SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક બાંધેલાં કર્મો પણ ઢીલાં થઈ જાય છે. તીવ્ર રસવાળાં કર્મો મન્દ રસવાળાં થઈ જાય છે. આ પ્રમાણે વિશ્વાસ રાખવાથી જ કર્મોનું આવું પરિવર્તન થઈ જાય છે એટલા માટે વિશ્વાસ રાખી આત્મા ઉપરનાં કર્યાવરણને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી જોઈએ. કોઈ દિવસે પરમાત્મા પણ કર્યાવરણથી લિપ્ત હતા પરંતુ તેમણે કર્યાવરણને નષ્ટ કરી નાંખ્યાં છે તેમને આઠ ગુણો પ્રકટ થયાં. પરમાત્માને આઠ ગુણો પ્રકટ થએલાં જોઈ એ વિશ્વાસ પોતાનામાં પેદા કરે જોઈએ કે, અમારા આત્મામાં પણ એ આઠ ગુણ પ્રકટ થઈ શકે છે. અષ્ટ ગુણ કરી ઓળખ્યા રે, જ્યોતિરૂપ ભગવન્ત.” | હે ! પ્રભો ! મારું અને તારું સામ્ય જોઈને જ જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે, આત્મા કર્યાવરણથી મુક્ત થઈ પરમાત્મા બની શકે છે એટલા માટે મારે નિરાશ ન થતાં તારે આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જવું જોઈએ અને કર્માવરણોને દૂર કરવા પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. આ તે આગળની વાત થઈ, પણ આ વિષે તાત્કાલિક વિચાર કરવો હોય તે તાત્કાલિક વિચાર પણ કરી શકાય છે. કારણ કે કેટલાક લેકે એમ કહેવા લાગે છે કે, “મહારાજ ! આપ તે પરલકની વાત કરો છો પણ આ જમાને નગદને છે. ઑકટર, વકીલ વગેરે બધા લેકે નગદ ફીસ લીધા બાદ જ કામ કરે છે. આવી દશામાં જેનું ફળ જન્માંતરમાં મળે એવી વાત અમારા મગજમાં કેમ ઉતરી શકે?’ આમ કહેનાર લેકને એ જ કહેવાનું છે કે, કર્માવરણને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તે તાત્કાલિક લાભ પણ થાય. જન્માંતરમાં તે અનંતગણું ફળ મળે જ છે, પરંતુ તાત્કાલિક ફળ પણ મળે છે. કર્યાવરણોને દૂર કરવા માટે શાસ્ત્રકારો જે ગુણોને અભ્યાસ કરવાનું કહે છે તે ગુણોને અભ્યાસ કરવાથી તાત્કાલિક લાભ પણ મળે છે. ઉદાહરણ તરીકે, શાસ્ત્રકારો કહે છે કે, કર્મોને નષ્ટ કરવા માટે જગજજીવોએ ક્ષમાનું અવલંબન લેવું જોઈએ. ક્ષમાથી પારલૌકિક લાભ તે થાય જ છે પરંતુ તેથી તાત્કાલિક લાભ પણ કેવો થાય છે તે જુઓ. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આંખો બળવા લાગે છે, માથું ભમવા લાગે છે અને છાતી ધડકવા લાગે છે. આવા સમયે ક્ષમાને આશરો લેવાથી અપૂર્વ શાન્તિ ન મળે ? હવે કોઈ એમ કહે કે, એ તે બધું ઠીક; પરંતુ બીજાનાં કટુવચન સાંભળી શરીર બળતું હોય ત્યારે ક્ષમા ક્યાંથી આવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આમ સમજવું એ જ પિતાની નિર્બળતા છે. જે આ નિર્બળતાને દૂર કરવામાં આવે તે ક્ષમા ધારણ કરવી મુશ્કેલ નહિ જણાય. જ્યારે ક્રોધ પેદા થાય ત્યારે વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે, એ ક્રોધ પેદા ક્યાંથી અને કેવી રીતે થશે આ ફોધ આ કટ શબ્દોમાંથી પેદા થયો છે કે મારામાંથી પેદા થયો છે? દીવાસળીની પેટીને ઘસવાથી આગ પેદા થાય છે પણ તે આગ તે દીવાસળીમાં જ હતી કે બહાર ઘસવાથી આવી ! આગ તે તે દીવાસળીમાં જ હતી; પણ ઘસવાના નિમિત્ત માત્રથી તે સળગી ઉઠી. આ જ પ્રમાણે ક્રોધ પિતાનામાં હોય છે ત્યારે જ તે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. જો પિતાનામાં ક્રોધ જ ન હોય તે ક્રોધ પેદા થાય જ કેવી રીતે ? જેમકે જે દીવાસળીની પેટી ઉપર ગંધક લાગેલ નથી તે પેટીને ગમે તેટલીવાર દીવાસળી ઘસવામાં આવે પણ આગ પેદા થઈ શકશે નહિ. આ જ પ્રમાણે જે પિતાનામાં જ ક્રોધ ન
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy