________________
શુદી ૧૧ ]
રાજકેટ--ચાતુર્માસ
[ ૬૬૫
કરતા હૈ। તે તે। એવા વિદ્યાપીઠની જરૂર નથી. પણ જો સાચા ગ્રામીણ પેદા કરવા માટે વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કરતા હૈ। તે તેની અવશ્ય આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે નગરના લોકેા ઢીંગલા-ઢીંગલી જેવા છે. ઢીંગલા-ઢીંગલીને ઘરેણાં વગેરે પહેરાવીએ છીએ પરંતુ શુ તેમનામાં જીવન આવે છે? આ જ પ્રમાણે કાલેજોની શિક્ષાથી સાચું જીવન આવતું નથી પણ વિલાસની શિક્ષા આવે છે. જો આવી જ વિલાસની શિક્ષા મળતી હેાય તે તે શિક્ષા ઢીંગલા—ઢીંગલી બનાવવા જેવી જ શિક્ષા છે. આજના યુવકેા જેએ કૅલેજોમાં શિક્ષા લે છે તે બધાં અંધનેને તોડી નાંખવાં અને જીનાં કાયદાને તેાડી નાંખી નવાં કાયદા સ્થાપિત કરવાં એમ કહે છે. પ્રાચીન લેાકેાએ જે જોઈ વિચારીને મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંધન કરવું ઉચિત નથી એ વાત યુવકાના ગળે ઉતારવી જોઈ એ.
અમારા માટે પણ હવે ગ્રામામાં જવાને સમય આવ્યેા છે. જે પ્રમાણે કદી લાકા જેલખાનામાં એકઠા થઈ જાય છે તે જ પ્રમાણે જાણે અંધાં પાપે નગરામાં જ એકઠાં થઈ ગયાં હાય એમ લાગે છે. વેશ્યાગમન, જુગાર, ચેરી વગેરે પાપા જાણે નગરામાં જ આવી ઘુસ્યાં છે. નગરામાં બધા લેકા ખરાબ જ હેય છે એવું કાંઈ નથી. કેટલાક લાકા બહુ સારા પગુ હાય છે. પણ સામાન્યતઃ ગ્રામાની અપેક્ષા નગરામાં પાપા વિશેષ પ્રમાણમાં છે. જ્યાં શંગા વધારે હોય છે ત્યાં ડાકટરાને પણ વધારે રહેવું પડે છે. આ જ પ્રમાણે અમારે પણ નગરામાં વધારે રહેવાનું હોય છે. જ્યાં વધારે પાપ હોય છે ત્યાં ધર્મના ઉપદેશ વધારે આપવાને હાય છે. હું અહીં આટલા દિવસ શકાયા છું એટલા માટે તમને એટલું જ કહું છું કે, ધર્મ અને સંસ્કૃતિના નાશના કારણા જેટલા પ્રમાણમાં બંધ થાય તેટલું સારું જ છે.
રાજાના સુધરવાથી ચેલના રાણીને પણ આનંદ થયા હશે અને સાથે સાથે ખીજાએને પણ સુધાર થયા હશે. કહેવત છે કે :—મદ્દાનનો ચેન ગતઃ સઃ પન્થાઃ। અર્થાત્—મોટા લેાકા જે માગે ચાલે છે તે જ માગે સાધારણ લેાકા પણ ચાલે છે. ગીતામાં પણ કહ્યું છે કેઃ—થવું સાત શ્રેષ્ઠક્તત્તવિતો નનઃ । અર્થાત્-શ્રેષ્ઠ લેાકા જેવું આચરણ કરે છે તેવું જ આચરણ બીજા લોક પણ કરે છે. આ કારણે શ્રેષ્ઠ લોકો પોતાનું એવું આચરણ રાખે છે કે જેથી ખીજા લેાકેાને તેમનું અનુકરણ કરવામાં મુશ્કેલી ન પડે. ભલે તે શ્રેષ્ઠ પુરુષોને એવા આચરણની આવશ્યકતા ન પણુ હાય છતાં પોતાની દેખાદેખી કરી બીજા લોકા પણ આચરણ છેડી ન દે એ વિચારથી તેઓ પેાતાનું આચરણ અણિશુદ્ધ રાખે છે.
ગાંધીજી જ્યારે અહીં મને મળવા આવ્યા હતા ત્યારે મેં જોયું હતું કે, તેમણે એક ટૂંકું પેાતીયું પહેર્યું હતું. તેમનું એ તીયું અમારા ચેાલપટ્ટાને પણ શરમાવતું હતું. ગાંધીજી જેવા આવડું પાતીયું શા માટે પહેરે છે ? એટલા માટે કે ઘણા લોકો કેવળ શેાખને માટે કપડાં પહેરે છે અને અનાવશ્યક એટલાં બધાં કપડાં ઠાંસી ઠાંસીને પહેરે છે કે જેથી ગરમી થાય છે અને પસેવા અંદરને અંદર ટપકવા માંડે છે. આ પરસેવા કેટલી બધી હાનિ કરે છે એને લે જોતા નથી અને કેવળ શેખને માટે અનાવશ્યક કપડાં પહેરે છે.
મતલબ કે, સાધારણ જનતા શ્રેષ્ઠ લેાકાનું અનુકરણ કરવાનું જાણે છે, પણ કાના વિચાર કરવાનું જાણતી નથી. સારા-ખરાબ કાર્યના વિવેક કરવાના ભાર શ્રેષ્ઠ લકાના માથે હાય છે. એટલા માટે શ્રેષ્ઠ લેાકાનું એ કર્તવ્ય છે કે, તેઓએ પેાતાનું આચરણ કેવું રાખવું
૩૯