________________
૬૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
જ કહ્યું છે કે, જે સંયમ ધારણ કરી સંયમની ક્રિયા કરતા નથી તે અનાથ જ છે. એટલા માટે જ્ઞાનની સાથે જ ક્રિયાની પણ આવશ્યકતા છે.
શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. મા વાતને સમજાવવા માટે એક દૃષ્ટાન્ત આપું છું. કદાચ કાઈ કહે કે, આ દૃષ્ટાન્ત ક્યાં લખ્યું છે તે આાના ઉત્તર એ છે કે, દૃષ્ટાંત લખેલું ન હેાવા છતાં કલ્પિત પણ હૈાય છે. દષ્ટાંત દ્વારા મારે તે પેાતાનેા ભાવ જ સમજાવવા છે. કાઈ કહે કે, શું દૃષ્ટાંતની પણ કલ્પના કરી શકાય છે અને એમ કરવાના કાઈને અધિકાર છે? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં નિસ્રોક્ત આશયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કેઃ—
પાન ઝરતા દેખ કે, હસી ને કુ પલીયા; માય ખીતી તાય તસી, ધીરી ખાપરીયા.
શું કુપળા પણ હસે છે? નહિ. છતાં ભાવ બતાવવા માટે એની કલ્પના કરવામાં આવી છે. આ દૃષ્ટાંતના વિષયમાં કલ્પના કરવાના પણ અધિકાર છે છતાં જો હું કાંઈ વાત સમભાવની બહારની કહું તો તમે મને સૂચિત કરેા અને જે વાત સમભાવની કહું તેને તમે માનેા. હું ા એમ જ વિચારું છું કે, જે વાત તમે જાતા નથી તે વાત મારી પાસેથી લે અને જે વાત હું જાણુતા નથી તે વાત હું તમારી પાસેથી લઉ. કેટલીક વાતા તમે જાણા છે અને કેટલીક વાતા હું જાણું છું; એટલા માટે પરસ્પર વિચાર વિનિમય કરવા જોઈએ. કહેવાનો આશય એ છે કે, નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. એના વિષે એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છેઃ—
ઉયસેન નામના એક રાજા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્રા હતાં. વીરસેન તા બધી ઇન્દ્રિયાથી પૂર્ણ હતા પણ સૂરસેન આંધળા હતા. વિવેકી માણસ જે જે કામને યાગ્ય હાય છે તેને તેવું કામ સોંપે છે. ઉયસેને પણ પોતાનાં બન્ને પુત્રાને યાગ્યતાનુસાર જુદા જુદા પ્રકારની શિક્ષા આપી, આંધળા માણસે પ્રાયઃ ગાવાનું સારું જાણુતા હાય છે. સૂરદાસને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તે અધવિ હતા. ઉયસેને સૂરસેનને તેા ગાયનકલા શીખડાવી અને વીરસેનને ક્ષત્રિયેાચિત યુદ્ધકલા શીખડાવી. સૂરસેને સાઁભળ્યું કે, વીરસેનને તે ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવવામાં આવે છે અને મને તે કલા શીખડાવવામાં આવતી નથી. એટલા માટે તે વિચાર કરવા લાગ્યા કે, હું તે। કાયર રહી જઈશ. આ પ્રમાણે વિચાર કરી તે પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, પિતાજી ! હું યુદ્ધકલા શીખવા ચાહું છું. રાજાએ વિચાર્યું કે, જ્યારે તેનું હૃદય યુદ્ધકલા શીખવા ચાહે છે તેા તેના હૃદયની વૃત્તિ દબાવી રાખવી યેાગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરી રાજાએ યુદ્ધકલા શીખડાવનારને તેને સોંપી દીધા. યુદ્ધકલા શીખડાવનાર યોગ્ય અને હોશીયાર હતેા એટલા માટે તેણે સૂરસેનને બાણુવિદ્યા શીખડાવી દીધી પણ સૂરસેન આંધળા હતા એટલા માટે તે શબ્દના આધારે જ ખાણ મારી શકતા હતા.
અને કુમારા યેાગ્ય બન્યા. એકવાર યુદ્ધના અવસર આવ્યા. વીરસેને પેાતાના પિતાને કહ્યું કે, પિતાજી ! આપે અમને યાગ્ય બનાવ્યા છે અને અમે ણ્ યાગ્ય બન્યા છીએ એટલે તમે હવે યુદ્ધમાં આવા એ ઠીક નથી; એટલા માટે હું યુદ્ધમાં જઈશ. ’ વીરસેનનું આ