ગુણ એવા ત્રણ ભેદ છે. આ ત્રણે પ્રકારનાં દાનમાં ઉત્તમ દાન તે સતગુણી દાન છે.
લખનઉના નવાબ આકુદૌલા વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા કે, તે પીરીતે, બહુ દાન કરતા હતા. જ્યારે કોઈ માણસ તેના મહેલના પાસેથી થાળીમાં કાંઈ લઈ પસાર થત ત્યારે નવાબ યુક્તિથી તે થાળીમાં સેનામહેર નાંખી દે, પણ તેની ખબર થાળી લઈ જનારને પડતી નહિ. પણ જ્યારે તે માણસ ઘેર પહોંચી થાળીમાં સોનામહેર જેતે હશે ત્યારે તેને કેટલે બધે આનંદ થતો હશે? નવાબની આ દાનશીલતા જોઈ કેઈએ તેને કહ્યું કે, તમે બહુ સખી માણસ છે. ત્યારે અસુફદ્દૌલાએ જવાબ આપે કે, મને લેકે સખી માણસ ન કહે એટલા જ માટે હું છૂપી રીતે દાન આપું છું. આ વાતને માટે એક કહેવત પ્રસિદ્ધ છે કે –
કૈસે સીએ શેખજી, ઐસી દેના દેના
કરનીચા કરે, મેં નીચા રાખે નેન. '' દેનેવાલા ઔર હૈ, ભેજત હૈ દિન રે,
લોગ નામ હમરો કહે, તાતે નીચે નેન. કેઈએ નવાબને પૂછયું કે, “તમે એવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા છે, જ્યારે કોઈ તમારી સામે હાથ લાંબો કરે છે ત્યારે તમે કેમ આંખ નીચી કરી દે છે?” નવાબે ઉત્તર આપ્યો કે, “દાન દેનાર તે બીજે જ છે, અને તે જ લેકેને માટે દાન મોકલે છે. તેમનું પુણ્ય જ મારી દ્વારા દાન અપાવે છે. હું તે એક નિમેન માત્ર છું. છતાં લેકે એમ સમજે છે કે, એ દાન તે હું જ આપું છું, અને એ કારણે જ મારી આંખે નીચી ઢળી પડે છે.”
જ્યારે નવાબને માટે કઈ બીજ દાન મેકલતે હતું તે પછી તમે જેને તમારું માને છે તે ધન તમે ક્યાંથી લાવ્યા ? એ ધન તે જનતાની પાસેથી આવ્યું છે તે પછી જનતાને દાન દેતી વખતે હૈ–હું કેમ કરે છે? જે સાચે દાનવીર હોય છે તે તે દાન દેવામાં કોઈ દિવસ પાછી પાની કરતા જ નથી.
એવું સાંભળ્યું છે કે, રાણું ભીમસિંહ એકવાર સંકટમાં આવી પડ્યા હતા, ત્યારે કોઈએ તેમને કહ્યું કે “તમે તમારી દનશીલતા ઓછી કરે.” ત્યારે રાણાએ જવાબ આપ્યો કે “હું ખાવાનું તે ઓછું કરી શકું પણ દાન દેવાનું ઓછું કરી શકું નહિ.” સાચા દાનવીરે આવા હેય છે.
પ્રજા રાજાને કહેવા લાગી કે, “મહારાજ ! આ સુદર્શન શેઠ દાનીઓના શિરમેર છે. આ નગર આ શેઠને લીધે જેટલું સુખી છે તેટલું આપના કારણે સુખી નથી. તે શેઠ પ્રજાજનોને