________________
રાજકેટ ચાતુર્માસઃ અન્તિમ વ્યાખ્યાનઃ
સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર,
* પ્રાર્થના - ધરમ જિનેશ્વર મુખ હિવડે વસે, પ્યારા પ્રાણ સમાન, કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. એ ધરમ ૧ -
–વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - જોટમાં પાંચ મહિનાથી અધિક કાળ સુધી રહી મેં જે શ્રી સંઘને સાદુ ભજન આપ્યું છે તે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી. પ્રાર્થના એક સાદી વસ્તુ છે. પ્રાર્થનામાં મેટી પેટી કલ્પનાઓની આવશ્યક્તા નથી, એટલા માટે ગરીબના ભેજનની માફક પ્રાર્થના બધાને માટે સુલભ અને લાભદાયી છે. મેં એક વખતે કહ્યું છે કે મેટા મોટા માણસ, ભલે સો સો રૂપિયાને એક એક ભજનને કેળી ખાતા હોય, પણ એવા ભોજનના કેળીયા લેવાથી કાંઈ બધાને નિર્વાહ થતા નથી. બધાને એવું ભેજન મળી નથી શકતું, પણ સાદું ભોજન જ એવું છે કે જેના આધારે આખું જગત નભી રહ્યું છે.
આ જ પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે ભલે ગહન તને વિચાર કરવામાં આવે, પણ ગહન તને વિચાર કરે બધા લેકે માટે સંભવિત નથી; પરંતુ બધાના આત્મકલ્યાણને સરલ ઉપાય તે માત્ર પરમાત્માની પ્રાર્થના જ છે. એટલા માટે મને અનેક વર્ષોથી પરમાત્માની પ્રાર્થના કરવાની લગની લાગી છે અને તેથી કેઈને પરમાત્માની પ્રાર્થના ગમે કે ન ગમે તે પણ હું પ્રાર્થના કરું છું અને તે વિષે થોડુંક બેલું પણ છું. હું તે એમ જ માનું છું કે, મને પ્રાર્થના ગમે છે તે બધાને તે ગમતી જ હશે.
આજનો ચાતુર્માસને અંતિમ દિવસ પણ પરમાત્માની પ્રાર્થના કરવામાં જ વીતાવું છું. પ્રાર્થનાના ક્રમાનુસાર આજે ભગવાન ધર્મનાથની પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પણ ગહન તત્ત્વને વિચાર કરવામાં આવ્યો છે. તેમાં પરમાત્માની પાસે “હે! પ્રભુ! મારા હૃદયમાં આવી વસો” એવી માગણી કરવામાં આવી છે. આ માંગણી ઉપલક દૃષ્ટિએ બહુ જ સામાન્ય જણાય છે પણ ઊંડે વિચાર કરતાં આ માગણીમાં ઘણું રહસ્ય રહેલું છે. એ રહસ્ય શું છે? એ વાત આજે તમને સંભળાવું છું. તેને તમે ભૂલી જશો નહિ.
હું પ્રાર્થના વિષે જે કાંઈ કહી રહ્યો છું તે મારું નથી પણ પૂર્વ મહાત્માઓનું કહેવું છે. ભક્ત તુકારામના શબ્દોમાં કહું તે “હું જે કાંઈ કહી રહ્યો છું તે બધું પૂર્વ સંત પુરુષનું ઉચ્છિષ્ટ છે.” હું પામર એ વિષે શું કહી શકું! પણ એ સંતપુરુષો અને મહાપુરુષની ઉચ્છિષ્ટ વાણી જ તમને બધાને સંભળાવું છું. તમારા બધાના કલ્યાણ માટે મહાપુરુષની અમર વાણી તમને સંભળાવું તે મારું કહેવું પ્રમાણ છે, પણ જે એ વાણી સંભળાવતાં હું અભિમાન કરું તે તે પ્રમાણ નથી; તેમ તે મારા પિતાના માટે પણ હાનિકર છે.