________________
૫૯૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો.
કાર્ય લઉં છું તેને માટે હું તેમને ધન્યવાદ આપું અને પિતાને માટે એવો પશ્ચાત્તાપ કરું કે, મારામાં આ પ્રકારની અશક્તતા ક્યાંથી આવી ગઈ? મારે મુનિઓને એમ કહેવું જોઈએ કે, તમે લેકે મારા જેવા અશકતની આ પ્રમાણે સહાયતા કરી ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે અને ભગવાનની સમીપ જઈ રહ્યા છે. હું તો પિતાનું કામ કરવામાં પણ અશક્ત છું એટલે મને મારી અશક્તતાને માટે ખેદ છે.
આ પ્રમાણે પિતાની અશક્તતાને માટે પશ્ચાત્તાપ કરે તે ઠીક છે પણ ખોટું અભિમાન કરવું અને બીજાને ખરાબ બનાવવા એ કેઈપણ રીતે ઠીક નથી. તમે લોકે એમ વિચારે છે કે, અમે તૈયાર ખાઈએ-પહેરીએ છીએ એટલા માટે અમે પુણ્યવાન છીએ પરંતુ પરાધીનતા વહેરવી એ શું પુણ્યતા છે ? તમે લેકે બીજાઓનું બનાવેલું ભોજન ખાઓ છો પરંતુ રસોયો એમ કહી દે કે, રસોઈ નહિ બનાવું તે તમે શું કરશો? તમે એમ કહેશો કે અમારી સ્ત્રી ભોજન બનાવી લેશે! પણ માને છે, તમારી સ્ત્રી પણ બિમાર પડી ગઈ હોય અને એ દિશામાં પિતાને ભોજન બનાવતાં આવડતું ન હોય તે કેટલી મુશ્કેલી સહેવી પડે ? કદાચ તમે કહો કે આખરે હટલ તે છે ને? પણ હોટલની બેટલ ફેડવા છતાં પણ આખરે પરતંત્ર જ રહ્યા ને ?
જે લેકે પાયખાનામાં શૌચ જાય છે તે લેકે પિતાને “મેટા” માને છે અને જે લોકે અશુચિ સાફ કરે છે તેમને “નીચ” માને છે. તે લેકે અશુચિ સાફ કરતા હોવાને કારણે “નીચ” કહેવાય છે. જો માતા પિતાના પુત્રની અશુચિ સાફ કરે નહિ અને તેને અશુચિમાં જ રહેવા દે તે કેવી મુશ્કેલી પડે! તે પછી જે અશુચિ સાફ કરે છે તેમને નીચ” કહેવા અને પોતે અશુચિ ફેલાવવા છતાં પિતાને “ઉચ્ચ” માનવા એ કેવી ભૂલ છે! જેમને તમે નીચ કહો છો તે ભંગીઓ જે ચાહે તે તમો સૌને એક જ દિવસમાં સંકટમાં મૂકી શકે છે. જો તેઓ એક દિવસ પણ અશુચિ સાફ ન કરે તે કેવી મુશ્કેલી ઉભી થાય ? ઉદયપુરને વિષે એમ સાંભળ્યું છે કે, ત્યાં ભંગીઓને ચાંદી પહેરવાની મના કરવામાં આવી હતી. આ કારણને લીધે ભંગીઓએ ઝાડુ કાઢવાનું બંધ કરી દીધું. આખરે બધાએ ઠેકાણે આવવું પડયું અને ભંગીઓને ચાંદી પહેરવાની છૂટ આપવી પડી.
કહેવાને આશય એ છે કે, જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમજ્ઞાન છે. જે ક્રિયારહિત જ્ઞાન છે તે પોપટીયું જ્ઞાન છે અને ક્રિયાને ત્યાગ કરી પરતંત્રતા ભેગવવી એ સમ્યજ્ઞાન નથી. એ વાત બીજી છે કે, આજે તમે તમારા જીવન સંબંધી બધાં કામ તમારા હાથે કરી શકતાં નથી તે પણ તેનું અભિમાન તે છોડે. અભિમાનને ત્યાગ કરવાથી પણ ઘણો ખરે લાભ થશે. સુદર્શન ચરિત્ર-૬૬
સુદર્શનની કથા પૂરી થઈ ગઈ. હવે એ સ્થાને ઉપસંહાર કરવાનું છે. આ ચરિત્ર કથામાંની કઈ વાતે ઉપર તમારું ધ્યાન ખેંચવાનું છે તે અત્રે બતાવવું છે.
સૌથી પહેલાં અહેવાસી અને જિનદાસને જુઓ કે બન્ને પતિ-પત્નીનાં નિયમનું કેવી રીતે પાલન કરતા હતા. તેમને ત્યાં રહેતા સુભગ દાસ કેવી રીતે સેવા કરતો હતો અને સુભગની સાથે જિનદાસ અને અર્હદ્દાસી કે પ્રેમપૂર્વક વ્યવહાર રાખતા હતાં.