________________
વદી ૮]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૫
કહેવાનો આશય એ છે કે, જ્યારે વચનબાણને સહેવાની શક્તિ આવી જાય ત્યારે પરમાત્માની પ્રાર્થના સાચી કરી છે એમ માનવું. જેણે બરાબર વ્યાયામ કરી હશે તે બીજા
ની મુક્કીઓથી ડરી જશે નહિ પણ તે મુક્કી મારનારને એમજ કહેશે કે, તું મને ગમે તેટલી મુક્કીઓ માર, મને તારી મુક્કીઓ કાંઈ જણાતી જ નથી. આ જ પ્રમાણે સંસારની ગમે તેટલી આપત્તિઓ માથે તૂટી પડે તો પણ તે આપત્તિઓથી ન ગભરાએ, ત્યારે જ એમ માનવું કે હવે મારામાં પ્રાર્થનાનું સાચું બળ આવ્યું છે.
ગાળો ભાંડના તે “તું લુએ છે, દુષ્ટ છે' વગેરે અપશબ્દો કહેશે પણ જેમણે પરમાત્માની સાચા હૃદયથી પ્રાર્થના કરી હશે તે તો આ પ્રકારની ગાળો સાંભળી એમ જ વિચારશે કે, “એ મને ખોટું શું કહે છે! હું પોતે પણ પરમાત્માને એમ જ કહું છું કે, “હું અનાદિ કાળથી અપરાધી છું-દુષ્ટ છું.’ જે હું પરમાત્માને આ પ્રકારની વાત હૃદયથી કહું છું તે પછી જે મને દુષ્ટ કહે છે, તેના ઉપર હું કેધ કેમ કરી શકું ? બલ્કિ એ તે મને મારાં પાપે પ્રકટ કરવામાં સહાયતા કરે છે.”
કઈ ગાળો ભાંડે તો ઉપર પ્રમાણે વિચાર કરવો જોઈએ, પણ આવો ઉન્નત વિચાર તે ત્યારે જ આવી શકે કે જ્યારે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હોય; નહિ તે સ્ત્રીઓ જેમ ઉપરથી ગીત ગાય છે તેમ પ્રાર્થના પણ ઉપરની બની જશે. સ્ત્રીઓ ગાય છે કે
વાને કેસર ઉડ રહી, કસ્તૂરીકે અન્ત ને પાર. જો કે કસ્તુરી કે કેસરની જગ્યાએ ધૂળ ઉડી રહી હોય તે પણ સ્ત્રીઓ તે એમ જ કહેશે કે, ધૂળનું કાંઈ ગીત ગાઈ શકાય ? એટલા માટે ધૂળને બદલે કસ્તુરીનું ગીત ટું બતાવવા માટે તેઓ ગાય છે. આ પ્રકારના ખોટા ગીતની માફક પરમાત્માની ખેતી પ્રાર્થના કરી હેય તે તે વાત જુદી છે. પણ જે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હેય તે તે કેઈએ ગાળો ભાંડી હોય તે પણ ગાળો ભાંડનાર ઉપર ક્રોધ આવશે નહિ. જે સાચા ભક્ત છે તેઓ તે પિતાના માટે એમ કહે છે કે –
મે સમ કૌન કુટિલ ખલ કામી, તુમસે મેં કાહ છિપાઉં, દયાનિધિ! તુમ હૈ અન્તર્યામી. સમય ભર ભર ઉદર વિષયરસ, પીવત જૈસે શૂકરગ્રામી,
જે તન દન તાહિ, બિસરાયો ઐસો નમકહરામી. મો સમ) ભક્ત કહે છે કે, “હે! પ્રભ! અમારા જેવા કુટિલ, દુષ્ટ અને કામ કર્યું હશે ? બીજા લેકે તે અજ્ઞાન હોવાને કારણે પાપ કરતાં જ હશે પણ અમે જાણતાં છતાં પાપ કરીએ છીએ અને સાથે સાથે તારા ભક્તો પણ કહેવાઈએ છીએ.” - આ પ્રમાણે સાચા ભક્તો જ્યારે પિતાને ખરાબ કહે છે તે પછી ગાળો ભાંડનાર ઉપર ક્રોધ કેમ કરી શકેજો તમે પણ પરમાત્માની સાચી પ્રાર્થના કરતા હશો તે અહીં હો કે બહાર હે, બધેય ઠેકાણે તમે તેને યાદ જ કરતા રહેશો. કોઈ પણ સમયે તેને તમે ભૂલી જશે નહિ. પરમાત્મા “સત્યં શિવં સુંદરમ’ છે, એટલા માટે જે તેમના ભકત છે તેઓ ગાળાને તે ધગધગતા અંગારાને પણ સત્યં શિવ સુન્દરમ ” બનાવી લેશે.