________________
:
રસ
મથક
દLય કે છે
. દર
૬૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
હૃદયમાં ધારણ કરી શકે છે. ભક્તોની માફક તમે પણ પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હો તે અનન્ય ભાવે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરે અને તેમને હૃદયમાં વસાવે. " ભક્તોનું કહેવું છે કે “જે પરમાત્મા ઉપર રાઈ જેટલો પણ વિશ્વાસ હશે તે પહાડ જેટલું કામ પણ સિદ્ધ થઈ જશે.” પહાડની તુલનામાં રાઈને હિસાબ કાંઈ નથી પણ મહાત્માઓનું કહેવું છે કે, “એ રાઈની પાછળ પહાડ જેવા મહાન કાર્યોની સિદ્ધિ રહેલી છે”
જે તમને મારા શરીર ઉપર નહિ પણ મારા કથન ઉપર પ્રેમ અને વિશ્વાસ હોય તે તમેને મારે અંતિમ ઉપદેશ એટલે જ છે કે –
“ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખો અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હૃદયમાં ધારણ કરે. જો તમે મારી આ વાતને હદયમાં ઉતારશે તો તમારા હૃદયમાં એવી તિ પ્રગશે કે જે તિ બધાનું કલ્યાણ કરશે. આ જ્યોતિ આગળ હું તુછ છું. એટલું જ નહિ હું પણ એ જ તિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ જ્યોતિના ઉપાસક બની એ તિને જો તે તેમાં બધાનું કલ્યાણ જ છે. ”
હમણાં કેટલાક જણાએ મારી પ્રશંસા કરી છે અને તેમાં પરમાત્માને શભા દેનારા શબ્દ મારા જેવા કામરને માટે વાપરવામાં આવ્યાં છે. પણ મારી જે પ્રશંસા કરવામાં આવી છે તે માટે તે પ્રશંસા કરનાર પ્રશંસક ઉપર કેવી જવાબદારી રહેલી છે તેને ખ્યાલ રાખવું જોઈએ. કોઈ લક્ષાધિપતિ માણસ જ્યારે પિતાના બાળકને ગળામાં મૂલ્યવાન હાર પહેરાવે છે ત્યારે તે હાર પહેરનાર બાળકની સંભાળ પણ બરાબર રાખવી પડે છે, અને એ મૂલ્યવાન હારને કારણે બાળકનું જીવન જોખમમાં આવી ન જાય તેની પણ સાવધાની રાખવી પડે છે. બરાબર આ જ પ્રમાણે તમારે પણ પ્રશંસાને હાર પહેરાવતી વખતે જવાબ દારી અને સાવધાની સમજવાની જરૂર છે. હું પણ બાળકની સમાન છું. તમે મને પ્રશંસારૂપી હાર તે પહેરાવી દીધું છે પણ તેની જવાબદારી તમારે રાખવાની છે એ ભૂલવું ન જોઈએ અને મારે પણ એ સાવધાની રાખવી જોઈએ કે, “ હું આ પ્રશંસાથી જુલાઈ જઈને પિતાનું કર્તવ્ય પણ ભૂલી ન જાઉં.”
આજે સવારે હું ધ્યાન કરી રહ્યો હતો ત્યારે પૌષધવતી શ્રાવકે મને વંદન કરવા આવ્યા હતા. તેમને વંદન કરતા જોઈને મને એવો વિચાર આવ્યો કે, “હે! આત્મા! તે આ પૌષધવતી આવકેનું વંદન સ્વીકારીને કયાં મુકીશ અને તેના બદલામાં તું શું તેમને ઉપકાર કરીશ ?” કઈ ઈચ્છા કે કામનાને વશ થઈ જાય છે તે જુદી વાત છે, નહિ તે શ્રાવકે પૌષધશ્રતમાં કઈ ચક્રવતીને પણ વંદન–નમસ્કાર કરી શકતા નથી, ઈન્દ્રને પણ નમી શક્તા નથી અને કેાઈ જાગીર આપવા આવે તે પણ તે લઈ શક્તા નથી. “આવા પૌષધવતી શ્રાવકે તને વંદન કરે છે તે હું તેમને શો ઉપકાર કરીશ?”
લેકે કઈને શાહુકાર જાણી તેમની દુકાને રૂપિયા જમા કરે છે. રૂપિયા જમા કરનાર માણસ તે રૂપિયા જમા કરી નિશ્ચિંત થઈ જાય છે પણ જેમને ત્યાં રૂપિયા જમા કરવામાં આવે છે તેમની ઉપર તે મોટી જવાબદારી આવી પડે છે. જે તે શાહુકાર રૂપિયા જમા