________________
વદી ૯]
રાજકોટ–ચાતુર્માસ ભક્તિમાં બાધક નથી ત્યાં સુધી તે ભલે રહે; પણ જે તે ઈશ્વરની ભક્તિમાં બાધક થતાં હોય તે એને માટે ભક્ત કહે છે કે, “હું આ બધા સાથેની પ્રીતિને ત્યાગ તે કરી શકું છું પરંતુ પરમાત્માની પ્રીતિને ત્યાગ કરી શકું નહિ.” આ પ્રમાણે દઢ વિચાર રાખવો એ જ તન-ધન–પ્રાણને ઈશ્વરને સમર્પણ કરવા બરાબર છે. જે કઈ ઈશ્વરની ભક્તિ વિષે આટલે દઢ વિશ્વાસ રાખી શકતું નથી, તે ઈશ્વરની ભક્તિ ભલે ઉપરછલી કરી શકે, પણ સાચી ભક્તિ કરી શકતા નથી. જેમને ઈશ્વરની સાચી ભક્તિ કરવી છે તેમણે તે આ પ્રકારને પુરુષાર્થ કરે જ પડશે. પુરુષાર્થ વિના કોઈ પણ કામ થઈ શક્યું નથી તે પછી પર માત્માની ભક્તિમાં પરમ પુરુષાર્થની આવશ્યક્તા હોય એમાં કહેવું જ શું?
કઈ એમ કહે કે, જે અમે ઈશ્વરની ભક્તિની સામે સંસારનાં પદાર્થોને તુચ્છ સમજીએ તે અમારે સંસારવ્યવહાર કેમ ચાલી શકે? પણ આ પ્રકારને સંદેહ વ્યર્થ છે. તમે લેકે બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા બાદ શું એ રૂપિયાને માટે ચિંતા કરે છે ? ઘરનો વીમો ઉતરાવ્યા બાદ શું એવી ચિંતા રહે છે કે, અમારું ઘર બળી જશે તે અમને હાનિ થશે? જે નહિ તે પછી પરમાત્માને જે સમર્પણ કરી દેવામાં આવ્યું છે એ તન-ધનને માટે કઈ પ્રકારની ચિંતા કે કોઈ પ્રકારને સંદેહ કરવાની શી જરૂર ? તન-ધન પરમાત્માને સમર્પણ કરી દેવું એ વીમો ઉતરાવવા જેવું છે. જ્યારે તમે સર્વસ્વને વીમો પરમાત્મા પાસે ઉતરાવ્યો છે તે પછી અમારો સંસારવ્યવહાર કેમ ચાલશે એવી ચિંતા જ કરવાની શી જરૂર ?
હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વર કયું છે? ભિન્ન ભિન્ન દાર્શનિકો ઈશ્વરનું સ્વરૂપ ભિન્ન ભિન્ન માને છે. પણ જેનદર્શન કહે છે કે, જેમનામાં અઢાર દે મને એક પણ દેવું ન હેય તે જ ઈશ્વર છે. કદાચ કોઈ એમ કહે કે, શું આ કથનનું સમર્થન કેઈ બીજાં શા કરે છે, તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે –
क्लेशकर्मविपाकाशयरपरामृष्टः पुरुषविशेष ईश्वरः। અર્થાત–જે કલેશ, કર્મ, વિપાક તથા આશય આદિથી રહિત છે તે પુરુષ વિશેષ જ ઈશ્વર છે.
જો કે ઈશ્વરનું જ સ્વરૂપ ઉપર બતાવવામાં આવ્યું છે તે પૂરી રીતે તે સિદ્ધોમાં જ ઘટે છે પણ ભગવાન અહંન્તમાં પણ તે ગુણ હોય છે. એ કયા ગુણો છે અને ભગવાન અહત્તમાં એ ગુણો કેવી રીતે ઘટે છે એ વિષે હવે વિચાર કરીએ.
પહેલાં કલેશ છે. જેમનામાં એ કલેશ ન હોય તે ઈશ્વર છે. આત્માને જે દ્વારા સંતાપ થાય છે તે અવિદ્યા-કલેશ છે. આત્માને વધારે ક્લેશ અવિઘાથી થાય છે. દુઃખને સુખ, આત્માને અનાત્મા, અનિત્યને નિત્ય અને અશૌચને શૌચ માનવું એ અવિદ્યા છે. આ અવિદ્યાને જૈનશાસ્ત્ર “મિથ્યાત્વના નામથી ઓળખે છે. એ મિથ્યાત્વ જ કલેશનું કારણ છે. જેમનામાં તે મિથ્યાત્વ નથી તે ઈશ્વર છે. આપણે અઢાર દેષોનું વર્ણન કરતાં કહીએ છીએ કે ભગવાનમાં મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ કહો કે અવિદ્યા કહે એ એક જ વાત છે. આત્માને અવિદ્યાને કારણે જ બધાં દુઃખે વળગેલાં છે. શારીરિક, માનસિક, આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક કલેશ અવિદ્યાને લીધે જ પેદા થવા પામે છે. અવિદ્યાને કારણે કલેશ કેવી રીતે પેદા થાય છે અને વિદ્યાને કારણે એ કલેશ કેવી રીતે મટી જાય છે એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું.