________________
સુદ ૧] રાજકોટ ચાતુર્માસ
| [૩૬પ છે કે હિરણ્યમય-સુવર્ણમય કોષમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે અર્થાત એક પરમતિ છે એ પરમતિમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે.
આ કથનને ભાવાર્થ શું છે ? બાલભાષામાં સિદ્ધોની પ્રાર્થના કરતાં આ ભાવાર્થને સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે –
ચન્દ્ર સૂર્ય દીપ મણિ કી, તિ યેન ઉલંધિત
તે તિથી કેઈ અપર જ્યોતિ, નમે સિદ્ધ નિરંજનં. અર્થાત–આત્માથી જે અપર જ્યોતિ છે તે જ પરમાત્મા છે. એ પરમતિને શોધે.
જે પ્રમાણે સૂર્યને દીવ લઈ શોધવાની જરૂર રહેતી નથી કારણકે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, આ જ પ્રમાણે આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય સ્વયં પ્રકાશિત હોવાને કારણે જ સૂર્ય કહેવાય છે. જે તે સ્વયં પ્રકાશિત ન હોય તે તેને સૂર્ય કેઈ ન કહે. પણ આત્મા તે સૂર્યથી પણ અનંત પ્રકાશવાળો છે. સૂર્યને સૂર્ય કોણ કહે છે ? સૂર્ય અસ્ત પામ્યો છે કે સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયું છે એમ કોણ કહે છે ? આ પ્રમાણે સૂર્યની કીંમત આંકનાર અને સૂર્યને સૂર્ય કહેનાર આ આત્મા જ છે. એટલા માટે આત્મા સૂર્યથી પણ વધારે પ્રકાશમાન છે; એ આત્માને તમે ઓળખો તે પરમાત્માને ઓળખવામાં તમને વાર નહિ લાગે.
એ આત્મા શું છે અને કેવો છે ? એને માટે એમ કહેવામાં આવે છે કે, એ આત્મા કાનને પણ કાન છે, આંખની પણ આંખરૂપ છે, રસને પણ રસિક છે. આ પ્રમાણે ઇન્દ્રિયો ઉપર જે આધિપત્ય ભેગવે છે તે આત્મા છે. તે આત્મા અમર છે. આત્મા અમર હેવા છતાં તેને અમર તરીકે માનવાને વિશ્વાસ કરવામાં આવતું નથી એ જ મોટી ભૂલ થઈ રહી છે. આ ભૂલને કારણે જ જ્ઞાનીઓને ચિંતા થાય છે. જો કે માણસ હીરાને કાંકરો કહે તે ઝવેરીને ચિંતા થાય કે નહિ ? આ જ પ્રમાણે આત્માની અસરતા વિષે કોઈ નકાર ભણે તે જ્ઞાનીઓને ચિંતા થાય કે નહિ ? આત્મા કેવો છે તે વિષે જ્ઞાનીજનો કહે છે કે, આત્મા નિર્મળ છે, વિરજ છે અર્થાત્ કર્મરજથી રહિત છે. તે અખંડ છે. પરમ ઉજવેલ છે, અને જ્યોતિરૂપ છે. બધી તિઓ આત્માની જ્યોતિ આગળ ઊતરતી છે. તમે લોકે જે પ્રકાશ જુઓ છો તે બધાં પ્રકાશ આત્માના પ્રકાશને લીધે જ પ્રકાશિત છે. પિતાના પ્રકાશથી જ બીજાં પ્રકાશ જોઈ શકાય છે. આત્માની જ્યોતિ એવી છે. આત્માની આ તિની પાછળ જે પરમજ્યોતિ છે તે જ ભગવાન ઋષભદેવ છે.
કહેવાનો આશય એ છે કે, સાંસારિક કામને ખળભળાટ તે ચાલતું જ રહે છે; પરંતુ તે ખળભળાટથી ગભરાઈ ન જતાં તે ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દે. સંસારના ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દેવા માટે જ નૈતિક જીવનની શિક્ષા આપવામાં આવે છે. નૈતિકજીવન વિના આધ્યાત્મિક જીવન ટકી શકતું નથી. નૈતિક જીવનદ્વારા આધ્યાત્મિક જીવનની પ્રગતિ કરતા જાઓ તે તેમાં કલ્યાણ છે. અનાથી મુનિને અધિકાર–૩૯
હવે આ જ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છું. - અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હવે હું મારા પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું.” જે પિતાને નાથ હોય છે તે જ બીજાને નાથ બની