SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જ્ઞાન અને ક્રિયા વિષે પણ એમજ સમજે. કોઈ કહે છે કે, જ્ઞાન હોય તે પછી ક્રિયાની શી જરૂર છે અને કેઈ એમ કહે છે કે, બડબડ કરવાથી અને જ્ઞાનને પ્રાપ્ત કરવાથી શે લાભ છે ? આપણે તે ક્રિયા જ કરવી. જો કે લક્ષ્ય તે બન્નેનું અરમકલ્યાણ સાધવાનું છે, પણ બન્નેમાં કુસંપ હેવાથી–કેવલ એક એક શક્તિ હોવાને કારણે બન્નેમાંથી કેાઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્ય છે ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે બન્નેની શક્તિઓનું એકીકરણ-સમન્વય કરવામાં આવે. શાસ્ત્ર કહે છે કે, જે જ્ઞાન ક્રિયાનું ખંડન કરે છે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે અને જ્ઞાન વિનાની જે ક્રિયા કરવામાં આવે છે તે પણ નકામી છે, લાભ તે ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનની સાથે ક્રિયા કરવામાં આવે. - વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યકતા રહે છે. જેમકે કઈ માણસ કહે કે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ સ્વતંત્રતા કેવળ જ્ઞાનથી કે કેવળ ક્રિયાથી પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તે જ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે. જેમકે કડકડતી ભૂખ લાગી છે અને ભોજન કરવું છે પરંતુ ભજન કેવી રીતે કરવું એનું પણ જ્ઞાન હેવું જરૂરી છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ભોજન કરવાથી જ ભૂખ મટી શકે છે. ભજન મુખથી જ કરી શકાય છે, કાનઠારા ખાઈ શકાતું નથી. આ જ્ઞાન હોય તે જ ભજન કરી શકાય છે. - તમે લેકે એ તે જાણે જ છે કે, મુખદ્વારા ભેજન થાય છે. એનું જ્ઞાન તે બધાને હેય છે પરંતુ સાથે સાથે જે ભજન કરવામાં આવે છે તે પથ્ય છે કે અપચ્ચે તેનું પણ - જ્ઞાન હોવું આવશ્યક છે. જે અપથ્ય ભોજન કરવામાં આવે તે લેકે પરિણામે રેગી અને દુઃખી થતાં જોવામાં સ્થી આવતા ? આ પ્રમાણે વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બનેયની આવશ્યકતા રહે છે, એકથી કામ ચાલી શકતું નથી. જ્ઞાન વિનાની કરવામાં આવેલી ક્રિયા હાનિપ્રદ નીવડે છે. સાથે સાથે ક્રિયાવિહીન જ્ઞાન પણ પિપટીયું જ જ્ઞાન છે. ઉદાહરણને માટે એક માણસે એક પોપટને એમ શીખડાવ્યું કે, “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. પિોપટ તે “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું” એમ રટ રહ્યો. એકવાર બિલાડી આવી અને તે પોપટને પંજામાં પકડી પણ લીધે પણ તે તો એમ જ રટતો રહ્યો કે, બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. લેકે કહેવા લાગ્યા કે, “અરે! મૂખ પોપટ ! બિલાડી ક્યારે આવશે અને તું કયારે ડરતે રહીશ?” આ પ્રમાણે તે પોપટને “બિલાડી આવે ત્યારે ડરતા રહેવું” એ જ્ઞાન તે હતું પરંતુ તે જ્ઞાન સક્રિય–ક્રિયાત્મક ન હોવાને કારણે તે જ્ઞાન કેઈ કામનું રહ્યું નહિ, નિષ્ફળ નીવડયું. આજની શિક્ષા પણ પોપટીયા શિક્ષણના જેવી બની રહી છે. જે વસ્તુ ઉપર પિતાને અધિકાર નથી તે વસ્તુને પિતાની માનવી અને જે વસ્તુ પિતે બનાવી શકતા નથી એ વસ્તુ મેળવીને અભિમાન કરવું અને જીવનને પરતંત્ર બનાવવું એ પિપટીયું જ્ઞાન છે. ઉદાહરણ તરીકે જે પાઘડી તમે પહેરે છે તે પાઘડી બનાવવામાં તમે શું કર્યું છે? શું તમે તે પાઘડીને વણી કે રંગી છે? તમે જે ધોતીયું પહેરે છે અને તે પહેરીને અભિમાન કરો છો તે તીયાને તમે કોઈ દિવસ બનાવ્યું છે ? જે નહિ તે પછી તેને પહેરવામાં અભિમાન કેમ કરી શકે અને પિતાની કેમ માની શકે ?
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy