________________
-
-
વેદી ૯].
રાજકેટ–ચાતુર્માસ
[૬૧૩
તે પછી એ વૃક્ષ એ બીજમાંથી જ પેદા થયું કે બીજે કયાંયથી ? મોટી મેટી જુની ઈમારતે ઉપર પણ વડનું ઝાડ ઉગી જાય છે. તે વડનું ઝાડ ત્યાં કયાંથી આવી ગયું ? એના ઉત્તરમાં એમ જ કહેવાશે કે, ત્યાં વડનું બી પડયું હશે એ કારણે જ એ બીજમાંથી વૃક્ષ ઉગવા પામ્યું છે. - આ પ્રમાણે જે સંસ્કાર છે તે જ બીજ કહેવાય છે અને બીજો અર્થ જે સંસ્કાર છે. સંસ્કારથી જ કર્મ થાય છે અને વિપાક પણ થાય છે. જ્યારે સંસ્કાર જ નથી તે પછી કર્મ કે વિયાક ક્યાંથી હોઈ શકે? ભગવાને અહંને સંસ્કારને નષ્ટ કરી મૂક્યા છે એટલા માટે તેમનામાં સંસ્કાર પણ નથી. " . લડાઈમાં રાજા પિતે લડત નથી પણ યોદ્ધાઓ જ લડે છે, છતાં યોદ્ધાઓની હારને રાજ પિતાની હાર માને છે અને યોદ્ધાઓની છતને પોતાની જીત માને છે. કારણ કે રાજા યોદ્ધાઓને પિતાના માને છે. આ પ્રમાણે રાજાનો દ્ધાઓમાં અને યોદ્ધાઓને રાજામાં સંસ્કાર રહેલો છે. . સંસારમાં એમ તે બધા પદાર્થો પુદ્ગૈલ છે. પણ આત્મા જે પદાર્થોને પોતાના માને છે તેમને જ સંસ્કાર તેનામાં આવે છે. જે લોકો આ પ્રકારના સંસ્કારને આધીન છે, તે સાધારણ પુરુષ છે. પણ જેમણે આ પ્રકારના સંસ્કારનો સંબંધ સર્વથા તોડી નાંખ્યું છે તે પુરુષ વિશેષ જ ઈશ્વર છે. એવા ઈશ્વરને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું અને તેમની ભક્તિ કરવી એમાં જ સિદ્ધિ રહેલી છે. - પરમાત્માની ભક્તિ પ્રત્યેક જગ્યાએ કરી શકાય છે. ભક્તિને સ્થાન અને સમયનાં બંધન નથી છતાં પરમાત્માની ભક્તિને માટે થોડે પણ સમય ન કાઢવે એ કેવી ભૂલ છે !. પરમાત્માની ભક્તિ એવી છે કે એને પિતાની સાથે દરેક જગ્યાએ રાખી શકાય છે. જે સમયે સમુદ્રમાં દેવદ્વારા વહાણને તેફાને ચડાવવામાં આવ્યું હતું તેવા વિકટ સમયે પણ અરણક શ્રાવકે પરમાત્માની ભક્તિ પોતાની સાથે રાખી હતી. આવી ભક્તિને છોડીને બીજાં કામોમાં પડ્યા રહેવું એ કેવી ગંભીર ભૂલ છે! શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
: - ગણું વત્તા ઓ વિરું મુંs૬ સુયો , , , , ,
एवं सीलं चइत्ता णं दुस्सीलं रमइ मियो ॥ - પરમાત્માની ભક્તિરૂપી શીલને ત્યાગ કરી સંસારના પદાર્થોની સાથે પ્રેમ કરનાર એવી ભૂલ કરે છે, જેવી ભૂલ થાળમાં પડેલાં કમોદના ચખા છોડીને સૂવર વિષ્ટા ખાઈને કરે છે. ભગવાનની ભક્તિરૂપી શીલને ત્યાગ કરનાર પણ સૂવર જેવી જ ભૂલ કરે છે.
આ ભક્તજનો અને જ્ઞાનીજનો આ પ્રકારને હિતોપદેશ આપે છે. આથી વધારે બીજો હિતોપદેશ શું આપી શકાય ? તેઓ કહે છે કે, પરમાત્માની ભક્તિને ત્યાગ કરે એ પિતાના સ્વરૂપને ત્યાગ કરવા બરાબર છે. એટલા માટે પુદ્ગલેનાં પ્રલોભનમાં ન પડતાં પરમાત્માની ભક્તિમાં સંલગ્ન બને. જે સૂવર કમોદના ચોખા ખાય તો શું તેનું પેટ નહિ ભરાય ? શું તેનું જીવન તે ચોખાદ્વારા નભી નહિ શકે ? જરૂર નભી શકે. આથી વિપરીત વિષ્ટા તે ચેખા નિઃસાર ભાગ છે. એટલા માટે ચોખા ખાવાથી તેનું જીવન સારી રીતે નભી શકે પણ સૂવર આ વાતને બરાબર સમજ નથી એટલે તે ભૂલ કરે છે, પણ આત્મા તેં સૂવરથી