________________
સુદી ૧૧] રાજકેટ-ચાતુર્માસ
[૬૬૭ કહેવાનો આશય એ છે કે, પ્રદક્ષિણા કરી કરવામાં આવેલું લગ્ન હિન્દુ બાળાને માટે જીવનપર્યત સ્વીકાર્ય હોય છે. તે બાળા જીવનપર્યત વિવાહનાં નિયમનું પાલન કરે છે, વિવાહનાં તત્વને સમજીને તે લગ્ન કરે છે એ કારણે તે સ્વમમાં પણ બીજા પતિને વિચાર સર પણ કરતી નથી. તમારી દષ્ટિએ સાચું લગ્ન હિન્દુ બાળાનું છે કે અમેરિકાનાં લોકોનું લગ્ન સાચું છે કે જ્યાં ૧૦૦ માંથી ૯૫ ટકા લગ્નને વિચ્છેદ થાય છે. ભારતની લગ્નપ્રથાનું મહત્ત્વ શું છે એ સમજવાથી ભારતદેશ અને અમેરિકા દેશમાં કેટલું અંતર છે એને પત્તો લાગી જશે.
લગ્નની આ પદ્ધતિને ધર્મકાર્યમાં પણ દાખલ કરવામાં આવી છે. જે પ્રમાણે કન્યા વરને પસંદ કરે છે તે જ પ્રમાણે ગુરુને પણ પસંદ કરવામાં આવે છે. અને જે પ્રમાણે અગ્નિની પ્રદક્ષિણું કરી પતિને વરવામાં આવે છે તે જ પ્રમાણે ગુની પ્રદક્ષિણા કરી તેમનાં ગુણોને વરવામાં આવે છે. તે ગુરુ જાણે અગ્નિસ્વરૂપ છે. વેદમાં મહાપુરુષોને અને ઈશ્વર સુદ્ધાને અગ્નિની પ્રદક્ષિણા કરવી એ તેમનાં ગુણેને વરવા સમાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનમાં આચાર્યને પણ અગ્નિસ્વરૂપ વર્ણવવામાં આવેલ છે. - રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી, તે વખતે તેના રોમેરેામમાં હર્ષ હતું એ કારણે તેનાં રોમ ઊભાં થઈ ગયાં. રોમાંચ થ એ પણ ભક્તિનું ચિન્હ છે. પ્રિયતમ કે ઈષ્ટનું નામ સાંભળી હર્ષ કે રોમાંચ ન થવો એમાં ભક્તિની અપૂર્ણતા છે. શાસ્ત્રકારોએ રાજાની ભક્તિ બતાવવા માટે જ એમ કહ્યું છે કે, રાજાને એટલે બધે હર્ષ થયો કે તેનાં રમો પણું ઊભાં થઈ ગયાં. રાજાએ મુનિની પ્રદક્ષિણું કરી અને માથું નમાવી પતિને નમસ્કાર કર્યા. વીર ક્ષત્રિયનું મસ્તક એમ તે કોઈની આગળ નમતું નથી પણ જ્યારે ભક્તિનો આવેગ આવે છે ત્યારે મસ્તક સ્વભાવતઃ નમી જાય છે. તે વખતે મસ્તક નમાવવામાં તેમને જરાપણ સંકોચ થતું નથી. રાજેન્દ્ર શ્રેણિક મુનિની ભક્તિને વશ થએલે હતો એટલા માટે તે મુનિના ચરણમાં પિતાનું માથું નમાવી નમસ્કાર કરે છે. તમે પણ મુનિઓને વંદન કરે છે કે નહિ! જે તમારું હૃદય એમ માનતું હોય કે આ મુનિ વંદનીય છેતે પછી તેમને વંદન–નમસ્કાર કરવામાં કોઈ પ્રકારને સંકોચ રાખવો ન જોઈએ.
રાજા શ્રેણિક વિધિસહિત મુનિની પ્રાર્થના કરી ઘેર આવ્યા. તે આવ્યો હતો ત્યારે કેવી રીતે આવ્યા હતા અને ઘેર ગમે ત્યારે કેવી રીતે ગમે તે જુઓ. કોઈ માણસ ભોજનશાળામાં ભૂખ્યો આવે છે ત્યારે કે આવે છે પણ જ્યારે ભજન કરી જાય છે ત્યારે કેવી રીતે જાય છે ! તે વખતે તેના મુખ ઉપર કેવું તેજ હોય છે આ જ પ્રમાણે રાજાને ચહેરે પણ ચમકતે હતો. તે પ્રસન્નવદન થયું હતું. તમે પણ બહારથી વ્યાખ્યાન સાંભળવા આવો છે પણ વ્યાખ્યાન સાંભળી તમારા ચહેરે પ્રસન્ન જણાય તે સમજવું કે, તમારામાં ભક્તિ છે. વ્યાખ્યાન સાંભળીને પણ જે મુખ તેજસ્વી ન બને એમાં મારી અપૂર્ણતા છે કે તમારી અપૂર્ણતા છે એ કહેવું મુશ્કેલ છે પણ કોઈની અપૂર્ણતા અવશ્ય છે, એ વાત નક્કી છે. જે પીરસનાર અને જમનાર બન્ને બરાબર ઠીક હોય તે ભજન કરી મુખ ઉપર તેજ ન આવે એનું કાંઈ કારણ નથી; પણ પીરસનાર બરાબર ન હોય કે જમનાર ઊંઘતો હોય તે એ દિશામાં બીજો કોઈ શું કરી શકે ? એ દિશામાં તૃપ્તિ કેમ થઈ શકે ! એટલા માટે